AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કેએલ રાહુલ સાથે લગ્નની ચર્ચાઓ પર આથિયા શેટ્ટીએ તોડ્યું મૌન, કહ્યું આશા છે કે મને પણ બોલાવવામાં આવશે

પોતાની લગ્નની વિશે ચાલી રહેલી વાતો પર હવે આથિયા શેટ્ટીએ (Athiya Shetty) પણ મૌન તોડ્યું છે અને તેના પર પ્રતિક્રિયા આપી છે. આ વિશે તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે.

કેએલ રાહુલ સાથે લગ્નની ચર્ચાઓ પર આથિયા શેટ્ટીએ તોડ્યું મૌન, કહ્યું આશા છે કે મને પણ બોલાવવામાં આવશે
Kl rahul and athiya shetty Image Credit source: Instagram
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 13, 2022 | 3:25 PM
Share

બોલિવૂડ એક્ટર આથિયા શેટ્ટી (Athiya Shetty) અને ભારતીય ક્રિકેટર કેએલ રાહુલ (KL Rahul) લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. આ દરમિયાન બંનેના સ્ટારના લગ્નની ચર્ચાઓ ચાલી રહી છે. ઘણા મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આથિયા શેટ્ટી અને કેએલ રાહુલ ત્રણ મહિનામાં લગ્ન કરશે. આ પહેલીવાર નથી જ્યારે આથિયા શેટ્ટી અને કેએલ રાહુલના લગ્નને લઈને ચર્ચાઓ ચાલી રહી હોય. તેના લગ્નની ચાલી રહેલી ચર્ચાઓ અંગે હવે આથિયા શેટ્ટીએ પણ મૌન તોડ્યું છે અને તેના પર પ્રતિક્રિયા આપી છે. આ અંગે તેણે પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે.

આથિયા શેટ્ટીએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી શેર

લગ્નના સમાચારો પર આથિયા શેટ્ટીએ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેણે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર આ પોસ્ટ શેર કરી છે. આથિયાએ ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી પોસ્ટ કરતા લખ્યું- ‘મને આશા છે કે મને 3 મહિનામાં થનારા લગ્નમાં બોલાવામાં આવી છે, લોલ.’ ટૂંક સમયમાં જ આથિયા શેટ્ટી સલામી બેટ્સમેન કેએલ રાહુલ દુલ્હનિયા બનવા જઈ રહી છે. એટલે કે બંનેના થવાના છે. ઘણા મીડિયા રિપોર્ટ્સમાં પણ આવો જ દાવો કરવામાં આવી રહ્યો છે. પરંતુ હાલ તો આથિયા શેટ્ટીએ પોતે જ આ ચર્ચાઓને નકારી કાઢી છે.

આ પણ વાંચો

પાપા સુનીલ શેટ્ટીએ પણ આપ્યો જવાબ

જવાબ આપવા માટે જાણીતા સુનીલ શેટ્ટીએ પણ આ અંગે નિવેદન આપ્યું છે. સુનીલ શેટ્ટીએ પણ આ અટકળો પર પૂર્ણવિરામ લગાવ્યું છે. હાલમાં જ એક રેડિયો ચેનલે તેમને લગ્નની તૈયારીઓ વિશે પૂછ્યું તો તેમણે આનો ખુલીને જવાબ આપ્યો. તેણે કહ્યું, ના, હજુ સુધી કંઈ પ્લાનિંગ કરવામાં આવ્યું નથી. તેણે કહ્યું કે હાલમાં અથિયાના લગ્નની કોઈ તૈયારીઓ થઈ રહી નથી. આ પહેલા મે મહિનામાં પણ આ વિશે વાત કરતી વખતે તેણે કહ્યું હતું કે તે આથિયા પર ડિપેન્ડ છે કે તે ક્યારે લગ્ન કરવા માંગે છે.

હાલમાં જ આથિયા અને રાહુલ સાથે જર્મની ગયા હતા, જ્યાં ક્રિકેટરે તેની કમરની સર્જરી કરાવી હતી. ત્યારથી જ ઘણા રિપોટ્સમાં એવો દાવો કરવા લાગ્યા કે અથિયા અને કેએલ રાહુલના લગ્ન આગામી ત્રણ મહિનામાં થઈ શકે છે. પરંતુ આથિયા શેટ્ટી અને તેના પિતા સુનીલ શેટ્ટીએ આ અટકળો પર પૂર્ણવિરામ લગાવી દીધું છે.

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
g clip-path="url(#clip0_868_265)">