ચોથા સપ્તાહમાં The Kashmir Files કલેકશનો ગ્રાફ ઘટ્યો, જાણો ફિલ્મે અત્યાર સુધીમાં કેટલા કરોડની કરી કમાણી ?

એસએસ રાજામૌલીની 'RRR' અનુપમ ખેરની ફિલ્મ 'ધ કશ્મીર ફાઈલ્સ'ને હલાવી શકી નહીં.જો કે ચોથા સપ્તાહમાં 'ધ કશ્મીર ફાઈલ્સ'ના ક્લેશનમાં થોડી અસર જોવા મળી.

ચોથા સપ્તાહમાં The Kashmir Files કલેકશનો ગ્રાફ ઘટ્યો, જાણો ફિલ્મે અત્યાર સુધીમાં કેટલા કરોડની કરી કમાણી ?
The Kashmir Files Box Office collection
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 03, 2022 | 11:08 AM

વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ (The Kashmir Files) પહેલા અઠવાડિયાથી ત્રીજા અઠવાડિયા સુધી થિયેટરોમાં પોતાની મજબૂત પકડ જાળવી રહી હતી. પરંતુ ચોથા અઠવાડિયે ફિલ્મના ક્લેશનમાં (The Kashmir Files Collection)  ઘટાડો જોવા મળ્યો છે. તમને જણાવી દઈએ કે, એસએસ રાજામૌલીની હાઈ બજેટ ફિલ્મ ‘RRR’ પણ અનુપમ ખેરની ફિલ્મ ધ કશ્મીર ફાઈલ્સને હલાવી શકી નહીં. હવે ચોથા સપ્તાહમાં જ્હોન અબ્રાહમની ‘એટેક’થી(Attack)  ધ કાશ્મીર ફાઇલ્સની કમાણીનો ગ્રાફ નીચે જતો જણાય છે. આ ફિલ્મે અત્યાર સુધીમાં કુલ 239 કરોડ 78 લાખ રૂપિયાની કમાણી કરી છે.

શું સપ્તાહના અંતે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ની કમાણી વધશે ?

માનવામાં આવી રહ્યું છે કે વીકએન્ડના કારણે ફિલ્મ બોક્સ ઓફિસ (Box Office) પર કમાણીના મામલે ફરી એકવાર ઉભી રહી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ દરમિયાન કાશ્મીર ફાઇલ્સ 6 થી 7 કરોડ એકત્ર કરી શકે છે.આ સાથે વિવેક અગ્નિહોત્રી આ ફિલ્મને OTT પર લાવવાની તૈયારીમાં છે. ફિલ્મ જેટલી રોમાંચક રીતે સફળ રહી છે, તે OTT પર પણ સારું પ્રદર્શન કરશે તેવી અપેક્ષા છે.

શું નીતા અંબાણીથી વધારે અમીર છે સાસુ કોકિલાબેન? આટલા કરોડના છે માલિક
ઘરમાં પોતું મારતી વખતે પાણીમાં ઉમેરો આ વસ્તુ, માખી-મચ્છર રહેશે ઘરથી દૂર
સારા તેંડુલકર આ સગાઈથી ખુશ છે, જુઓ ફોટો
રાહુ મીન રાશિમાં સ્થિત છે,આ રાશિના જાતકોને આગામી 376 દિવસમાં ફાયદો થશે
હજારો રોગોનો રામબાણ ઈલાજ કરતી ગિલોય ઘરે જ ઉગાડો, આ રીત અપનાવો
શું તમે જાણો છો દાંત પર કેટલી મિનીટ સુધી બ્રશ કરવું જોઈએ ?

