કલ્કિ કૃષ્ણમૂર્તિના 1955ની ઐતિહાસિક કથા ઉપન્યાન પર આધારિત આ ફિલ્મ પોન્નિયિન સેલવન 1 દક્ષિણના એક શક્તિશાળી રાજા અરુલમોજી (જયમ રવિ)વર્મનના શરુઆતના દિવસની વાર્તા છે. જે આગળ જઈને મહાન ચૌલ સમ્રાટ રાજરાજ ચૌલ પ્રથમ બન્યા હતા. જયમ રવિને આશા છે કે જ્યારે પણ આ ફિલ્મનો બીજો ભાગ બનશે તો તેમને પણ મોટી ભૂમિકા આપવામાં આવશે. કાર્થી આ ફિલ્મમાં એક બહાદુર અને સાહસી યોદ્ધા વંથિયાથેવનની ભૂમિકામાં દેખાયા. એક ઈન્ટરવ્યૂમાં તેમણે કહ્યુ – મને ગર્વ છચે કે હું ખુબ મોટી ફિલ્મનો ભાગ છું.
અલ્લિરાજા સુબાસ્કરનના બેનર લાઈકા પ્રોડક્શન્સના સહયોગથી બનેલી ફિલ્મ પોન્નિયિન સેલવન 1 તમિલ, તેલુગુ, હિન્દી, કન્નડ અને મલયાલમ ભાષામાં રિલીઝ થઈ છે. પ્રખ્યાત સંગીતકાર એઆર રહેમાનને આ ફિલ્માં સંગીત આપ્યુ છે. રવિ વર્મનને આ ફિલ્મમાં સિનેમેટોગ્રાફી કરી છે.
હાલમાં રિલીઝ થયેલી ફિલ્મ ગુડ બાય બોક્સ ઓફિસ પર ખાસ પ્રદર્શન કરી શક્યુ નથી. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને રશ્મિકા મંદાના જેવા કલાકરો એ કામ કર્યુ છે. રિપોર્ટ અનુસાર આ ફિલ્મે શુક્રવાર અને શનિવારે માત્ર 1.5 કરોડની કમાણી કરી છે. ફિલ્મના રિવ્યૂ સારા છે પણ તેની કમાણીમાં આ ફિલ્મ પાછળ રહી ગઈ હતી. આ ફિલ્મથી રશ્મિકા મંદાનાએ બોલિવૂડમાં ડેબ્યૂ કર્યુ છે.