AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રેપર બાદશાહની દરિયાદિલી, લાઈવ કોન્સર્ટમાં ફેનને આપી ગિફ્ટ, જુઓ Viral Video

Badshah Viral Video: ફેમસ રેપર બાદશાહનો (Badshah) એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં સિંગર તેના એક ફેન્સને શૂઝ ગિફ્ટ કરતો જોવા મળ્યો હતો. આ વીડિયોમાં રેપર તેના 15 વર્ષના ફેનને ગિફ્ટ આપી રહ્યો છે. બાદશાહએ આ સુંદર ફેનને તેના શૂઝ ગિફ્ટમાં આપ્યા હતા. જેની કિંમત 1.50 લાખ રૂપિયા છે. ઈવેન્ટ પછી મોનિકા બોહરાએ સોશિયલ મીડિયા પર બાદશાહનો આભાર માન્યો અને કહ્યું કે રેપરે તેના જન્મદિવસને વધુ ખાસ બનાવ્યો છે.

રેપર બાદશાહની દરિયાદિલી, લાઈવ કોન્સર્ટમાં ફેનને આપી ગિફ્ટ, જુઓ Viral Video
badshahImage Credit source: Social Media
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 02, 2023 | 7:46 PM
Share

Badshah Viral Video: ફેમસ રેપર અને સિંગર બાદશાહે (Badshah) હાલમાં મુંબઈમાં આયોજિત યુટ્યુબ ફેનફેસ્ટમાં ભાગ લીધો હતો. જેનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં રેપર તેના 15 વર્ષના ફેનને ગિફ્ટ આપી રહ્યો છે. બાદશાહએ આ સુંદર ફેનને તેના શૂઝ ગિફ્ટમાં આપ્યા હતા. જેની કિંમત 1.50 લાખ રૂપિયા છે.

બાદશાહે એક ફેનને 1.50 લાખ રૂપિયાના શૂઝ ભેટમાં આપ્યા

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં બાદશાહ સ્ટેજ પર પરફોર્મ કરતો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન તેને ફેનની ભીડમાં ઉભેલી એક છોકરીને તે શૂઝ ગિફ્ટ કર્યા. જે તેને આ ઈવેન્ટમાં પહેર્યા હતા. રેપરના આ શૂઝને ધ એલવી ​​ટ્રેનર 2 કહેવામાં આવે છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ આ શૂઝની કિંમત 1.50 લાખ રૂપિયા છે. જે ફેન છોકરીને બાદશાહે આ શૂઝ ગિફ્ટ કર્યા છે. તેનું નામ મોનિકા બોહરા છે. બાદશાહ પાસેથી ભેટ મળ્યા પછી તે ખુશ થઈ ગઈ હતી. ઈવેન્ટ પછી મોનિકા બોહરાએ સોશિયલ મીડિયા પર બાદશાહનો આભાર માન્યો અને કહ્યું કે રેપરે તેના જન્મદિવસને વધુ ખાસ બનાવ્યો છે.

અહીં જુઓ વીડિયો

(VC: monika_bohra_art instagram)

બાદશાહે ફેનનો માન્યો આભાર

સાથે જ બાદશાહે આ ઈવેન્ટમાં આવેલા ફેન્સનો પણ આભાર માન્યો હતો. તેને કહ્યું, “હું મારા ફેનનો ખૂબ જ આભારી છું, તેઓ હંમેશા મને વધુ સારું કરવા માટે પ્રેરણા આપે છે. ક્યારેક હું વિચારું છું કે આ પ્રેમનો બદલો હું કેવી રીતે ચૂકવીશ, શું હું ક્યારેય ચૂકવી શકીશ?

આ પણ વાંચો: PM મોદીના સ્વચ્છતા અભિયાનમાં અક્ષય કુમારે લીધો ભાગ, શેર કર્યો આ ખાસ મેસેજ

વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો બાદશાહ હાલમાં ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટની સીઝન 10માં જજ તરીકે જોવા મળે છે. મ્યૂઝિકની વાત કરીએ તો બાદશાહે શિલ્પા શેટ્ટીની ફિલ્મ ‘સુખી’ માટે સંગીત આપ્યું છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">