AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વોલકેનિક મડ બાથ લેતો જોવા મળ્યો વિદ્યુત જામવાલ, Video શેર કરીને ‘મડ વોલ્કેનો’ના જણાવ્યા ફાયદા

વિદ્યુત જામવાલે (Vidyut Jammwal) સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે વોલકેનિક મડ એટલે કે માટીના જ્વાળામુખીમાં ડૂબકી મારતો જોવા મળે છે. વિદ્યુતે વીડિયોના કેપ્શનમાં તેના ફાયદા વિશે લખ્યું છે. આ પહેલીવાર નથી જ્યારે વિદ્યુતે આવું કંઈક કર્યું હોય. હાલમાં જ વિદ્યુત શૂટના સંબંધમાં કાશ્મીર ગયો હતો. જ્યાં તેને -8 ડિગ્રી પર બર્ફીલા પાણીમાં ડૂબકી લગાવી હતી. એક્ટિંગની સાથે વિદ્યુત જામવાલ તેની ફિટનેસ માટે પણ જાણીતો છે.

વોલકેનિક મડ બાથ લેતો જોવા મળ્યો વિદ્યુત જામવાલ, Video શેર કરીને 'મડ વોલ્કેનો'ના જણાવ્યા ફાયદા
Vidyut JammwalImage Credit source: Instagram
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 03, 2023 | 5:23 PM
Share

વિદ્યુત જામવાલનું (Vidyut Jammwal) નામ બોલિવુડના સૌથી ફિટ અને હેન્ડસમ એક્ટરમાં સામેલ થાય છે. ફિટનેસ ફ્રીક ગણાતા આ એક્ટરને તેના જુસ્સા અને એક્શન કરવામાં પરફેક્શનને કારણે ઈન્ડસ્ટ્રીના માર્શલ આર્ટ એક્સપર્ટ પણ કહેવામાં આવે છે. તમે વિદ્યુત જામવાલને ફિલ્મોમાં ખૂબ જ ખતરનાક સ્ટંટ કરતા જોયા હશે, પરંતુ શું તમે જાણો છો કે તે રિયલ લાઈફમાં પણ આવા સ્ટંટ કરે છે જે તમારી કલ્પનાની બહાર છે. એક્ટર સોશિયલ મીડિયા પર કંઈક આવું જ શેર પણ કરે છે, જેને જોઈને માત્ર તેના ફેન્સ જ નહીં પણ બધા હેરાન થઈ જાય છે. હાલમાં જ વિદ્યુત જામવાલે કંઈક એવું કર્યું છે જે તમારી કલ્પના બહાર છે.

વિદ્યુત જામવાલે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે વોલકેનિક મડ એટલે કે માટીના જ્વાળામુખીમાં ડૂબકી મારતો જોવા મળે છે. વિદ્યુતે વીડિયોના કેપ્શનમાં તેના ફાયદા વિશે લખ્યું છે. તેને લખ્યું છે કે વોલકેનિક મડ ગરમ ઝરણાના પાણીને જ્વાળામુખીની રાખ સાથે જોડે છે. માટીના જ્વાળામુખી કેટલાક સો મીટરથી લઈને થોડા કિલોમીટરથી વધુની ઊંડાઈએ ફાટી નીકળે છે. કાદવ કે જે જ્વાળામુખીની માટીમાંથી ઉદ્ભવે છે તે ગરમ પાણીના સ્વરૂપમાં હોય છે, તે મોટે ભાગે પૃથ્વીની સપાટીની નીચે ગરમ હોય છે. આ માટી સલ્ફર, સિલિકા, ઝીંક અને મેગ્નેશિયમ સહિતના ખનિજોથી ભરપૂર છે.

અહીં જુઓ વીડિયો

(VC: Vidyut Jammwal Instagram)

આ પહેલીવાર નથી જ્યારે વિદ્યુતે આવું કંઈક કર્યું હોય. હાલમાં જ વિદ્યુત શૂટના સંબંધમાં કાશ્મીર ગયો હતો. જ્યાં તેને -8 ડિગ્રી પર બર્ફીલા પાણીમાં ડૂબકી લગાવી હતી. એક્ટિંગની સાથે વિદ્યુત જામવાલ તેની ફિટનેસ માટે પણ જાણીતો છે.

વિદ્યુત જામવાલ એક્ટર હોવા સિવાય માર્શલ આર્ટિસ્ટ પણ છે. વિદ્યુતે 25 થી વધુ શોમાં લાઈવ એક્શન કર્યું છે. તેને 3 વર્ષની ઉંમરે માર્શલ આર્ટ શીખવાનું શરૂ કર્યું. તેને માર્શલ આર્ટમાં ગ્રેજ્યુએશન પણ કર્યું છે. ભારત સિવાય વિદ્યુત આંતરરાષ્ટ્રીય લેવલ પર તેની ફિટનેસ અને માર્શલ આર્ટ માટે જાણીતો છે.

આ પણ વાંચો: રેપર બાદશાહની દરિયાદિલી, લાઈવ કોન્સર્ટમાં ફેનને આપી ગિફ્ટ, જુઓ Viral Video

વિદ્યુત જામવાલના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે આવનારા સમયમાં ‘શેર સિંહ રાણા’ અને ‘ક્રેક’ જેવી ફિલ્મોમાં જોવા મળવાનો છે. એક્ટર વિદ્યુત જામવાલે ‘કમાન્ડો’, ‘સનક’, ‘ખુદા હાફિઝ’ જેવી ફિલ્મોથી ફેન્સના દિલ જીતી લીધા છે. વિદ્યુત આ ફિલ્મમાં જબરદસ્ત એક્શન કરતો જોવા મળશે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">