અનન્યા પાંડેને એક્ટિંગ વારસામાં મળ્યો છે. સ્ટાર ચંકી પાંડેની પુત્રી અનન્યા બાળપણમાં ટીચર બનવાનું સપનું જોતી હતી, પરંતુ તેને ડાન્સ કરવાનો ખૂબ શોખ હતો. નાનપણથી જ તેણે અરીસાની સામે ઉભા રહીને ગાવાનું અને ડાન્સ કરવાનું શરૂ કરી દીધું હતું. અનન્યાએ હાલમાં જ તેના બાળપણનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે માત્ર ગીતો ગાતી જોવા મળી રહી છે, પરંતુ તેણે ‘કભી અલવિદા ના કહેના’ ગીતના હૂક સ્ટેપ પણ કરીને બતાવ્યા છે.
અનન્યા પાંડેએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બાળપણનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે શાહરૂખ ખાનના ગીતો પર ડાન્સ કરતી અને ગાતી જોવા મળી રહી છે. અનન્યા પાંડેએ આ વીડિયોને તેના લાઈફનું ટ્રેલર અને ફરાહ ખાન માટે સીક્રેટ ઓડિશન ગણાવ્યું હતું.
વીડિયોમાં અનન્યાના પિતા ચંકી પાંડે, માતા ભાવના પાંડે અને નાની બહેન રિસા પાંડે જોવા મળે છે. રીસા એ વખતે ઘણી નાની હતી. વીડિયોમાં તે બેડ પર સૂતી જોવા મળે છે. અનન્યા ડ્રેસિંગ ટેબલની સામે ઊભી રહીને તેના માતા-પિતા માટે પરફોર્મ કરતી જોવા મળે છે.
અનન્યાએ માત્ર ‘મેં હૂં ના’નું ટાઈટલ ટ્રેક જ ગાયું નથી, પરંતુ ‘તુમસે મિલ્કે દિલ કા’, અને ‘ઈટ્સ ધ ટાઈમ ટુ ડિસ્કો’ ગીતો પણ ગાયા છે. તેણે ‘કભી અલવિદા ના કહેના’ ગીતનું હૂક સ્ટેપ પણ કર્યો હતો. વીડિયોમાં અનન્યા તેના માતા-પિતાના સવાલોના જવાબ પણ ખૂબ જ પ્રેમથી આપતી જોવા મળે છે. જ્યારે માતાએ અનન્યા પાંડેને પૂછ્યું કે તે મોટી થઈને શું બનવા માંગે છે, ત્યારે અનન્યાએ કહ્યું કે તે હિન્દી અને અંગ્રેજી શિક્ષક બનશે.
અનન્યા પાંડેએ કરણ જોહરની ફિલ્મ ‘સ્ટુડન્ટ ઓફ ધ યર 2’થી કરિયરની શરૂઆત કરી હતી. હવે તે ફિલ્મ ‘કંટ્રોલ’ અને The Untold Story of C Sankaran Nairમાં જોવા મળશે.
આ પણ વાંચો: અંદાજ 2માં ના અક્ષય – ના પ્રિયંકા, ત્રણ નવા ચહેરા થયા સાઈન, સુરતમાં થશે શૂટિંગ
એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો