ગુજરાતી સાડી, ગળામાં મંગલસૂત્ર અને માથે સિંદૂર, અંબાણી પરિવારની નાની વહુ ગણેશ પૂજામાં લાગી નિતા અંબાણીની કોપી
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ ગણેશ ચતુર્થીના અવસર પર લગ્ન પછી પહેલીવાર ગણપતિ પૂજા હતી. આ ખાસ અવસર પર બંનેએ અંબાણી હાઉસ એટલે કે એન્ટિલિયામાં બાપ્પાની મૂર્તિ પણ સ્થાપિત કરી છે. ગણેશ પૂજાના મેગા ઈવેન્ટમાંથી રાધિકા મર્ચન્ટની એક ઝલક સામે આવી છે, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.
અંબાણી પરિવારમાં દરેક તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. ત્યારે હાલ ગણેશ ચતુર્થીના દિવસે અંબાણી પરિવારે પણ બાપ્પાનું સ્વાગત કર્યું હતુ. આ દરમિયાન ગણેશ પૂજા પણ ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવી છે. દર વર્ષે આખો પરિવાર બાપ્પાને આવકારે છે. પંડાલ સજાવે છે, જ્યાં બોલિવૂડથી લઈને વિવિધ ઈન્ડસ્ટ્રીઝના પ્રખ્યાત લોકો બાપ્પાના આશીર્વાદ લેવા આવે છે. ત્યારે આ વખતની ગણેશ પૂજાના નવ વધુ રાધિકા અંબાણી પોતાની સાસુ નીતા અંબાણીની જેમ સાડી, માંથામાં સિંદૂર અને જ્વેલરીથી સજી ખુબ જ સુંદર લાગી રહી હતી.
અંબાણી પરિવારમાં ગણેશ સ્થાપના
આ દરમિયાન અંબાણી પરિવારના દરેક સભ્ય બાપ્પાની પૂજા કરતા જોવા મળ્યા હતા . આ વર્ષે આ તહેવાર પરિવાર માટે વધુ ખાસ છે કેમ કે આ વખતે અનંત અને રાધિકાની પ્રથમ ગણેશ પૂજા છે. બંને લગ્ન પછી પહેલીવાર પતિ-પત્ની તરીકે સાથે ગણપતિ પૂજા કરી હતી. આ ખાસ અવસર પર બંનેએ જાતે જ બાપ્પાનું ભવ્ય સ્વાગત કર્યું અને ઢોલના નાદ વચ્ચે ઘરે શણગારેલા પંડાલમાં બાપ્પાની સ્થાપના કરી હતી. હવે આખો પરિવાર ગણેશ પૂજામાં વ્યસ્ત છે.
View this post on Instagram
રાધિકા મર્ચન્ટ અદ્ભુત દેખાતી હતી
ગણપતિ પૂજાના આ ખાસ અવસર પર ગઈકાલે સાંજે સિતારાઓ મેળો પણ ભરાયો હતો અને અંબાણી પરિવારે કોઈની યજમાની કરવામાં કોઈ કસર છોડી ન હતી. આ દરમિયાન અંબાણી પરિવારની નાની વહુ રાધિકા મર્ચન્ટની પણ એક ઝલક સામે આવી. તે સંપૂર્ણપણે પરિણીત મહિલાના અવતારમાં જોવા મળી હતી. અંબાણી પરિવારની નાની વહુ તેના વાળમાં સિંદૂર, ગળામાં મંગળસૂત્ર અને ભારે રંગબેરંગી સિલ્કની સાડી પહેરીને ખૂબ જ સુંદર લાગતી હતી. તેણે હેવી જ્વેલરી અને સ્લીક બન સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો. રાધિકા મર્ચન્ટના આ અવતારમાં તેની સાસુ નીતા અંબાણીની ઝલક જોવા મળી હતી. તે સાવ સાસુ જેવા પોશાક પહેરેલી દેખાતી હતી. નીતા અંબાણી પણ તેમના નાના પુત્ર અને પુત્રવધૂ સાથે જોવા મળી હતી. નીતા અંબાણી પણ બ્લુ ગુજરાતી સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.