Dimple Hayathi : તેલુગુ ફિલ્મ અભિનેત્રી ડિમ્પલ હયાથી અને તેના મિત્ર વિરુદ્ધ ભારતીય પોલીસ સેવા (આઈપીએસ) અધિકારીના વાહનને નુકસાન પહોંચાડવા બદલ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે મંગળવારે આ માહિતી આપી હતી. અભિનેત્રી ડિમ્પલ હયાથી અને તેના પુરુષ મિત્ર પર ડેપ્યુટી પોલીસ કમિશનર (ટ્રાફિક-1) રાહુલ હેગડેના પોલીસ વાહનને જાણી જોઈને નુકસાન પહોંચાડવાનો આરોપ લગાવ્યો છે.
અધિકારીના ડ્રાઈવર દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ અનુસાર 14 મેના રોજ પોશ જ્યુબિલી હિલ્સ વિસ્તારમાં એક એપાર્ટમેન્ટના બેઝમેન્ટમાં નિર્ધારિત પાર્કિંગમાં વાહન પાર્ક કરવામાં આવ્યું હતું ત્યારે તેને નુકસાન થયું હતું. ફરિયાદીએ જણાવ્યું હતું કે, કારને નુકસાન પહોંચાડ્યા બાદ અભિનેત્રીએ જાણીજોઈને વાહનની નજીક મૂકવામાં આવેલા ટ્રાફિક કોન પર લાત મારી હતી, જે સીસીટીવી કેમેરામાં રેકોર્ડ થઈ ગઈ હતી. આ ઘટના બાદ ડ્રાઈવરે ફરિયાદ નોંધાવી અને તેના આધારે પોલીસે 17 મેના રોજ સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો, અધિકારીએ જણાવ્યું.
The statement of the DCP.
A case has been booked against Tollywood actor #DimpleHayathi , U/s 353, 341, 279 of the IPC. Notice served to #DimpleHayati by @shojubileehillsShe was seen kicking cones recorded on CCTv, but haven’t seen yet her car hitting the DCPs car.#Hyderabad pic.twitter.com/iCSpWBBQ2S
— Surya Reddy (@jsuryareddy) May 23, 2023
તેણે જણાવ્યું કે, તપાસ અધિકારીએ સોમવારે ડિમ્પલ હયાથી અને તેના મિત્રને પોલીસ સ્ટેશન બોલાવ્યા અને પૂછપરછ બાદ બંનેને ફોજદારી પ્રક્રિયા સંહિતા (CrPC)ની કલમ 41A હેઠળ નોટિસ આપી છે. આ દરમિયાન રાહુલ હેગડેએ મીડિયાકર્મીઓને જણાવ્યું હતું કે, આરોપીઓ તેમની કારનો રસ્તો રોકીને (કથિત રીતે તેમની કાર રસ્તામાં પાર્ક કરીને) વારંવાર તેમને અસુવિધા પહોંચાડી રહ્યા હતા.