પુષ્પા 2ના મ્યુઝિક રાઈટ્સ જેટલામાં વેચાયા, એટલામાં તો અજય દેવગનની ફિલ્મ શેતાન બની ગઈ

સુપરસ્ટાર અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા 2ની સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે. ફિલ્મનું ટીઝર પણ સામે આવી ચુક્યું છે. ત્યારે પુષ્પા 2'ના મ્યુઝિક રાઇટ્સ જેટલા વેચાયા હતા તેટલા જ અજય દેવગનની 'શેતાન'બની ગઈ છે.

પુષ્પા 2ના મ્યુઝિક રાઈટ્સ જેટલામાં વેચાયા, એટલામાં તો અજય દેવગનની ફિલ્મ શેતાન બની ગઈ
Follow Us:
| Updated on: Apr 12, 2024 | 4:08 PM

સુપરસ્ટાર અલ્લુ અર્જુનની અપકમિંગ ફિલ્મ પુષ્પા 2ને લઈ સતત લાઈમલાઈટમાં રહે છે. પુષ્પાની શાનદાર સફળતા બાદ ફિલ્મના બીજા પાર્ટનો ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હવે આ રાહ પુરી થવાની છે. 8 એપ્રિલના રોજ સુપરસ્ટારનો જન્મદિવસ હતો અને આજ દિવસે પુષ્પા 2નું ટીઝર શેર કર્યું હતુ. ફિલ્મના ટીઝરને જોઈ ચાહકોનો ઉત્સાહ વધ્યો છે. આ વચ્ચે ફિલ્મને લઈ નવી અપટેડ સામે આવી છે.

મ્યુઝિક રાઈટ્સ પર અંદાજે 60 કરોડ રુપિયાનો ખર્ચો

મળતી જાણકારી મુજબ ટી-સીરિઝે પુષ્પા 2ના ઓડિયો રાઈટ્સ પોતાના નામે કર્યા છે. ભૂષણ કુમારની કંપનીએ તમામ ભાષાઓમાં મ્યુઝિક રાઈટ્સ પર અંદાજે 60 કરોડ રુપિયાનો ખર્ચો કર્યો છે. આવું પહેલી વખત થયું છે જ્યારે અલ્લુ અર્જુનની કોઈ ફિલ્મના ગીતોના રાઈટ્સ માટે આટલી મોટી રકમ થઈ હોય. માનવામાં આવી રહ્યું છે કે, ફિલ્મના ગીત શાનદાર હશે. અને ફિલ્મમાં એક-બે આઈટમ ગીત પણ હશે.

નારિયેળની છાલને ફેંકશો નહીં, દાંતથી લઈ વાસણ ચમકાવા માટે છે ઉપયોગી
RCB vs CSK મેચમાં 'મિસ્ટ્રી ગર્લ'એ કર્યો જબરદસ્ત ડાન્સ, વીડિયો વાયરલ
ઉનાળામાં પેટમાં એસીડિટીથી રાહત મેળવવા માટે કરો આ ઉપાય
બિહારી અને ઈન્દોરી પૌઆમાં શું અંતર છે? સ્વાદના ચટાકાથી જ તમે જાણી શકશો
ધર્મેન્દ્ર થી જાહ્નવી કપૂર સુધી, મુંબઈના મતદાન મથકો પર ચમક્યું બોલિવૂડ
પહેલા મગર તો હવે સાપ વાળો નેકલેસ પહેરી Cannesમાં ઉતરી ઉર્વશી રૌતેલા, જુઓ-Photo

10 દિવસના શૂટિંગ બાદ પરફેક્ટ સીન શૂટ થયો

આ સિવાય એવા પણ સમાચાર છે કે, પુષ્પા 2માં 6 મિનિટના એક સિક્વન્સ છે. નિર્માતાઓએ તેને શૂટ કરવામાં 10 દિવસનો સમય લીધો હતો. 10 દિવસના શૂટિંગ બાદ પરફેક્ટ સીન શૂટ થયો હતો. આ સીન ખુબ ખાસ રહેશે. આ સીન પર મેકર્સે 60 કરોડ રુપિયાનો ખર્ચો પણ કર્યો છે. અલ્લુ અર્જુનની આ ફિલ્મ મોટા બજેટની છે. ફિલ્મમાં દરેક વસ્તુ પર ખુબ ધ્યાન આપવામાં આવ્યું છે.

અલ્લુ અર્જુનની પુષ્પા 2ને સુકુમારે ડાયરેક્ટ કરી

તમને જણાવી દઈએ કે, ડીએસપીએ ફિલ્મના બંન્ને પાર્ટસના મ્યુઝિક તૈયાર કર્યા છે. ચાહકો ફિલ્મની સાથે સાથે હવે પુષ્પા 2ના ગીતની પણ રાહ જોઈ રહ્યા છે. અલ્લુ અર્જુનની પુષ્પા 2ને સુકુમારે ડાયરેક્ટ કરી છે. ફિલ્મમાં રશ્મિકા મંદાના લીડ રોલમાં જોવા મળશે. મેકર્સ રશ્મિકાના લુકનું પોસ્ટર પહેલા જ શેર કરી દીધું છે.

આ પણ વાંચો : અમદાવાદમાં થયો છે આનંદ પંડિતનો જન્મ, ગુજરાતી ફિલ્મથી લઈ બોલિવુડ, સાઉથની ફિલ્મોમાં કરી ચૂક્યા છે કામ

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">