VIDEO : કેજરીવાલ ગુજરાત પહોંચે તે પહેલા જ વિરોધ, રાજકોટમાં AAP ને હિન્દુ વિરોધી દર્શાવતા પોસ્ટર લાગ્યા
આ બેનરમાં કેજરીવાલના ફોટા સાથેના બેનરમાં ''હું બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, રામ, કૃષ્ણને ભગવાન માનીશ નહિ'' તેવું લખવામાં આવ્યું છે. રાજકોટમાં ચૂંટણી પહેલાં બેનર-પોસ્ટર યુદ્ધ શરૂ થયા હોય તેવુ લાગી રહ્યું છે.
દિલ્લીના (Delhi) પ્રધાનનો વીડિયો સામે આવ્યા બાદ રાજકોટમાં કેજરીવાલ (Arvind kejriwal) પર કટાક્ષ કરતા પોસ્ટર લાગ્યા છે. જેમાં કેજરીવાલનો ધાર્મિક પહેરવેશવાળો એક ફોટો એડિટ કરીને લગાવાયો છે. અને તેમાં હિન્દુ દેવી-દેવતાઓને ન માનતા હોવાનું લખાણ લખવામાં આવ્યું છે. પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે ” હું બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને રામ, કૃષ્ણને ભગવાન માનીશ નહીં ” અન્ય એક પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે “આ છે આમ આદમી પાર્ટીના (AAm Admi Party) શબ્દો અને સંસ્કાર”. આવું લખીને કટાક્ષ કરવાનો ઉદ્દેશ એ જ છે કે ગઈકાલે ગઈકાલે કેજરીવાલની દિલ્લી સરકારના પ્રધાન રાજેન્દ્ર પાલનો (Rajendra pal) એક વીડિયો સામે આવ્યો હતો. જેમાં તેઓ હિન્દુ-દેવી દેવતાઓને ન માનવાના શપથ લેવડાવતા જોવા મળ્યા હતા. વીડિયો વાયરલ થયા બાદ ગુજરાતનું રાજકારણ પરાકાષ્ઠાએ પહોંચ્યું છે.
આ બેનરમાં કેજરીવાલના ફોટા સાથેના બેનરમાં ”હું બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, રામ, કૃષ્ણને ભગવાન માનીશ નહિ” તેવું લખવામાં આવ્યું છે. રાજકોટમાં ચૂંટણી પહેલાં બેનર-પોસ્ટર યુદ્ધ શરૂ થયા હોય તેવુ લાગી રહ્યું છે.
જનતાની લાગણીઓ સાથે રમત કરવાનું બંધ કરો : જીતુ વાઘાણી
દિલ્લીની AAP સરકારના પ્રધાન રાજેન્દ્રપાલ ગૌતમના ધર્માંતરણના વીડિયો મુદ્દે ગુજરાત ભાજપે (BJP) વિરોધ દર્શાવ્યો છે. ગુજરાત સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ (Jitu VaghanI) AAP નેતા પર વાર કરતા કહ્યું કે, “AAPના ચાવવાના અને બતાવવા દાંત અલગ છે, કેજરીવાલની (Arvind kejriwal) નાટક મંડળીનો ચહેરો ખુલ્લો પડ્યો છે, AAPએ હિન્દુ સમાજ પર થૂંકવાનું કામ કર્યું છે, તો બીજી તરફ જીતુ વાઘાણીએ ચેતવણી આપતા કહ્યું કે, “જનતાની લાગણીઓ સાથે રમત કરવાનું બંધ કરો અને હિન્દુ સમાજની સહનશક્તિની પરીક્ષા ન લો, વધારે પરીક્ષા લેશો તો સહન નહીં કરી શકો”.
(વીથ ઈનપૂટ -રોનક મજેઠિયા, રાજકોટ)