AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આથિયા શેટ્ટી બનશે ક્રિકેટર કેએલ રાહુલની દુલ્હન, 3 મહિનામાં મુંબઈમાં થઈ શકે છે લગ્ન!

બોલિવૂડ એક્ટ્રેસ આથિયા શેટ્ટી (Athiya Shetty) અને કેએલ રાહુલે (KL Rahul) ગયા વર્ષે સોશિયલ મીડિયા પર તેમના સંબંધોને ઓફિશિયલ સ્વીકાર્યા હતા. અહાન શેટ્ટીની ફિલ્મ 'તડપ'ના સ્ક્રિનિંગમાં બંને મીડિયાની સામે આવ્યા હતા.

આથિયા શેટ્ટી બનશે ક્રિકેટર કેએલ રાહુલની દુલ્હન, 3 મહિનામાં મુંબઈમાં થઈ શકે છે લગ્ન!
KL Rahul and Athiya Shetty
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 12, 2022 | 7:20 PM
Share

સુનીલ શેટ્ટીની પુત્રી આથિયા શેટ્ટી (Athiya Shetty) અને ક્રિકેટર કેએલ રાહુલ (KL Rahul) લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. બંને અવારનવાર પોતાના સંબંધોને લઈને ચર્ચામાં રહે છે. પરંતુ આ બંનેના લગ્નના સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ સુનીલ શેટ્ટીની પુત્રી આથિયા અને ક્રિકેટર કેએલ રાહુલ હવે આગામી ત્રણ મહિનામાં લગ્ન કરી શકે છે. પરંતુ આ સમાચારને ઓફિશિયલ પુષ્ટિ મળી નથી. બોલિવૂડ એક્ટ્રેસ આથિયા શેટ્ટી અને કેએલ રાહુલે ગયા વર્ષે સોશિયલ મીડિયા પર તેમના સંબંધોને ઓફિશિયલ સ્વીકાર્યા હતા.

ત્રણ મહિનામાં કરી શકે છે લગ્ન

ઈન્ડિયા ટુડેના રિપોર્ટ મુજબ આથિયા શેટ્ટી અને કેએલ રાહુલ આગામી ત્રણ મહિનામાં લગ્ન કરી શકે છે અને બંનેના પરિવારે આ ગ્રાન્ડ વેડિંગની તૈયારીઓ શરૂ કરી દીધી છે. એવું કહેવાય છે કે બંનેના પરિવારના સભ્યો હાલમાં જ એકબીજાને મળ્યા હતા અને તેઓએ તે ફ્લેટ પણ જોયો હતો જ્યાં લગ્ન પછી રાહુલ અને આથિયા રહેવા જઈ રહ્યા છે. રાહુલના માતા-પિતા બેંગ્લોરથી આથિયાના પરિવારને મળવા માટે મુંબઈ આવ્યા હતા. કપલે તેમના પરિવારને તેમનું નવું ઘર બતાવ્યું, જ્યાં કન્સ્ટ્રક્શનનું કામ હજુ પણ ચાલી રહ્યું છે. લગ્ન બાદ બંને આ ઘરમાં શિફ્ટ થવાના છે.

આ પણ વાંચો

અહીં જુઓ આથિયા અને કેએલ રાહુલનો સુંદર ફોટો

ધામધૂમથી થશે બંનેના લગ્ન

આથિયા અને કેએલ રાહુલના લગ્ન ત્રણ મહિનામાં મુંબઈમાં થઈ શકે તેવી શક્યતા છે. આ લગ્ન ખૂબ જ ગ્રાન્ડ રીતે મુંબઈની ફાઈવ સ્ટાર હોટેલમાં થઈ શકે છે અને લગ્નની તૈયારીઓની અરેન્જમેન્ટ પોતે દુલ્હન એટલે કે આથિયા શેટ્ટી જોઈ રહી છે. અથિયાએ પોતાની ફિલ્મોથી દર્શકોને એન્ટરટેઈનમેન્ટ કર્યું છે.

અહાન શેટ્ટીની ફિલ્મની સ્ક્રીનિંગમાં જોવા મળ્યો હતો કેએલ રાહુલ

આથિયા અને રાહુલ ત્રણ વર્ષથી વધુ સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. ગયા વર્ષે પોતાના સંબંધોને દુનિયાની સામે સ્વીકાર્યા હતા. જ્યારે ક્રિકેટર કેએલ રાહુલ પરિવાર સાથે અહાન શેટ્ટીની પહેલી ફિલ્મ ‘તડપ’ની સ્ક્રીનિંગમાં સામેલ થયો હતો. સ્ક્રિનિંગમાં હાજર મીડિયા કેમેરાની સામે રાહુલ અને આથિયાના ફોટો માટે પોઝ પણ આપ્યા હતા.

