AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ચોટીલા-રાજકોટ નેશનલ હાઈવે પર બસ-ટેન્કર વચ્ચે અકસ્માત બાદ લાગી આગ, 4 મુસાફરો જીવતા સળગી ગયા, જુઓ Video

Breaking News : ચોટીલા-રાજકોટ નેશનલ હાઈવે પર બસ-ટેન્કર વચ્ચે અકસ્માત બાદ લાગી આગ, 4 મુસાફરો જીવતા સળગી ગયા, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: May 14, 2026 | 9:21 AM
Share

ચોટીલા-રાજકોટ હાઇવે પર ગઈકાલે મોડી રાત્રે એક જીવલેણ અકસ્માત થયો. રાજકોટથી ચોટીલા જતી એક ખાનગી બસ ડામર ભરેલા ટ્રક સાથે અથડાઈ. ટક્કર બાદ બસમાં આગ લાગી ગઈ. ચાર લોકોના મોત થયા અને અંદાજે 15 લોકો ગંભીર રીતે ઘાયલ થયા.

સુરેન્દ્રનગર જિલ્લામાં ફરી એકવાર ભયાનક અકસ્માતે મોતનું તાંડવ સર્જ્યું છે. ચોટીલા-રાજકોટ નેશનલ હાઈવે પર સાંગાણી ગામ નજીક મોડી રાત્રે ખાનગી ટ્રાવેલ્સ બસ અને ડામર ભરેલા ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પ્રાપ્ત માહિતી મુજબ ટેન્કરનું ટાયર ફાટતાં પાછળથી આવી રહેલી અમદાવાદથી રાજકોટ જતી ટ્રાવેલ્સ બસ ટેન્કર સાથે ધડાકાભેર અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બસમાં શોર્ટ સર્કિટ થતા જોતજોતામાં બસ અને ટેન્કરમાં આગ ફાટી નીકળી હતી.

આગે પળવારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં બસમાં ઊંઘમાં રહેલા મુસાફરોને બહાર નીકળવાની તક પણ મળી નહોતી. આ દુર્ઘટનામાં 4 મુસાફરો જીવતા ભડથું થઈ ગયા હતા, જ્યારે અન્ય 10 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલોને તાત્કાલિક સારવાર માટે સુરેન્દ્રનગરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે.

અકસ્માત એટલો ભયાનક હતો કે આગમાં ભડથું થયેલા મૃતકોની ઓળખ કરવા માટે DNA ટેસ્ટ કરવાની ફરજ પડી શકે તેવી સ્થિતિ સર્જાઈ છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને તંત્રની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને રાહત તથા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. હાલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો- Breaking News : અમૂલ બાદ હવે મધર ડેરીએ પણ દૂધના ભાવમાં વધારો કર્યો, 14 મેથી દૂધના પેકેટનો ભાવ કેટલો વધશે, જાણો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">