ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે થોડા જ દિવસ બાકી છે. ત્યારે દરેક પક્ષ પોતાના કામગીરીના પ્રચાર કરી રહ્યા છે. ત્યારે ગૃહ પ્રધાન અમિત શાહે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કારણે ગુજરાતમાં પાણીની સમસ્યા હલ થઇ હોવાનો એક એનિમેશન વીડિયો ટ્વીટ કર્યો છે અને જણાવ્યુ છે કે 21 વર્ષ પહેલા પાણીના પ્રત્યેક બુંદ માટે તરસતા ગુજરાતના દરેક ઘરને આજે નળથી જળ મળી રહ્યું છે. તેમણે ટ્વીટ કરીને લખ્યુ છે કે ગુજરાતમાંથી જળસંકટ દૂર કરવા માટે મોદીજીની દૂરદર્શિતા અને પરિશ્રમ દર્શાવતો આ વીડીયો દરેક દેશવાસીઓએ અને ખાસ કરીને ગુજરાતની યુવા પેઢીએ અવશ્ય જોવો જોઈએ.
21 વર્ષ પહેલા પાણીના પ્રત્યેક બુંદ માટે તરસતા ગુજરાતના દરેક ઘરને આજે નળ થી જળ મળી રહ્યું છે.
ગુજરાતમાંથી જળસંકટ દૂર કરવા માટે મોદીજીની દૂરદર્શિતા અને પરિશ્રમ દર્શાવતી આ વીડીયો દરેક દેશવાસીઓએ અને ખાસ કરીને ગુજરાતની યુવા પેઢીએ અવશ્ય જોવી જોઈએ. pic.twitter.com/Oh0bhGjTN3
— Amit Shah (@AmitShah) November 8, 2022
ગુજરાતમાં અલગ અલગ યોજના અંતર્ગત પાણીની સમસ્યા હલ કરવામાં આવી છે. આ માટે ભાજપ સરકાર દ્વારા નર્મદા સરદાર સરોવર યોજના, સૌની યોજના, સુજલામ સુફલામ યોજના અંતર્ગત લોકોના ઘર સુધી પાણી પહોંચાડવાનું આયોજન કરવામાં આવ્યુ છે.
મહત્વનું છે કે ગુજરાતના ભૂતર્પૂવ મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના પાણીની અછતવાળા વિસ્તારો માટે અલગ-અલગ યોજનાઓ અમલમાં મૂકી હતી. જેમાં ઉત્તર ગુજરાત માટે સુજલામ-સુફલામ યોજનાને તથા સૌરાષ્ટ્ર માટે સૌની યોજના અમલમાં મૂકવામાં આવી હતી. જે પછી આજે ગુજરાતમાં પાણીનો પ્રશ્ન ઘણા મોટા પ્રમાણમાં હલ થયો છે. સૌની યોજના અંતર્ગત નર્મદાના પૂરના પાણી નર્મદા મુખ્ય કેનાલ અને સૌરાષ્ટ્ર શાખા નહેર મારફતે સૌરાષ્ટ્ર વિસ્તારની નદીઓ અને ડેમો સુધી પહોચાડવામાં આવે છે. સૌની યોજનાથી સૌરાષ્ટ્રના તમામ જળાશયોને નર્મદાના પાણીથી ભરવામાં આવી રહ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15મી ઓગસ્ટ 2019ના રોજ સમગ્ર દેશમાં જલ જીવન મિશનનો પ્રારંભ કરાવ્યો હતો. જેના અંતર્ગત વર્ષ ૨૦૨૪ સુધીમાં દેશના પ્રત્યેક ઘરમાં નળ થી શુધ્ધ પીવાનું જળ પહોંચે તે પ્રકારનું આયોજન હાથ ધરાયું છે. ગુજરાત સરકારના આયોજનબદ્ધ માળખાના પરિણામે આ લક્ષ્યાંકને વર્ષ 2022 સુધીમાં જ પૂર્ણ કરવાની દિશામાં કામગીરી હાથ ધરાઇ છે. જે હવે પૂર્ણતાના આરે છે. વર્ષ 2019માં જ્યારે નલ સે જલ અભિયાનની શરૂઆત થઇ ત્યારે 71 ટકા ગ્રામીણ વિસ્તારોમાં જ નળ થી જળ પહોંચતું હતું. પરતું જલ જીવન મિશન અંતર્ગતના નલ થી જલ અભિયાનના પરિણામે આજે રાજ્યના જિલ્લાઓ નલ થી જલ અંતર્ગત શુદ્ધ પીવાનું પાણી મેળવતા થયા છે.