ગર્લફ્રેન્ડને ઈમ્પ્રેસ કરવા માટે સલમાન ખાનના પિતા સલીમ ખાનને ધમકી આપી, પોલીસે મહિલાની અટકાયત કરી
બોલિવુડ અભિનેતા સલમાન ખાનના પિતાને એક મહિલાએ ધમકી આપી છે. સલીમ ખાન સવારે ગેલેક્સી એપોર્ટમેન્ટ બહાર મોર્નિંગ વોક કરી રહ્યા હતા. તે દરમિયાન સ્કુટી પર આવેલા 2 લોકો અને મહિલાએ કહ્યું શું લોરેન્સ બિશ્નોઈને મોકલું,
બોલિવુડ અભિનેતા સલમાન ખાનના પિતા સલીમ ખાનને ધમકી મળી છે. જાણકારી મુજબ બુરખામાં આવેલી મહિલાએ સલીમ ખાનને ધમકી આપી છે. લોરેન્સ બિશ્નોઈના નામ પર તેને ધમકી મળી છે. કહેવામાં આવી રહ્યું છે કે, મહિલા સ્કુટી પર આવી હતી. તેમણે બોલિવુડ અભિનેતાના પિતાને ધમકી આપી છે.હાલમાં મુંબઈના બાંદ્રા પોલીસ સ્ટેશનમાં મહિલા વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.
આ સમગ્ર ઘટના 18 સપ્ટેમબરની છે. જ્યારે સલમાન ખાનના પિતા સલીમ ખાન મોર્નિંગ વોક કરવા ગેલેક્સી એપાર્ટમેન્ટ બહાર નીકળ્યા હતા. આ દરમિયાન એક મહિલા સલીમ ખાન પાસે જાય છે અને તેને ધમકી આપી ફરાર થઈ જાય છે. મહિલાએ બુરખો પહેર્યો હતો. હાલમાં આ મુંબઈના બાંદ્રા પોલીસ સ્ટેશનમાં આ મહિલા વિરુદ્ધ કેસ નોંધવામાં આવી છે. ગર્લફ્રેન્ડને ઈમ્પ્રેસ કરવા માટે સલમાન ખાનના પિતા સલીમ ખાનને ધમકી આપી હતી. પોલીસે મહિલાની અટકાયત કરી છે.
સલમાન ખાનના ઘર ગેલેક્સી એપોર્ટમેન્ટ પર થયું હતુ ફાયરિંગ
સલમાન ખાનના બાંદ્રા સ્થિત ઘર ગેલેક્સી એપોર્ટમેન્ટ પર 14 એપ્રિલના રોજ 2 બાઈક સાવરે ગોળીબાર કર્યો હતો.ત્યારબાદ પોલીસે આઈપીસીની કલમ 307 (હત્યાનો પ્રયાસ) હેઠળ એફઆઈઆર નોંધી હતી. પોલીસે આ મામલે 16 એપ્રિલના રોજ ગુપ્તા અને પાલની ગુજરાતના ભુજમાંથી ધરપકડ કરવામાં આવી હતી.
Gunshots heard outside #SalmanKhan‘s #GalaxyApartment early this morning, #MumbaiPolice launched probe into the incident#TV9News pic.twitter.com/yqCUfKXztB
— Tv9 Gujarati (@tv9gujarati) April 14, 2024
આ ફાયરિંગમાં ઉપયોગમાં લેવામાં આવનાર બંદુક સુરતની તાપી નદીમાંથી મળી આવી હતી. હવે તેના પિતાને પણ ધમકી મળી છે.
બોલિવુડ સુપરસ્ટાર સલમાન ખાન ગુરુવારના રોજ મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યો હતો. હાઈ સિક્યોરિટી વચ્ચે સલમાન ખાનનો કાફલો એરપોર્ટ પર પહોંચ્યો હતો. બોલિવુડ સ્ટાર ગાડીમાંથી બહાર આવતા થોડી પરેશાની પણ થઈ હતી. અભિનેતા છેલ્લા કેટલાક સમયથી પાંસળીની ઈજા સાથે પીડાય રહ્યો છે.
View this post on Instagram
કોણ છે લોરેન્સ બિશ્નોઈ
લોરેન્સ બિશ્નોઈની પાછળ ઘણા ગેંગસ્ટરના ચહેરા છુપાયેલા છે. પૈસા વડે સત્તા કેવી રીતે મેળવી શકાય તેની કળા શીખી અને અન્ય ગુંડાઓ સાથે જોડાઈને તેણે હથિયારોની મદદથી ખંડણીનું નેટવર્ક સમગ્ર દેશમાં ફેલાવ્યું. આ જ કારણસર આજે જેલમાં હોવા છતાં તે દેશમાં તેના ફેલાયેલા નેટવર્કના આધારે ગુંડાગીરી આચરવામાં સક્ષમ છે.લોરેન્સ બિશ્નોઈ સલમાન ખાનને પણ ધમકી આપી ચૂક્યો છે અને સિદ્ધુ મુસેવાલાની હત્યા કેસમાં પણ સામેલ છે.