વિવેક અગ્નિહોત્રીની ફિલ્મનુંઅત્યાર સુધીનુ કલેક્શન

તમને જણાવી દઈએ કે, ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સે ઓપનિંગ ડે પર 3.55 કરોડ રૂપિયાની કમાણી કરી હતી, ત્યારબાદ ઓપનિંગ વિકેન્ડમાં 27.15 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો.આ ઉપરાંત ધ કાશ્મીર ફાઇલ્સે પહેલા અઠવાડિયામાં 97.30 કરોડ રૂપિયાની કમાણી કરી હતી,જ્યારે બીજા સપ્તાહમાં ફિલ્મનું કલેક્શન 207.33 કરોડ રૂપિયા હતું. આ ફિલ્મે ત્રીજા અઠવાડિયે 238.28 કરોડનું કલેક્શન કર્યું હતું, જેથી ફિલ્મનું અત્યાર સુધીનું કલેક્શન 239.78 કરોડ રહ્યું છે.

જોન અબ્રાહમની ફિલ્મ ‘અટેક’ રિલીઝ થઈ

તમને જણાવી દઈએ કે, આ અઠવાડિયે જ્હોન અબ્રાહમની ફિલ્મ ‘અટેક’ પણ રીલિઝ થઈ ગઈ છે, ફિલ્મે ઓપનિંગ ડે પર 3.51 કરોડ રૂપિયાની કમાણી કરી છે. તરણ આદર્શે ફિલ્મની કમજોર કમાણી અંગેની સ્થિતિ જણાવતા કહ્યું કે પ્રથમ દિવસે ફિલ્મની કમાણી ખૂબ જ સારી છે.

આ પણ વાંચો : ડાયમંડ રિંગ્સને લઈને જેકલીન ફર્નાન્ડીઝ થઈ ટ્રોલ, યુઝર્સ સુકેશ ચંદ્રશેખર સાથે જોડી રહ્યા છે અભિનેત્રીનું નામ

Latest News Updates

બોરવેલમાં ખાબકેલા બાળકોને બચાવવા વિદ્યાર્થીઓએ તૈયાર કર્યુ ખાસ યંત્ર
બોરવેલમાં ખાબકેલા બાળકોને બચાવવા વિદ્યાર્થીઓએ તૈયાર કર્યુ ખાસ યંત્ર
હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં ભરઉનાળે ખાબક્યો વરસાદ
હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં ભરઉનાળે ખાબક્યો વરસાદ
નવસારી નજીક દાંડીના દરિયામાં 6 લોકો ડૂબ્યા
નવસારી નજીક દાંડીના દરિયામાં 6 લોકો ડૂબ્યા
રાજ્યમાં વરસાદને લઈને અંબાલાલ પટેલની આગાહી
રાજ્યમાં વરસાદને લઈને અંબાલાલ પટેલની આગાહી
પંચમહાલ : NEET પરીક્ષા ચોરી કૌભાંડ કેસમાં વધુ બે આરોપીની અટકાયત
પંચમહાલ : NEET પરીક્ષા ચોરી કૌભાંડ કેસમાં વધુ બે આરોપીની અટકાયત
હિન્દુવાદી નેતાઓને ધમકી આપવાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ
હિન્દુવાદી નેતાઓને ધમકી આપવાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ
અમરેલી ભાજપમાં વિવાદ વધુ ઉગ્ર, કાછડિયા પર ભરત સૂતરિયાના આકરા પ્રહાર
અમરેલી ભાજપમાં વિવાદ વધુ ઉગ્ર, કાછડિયા પર ભરત સૂતરિયાના આકરા પ્રહાર
કેરી રસિકો માટે માઠા સમાચાર, 10 કિલો કેરીનીં કિંમત રું.1500 પહોંચી
કેરી રસિકો માટે માઠા સમાચાર, 10 કિલો કેરીનીં કિંમત રું.1500 પહોંચી
ધોરણ-10ના 117 જેટલા વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર ન થયુ
ધોરણ-10ના 117 જેટલા વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર ન થયુ
NEET પરીક્ષા ચોરીકાંડના મુખ્ય આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજૂર
NEET પરીક્ષા ચોરીકાંડના મુખ્ય આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજૂર
g clip-path="url(#clip0_868_265)">