જાણો સુનીલ શેટ્ટીએ શું કહ્યું

આ વર્ષે એપ્રિલમાં પણ આથિયા અને કેએલ રાહુલના લગ્નની અફવાઓએ જોર પકડ્યું હતું. તે સમયે કહેવામાં આવી રહ્યું હતું કે બંને ડિસેમ્બરમાં લગ્નના બંધનમાં બંધાઈ શકે છે. પરંતુ સુનીલ શેટ્ટીએ અફવાઓ પર પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે તે મારી પુત્રી છે અને હું ઈચ્છું છું કે મારા પુત્રના પણ લગ્ન થઈ જાય, જેટલાં વહેલાં થાય તેટલું સારું. તે તેમની પસંદ છે. જ્યાં સુધી કેએલ રાહુલની વાત છે, હું તે છોકરાને પ્રેમ કરું છું અને તે નક્કી કરવાનું છે કે તેઓ શું કરવા માંગે છે, કારણ કે સમય બદલાઈ ગયો છે. પુત્રી અને પુત્ર બંને જવાબદાર છે. હું ઈચ્છું છું કે તેઓ પોતે આ અંગે પોતનો નિર્ણય લે. મારા આશીર્વાદ હંમેશા તેમની સાથે છે.”

Follow Us
ગીરનારમાં યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાને રાખી સરકારે લીધો મોટો નિર્ણય
ગીરનારમાં યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાને રાખી સરકારે લીધો મોટો નિર્ણય
ગરમાગરમ પરોઠા પીરસવા આવ્યો 'વેટર 2.0', વીડિયો થયો 'Viral'
ગરમાગરમ પરોઠા પીરસવા આવ્યો 'વેટર 2.0', વીડિયો થયો 'Viral'
CNG ના ભાવમાં ₹3 નો વધારો! વાહનચાલકો અને મુસાફરો પર 'સીધી અસર'
CNG ના ભાવમાં ₹3 નો વધારો! વાહનચાલકો અને મુસાફરો પર 'સીધી અસર'
કચ્છમાં બેન્ક ખાતા ભાડે આપતી ગેંગનો પર્દાફાશ, ₹32 કરોડની કરી હેરાફેરી
કચ્છમાં બેન્ક ખાતા ભાડે આપતી ગેંગનો પર્દાફાશ, ₹32 કરોડની કરી હેરાફેરી
જો તમારી ગાડીમાં નંબર પ્લેટ નહી હોય તો પેટ્રોલ આપવામાં આવશે નહી
જો તમારી ગાડીમાં નંબર પ્લેટ નહી હોય તો પેટ્રોલ આપવામાં આવશે નહી
દક્ષિણ ગુજરાતમાં આજે બે થી ત્રણ જિલ્લામાં યલો એલર્ટ
દક્ષિણ ગુજરાતમાં આજે બે થી ત્રણ જિલ્લામાં યલો એલર્ટ
વેપારમાં પ્રગતિના નવા માર્ગો ખુલશે, કાર્યક્ષેત્રે માન-સન્માન વધશે
વેપારમાં પ્રગતિના નવા માર્ગો ખુલશે, કાર્યક્ષેત્રે માન-સન્માન વધશે
Trending Video: ચહેરા પર ઈનો અને ટૂથપેસ્ટ ઘસીને વાણંદે કર્યું 'ફેસિયલ'
Trending Video: ચહેરા પર ઈનો અને ટૂથપેસ્ટ ઘસીને વાણંદે કર્યું 'ફેસિયલ'
તલાટીઓની કામગીરીની સ્પષ્ટ વહેંચણી: રાજ્ય સરકારનો મોટો નિર્ણય
તલાટીઓની કામગીરીની સ્પષ્ટ વહેંચણી: રાજ્ય સરકારનો મોટો નિર્ણય
નક્ષત્રના આધારે અંબાલાલની આગાહી, 23થી 31 ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદ પડશે
નક્ષત્રના આધારે અંબાલાલની આગાહી, 23થી 31 ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદ પડશે
g clip-path="url(#clip0_868_265)">