Gujarat Election 2022: વાપીની ભૂમિ પરથી પીએમ મોદીએ વિરોધીઓ પર તાક્યુ નિશાન, કહ્યુ ગુજરાતને બદનામ કરનારા તત્વોને ગુજરાતમાં ક્યારેય જગ્યા ન હોય 

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 19, 2022 | 9:41 PM

Gujarat Assembly Election Live : ગુજરાતમાં આગામી ચૂંટણી બે તબક્કામાં યોજાશે. જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરના રોજ તથા બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરના રોજ યોજાશે. તેમજ મતગણતરી 8 ડિસેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે.ગુજરાત વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં યોજાશે.

Gujarat Election 2022: વાપીની ભૂમિ પરથી પીએમ મોદીએ વિરોધીઓ પર તાક્યુ નિશાન, કહ્યુ ગુજરાતને બદનામ કરનારા તત્વોને ગુજરાતમાં ક્યારેય જગ્યા ન હોય 
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022

ગુજરાત એસેમ્બલી ઈલેક્શન 2022 :ગુજરાત વિધાનસભા ચૂંટણીની મતદાન પ્રક્રિયાને હવે ગણતરીના જ દિવસો બાકી છે. ત્યારે પ્રચાર અભિયાન તેજ થયુ છે.  આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રચારની કમાન સંભાળતા દમણથી વાપી સુધી ભવ્ય રોડ શો કર્યો હતો. જેમા જંગી જનમેદની ઉમટી હતી. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાપીમાં જંગી જનસભા સંબોધી હતી. જેમા મોટી સંખ્યામાં લોકો પીએમને સાંભળવા પહોંચ્યા હતા. વડાપ્રધાને તેમના સંબોધનમાં જણાવ્યુ કે મત માગવાનું મારુ કર્તવ્ય છે અને મત આપવાનુ તમારુ કર્તવ્ય છે.  ગુજરાતમાં પ્રથમ તબક્કામાં 1લી ડિસેમ્બરે મતદાન યોજાશે. જેમા 89 બેઠકો પર મતદાન પ્રક્રિયા હાથ ધરાશે. જેમા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની તમામ બેઠકોનો સમાવેશ થાય છે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 19 Nov 2022 09:18 PM (IST)

    Gujarat Election 2022: ગુજરાતના યુવાનોને પીએમએ કરી અપીલ, વડીલોને પ્રણામ પહોંચાડજો

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુવાનોને  ઉદ્દેશીને જણાવ્યુ કે તમારે મારુ એક કામ કરવાનુ છે. તમારા ઘરે રહેલા વડીલોને કહેજો કે નરેન્દ્રભાઈ  આવ્યા હતા અને તમને પ્રણામ કહ્યા છે. વડાપ્રધાને કહ્યુ વડીલોના આશિર્વાદ જ મારા માટે સૌથી મોટી મૂડી છે.

  • 19 Nov 2022 09:12 PM (IST)

    Gujarat Election 2022: આદિવાસી માતાની કૂખે જન્મેલા મંગુભાઈ એમપીના રાજ્યપાલ બન્યા છે-પીએમ

    વડાપ્રધાને જણાવ્યુ કે આદિવાસી સમાજની દીકરી ભારતના સર્વોચ્ચ રાષ્ટ્રપતિ પદે બિરાજે છે. વડાપ્રધાને જણાવ્યુ કે આ ચૂંટણી સમયે સતર્ક રહેજો. ગુજરાતને બદનામ કરનારી ટોળકી અહીં ફરી રહી છે. દેશ અને દુનિયાના દેશોમાં ગુજરાતને બદનામ કરવાનુ ષડયંત્ર ચાલી રહ્યુ છે આવા લોકોથી ચેતજો. ગુજરાતને બદનામ કરનારા તત્વોને ગુજરાતમાં ક્યારેય જગ્યા ન હોય.

  • 19 Nov 2022 09:10 PM (IST)

    Gujarat Election 2022: બહેનોને ઉજ્જવલા યોજના દ્વારા ગેસ કનેક્શન આપી ધુમાડામાંથી મુક્તિ આપી- પીએમ

    વડાપ્રધાને જણાવ્યુ 400 સિગરેટ જેટલો ધુમાડો એક સમયની રસોઈમાં માતાઓ અને બહેનોને સહન કરવો પડતો હતો. કેન્દ્રની સરકારે ઉજ્જવલા યોજના દ્વારા ગેસ પહોંચાડી ધુમાડામાંથી મુક્તિ આપી છે. દીકરીઓને મફત શિક્ષણ ભાજપ સરકારે આપ્યુ. વડાપ્રધાને જમાવ્યુ કે ભૂતકાળની કોઈ સરકારે માતાઓ અને બહેનો માટે આટલુ કામ નહીં કર્યુ હોય.

  • 19 Nov 2022 09:08 PM (IST)

    Gujarat Election 2022: વલસાડના ખેડૂતોને 300 કરોડ રૂપિયાની સહાય આપવામાં આવી- પીએમ

    વડાપ્રધાને જણાવ્યુ કે વલસાડમાં અનેક જેટી બનશે અને વિકાસ થશે,  આદિવાસી ખેડૂતોને આધુનિક ખેતી કરતા શીખવ્યુ. વલસાડ જિલ્લાના ખેડૂતોને પીએમ કિસાન સહાય નિધિ હેઠળ 300 કરોડની સહાય આપી, પીએમએ કહ્યુ માતા-બહેનોના સન્માનની ચિંતા ભાજપ સરકારે કરી. મુદ્રા યોજના હેઠળ 70 ટકા લોન લેનારી માતાઓ બહેનો છે. સરકારે માતાઓ અને બહેનોના નામે મકાન આપવાની શરૂત કરી. હર ઘર નલ સે જલ અને દરેક ઘરમાં શૌચાલય બનાવવાનું કામ કર્યુ.

  • 19 Nov 2022 09:04 PM (IST)

    Gujarat Election 2022: ગુજરાતમાં સાગરખેડુ યોજના માટે સરકારે 1000 કરોડ આપ્યા- પીએમ

    વડાપ્રધાને માછીમારોને ઉદ્દેશીને જણાવ્યુ કે માછીમારોનું જીવન ધોરણ ઉંચુ લાવવા સરકાર કામ કરી રહી છે. સાગરખેડુૂ યોજના માટે સરકારે 1000 કરોડ આપ્યા. પીએમ કિસાન સહાય યોજના માટે સરકારે 300 કરોડ રૂપિયા એકલા વલસાડ જિલ્લા માટે મોકલી આપ્યા છે. માછીમારો, ખેડૂતો, આદિવાસીને મજબૂત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

  • 19 Nov 2022 09:02 PM (IST)

    Gujarat Election 2022: ગુજરાતી યુવાનો નોકરી માગનારા અને નોકરી આપનારા બન્યા છે-પીએમ મોદી

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યુ 2021ની સદી કૌશલ્યની સદી છે. વડાપ્રધાને મોબાઈલ ડેટા અંગે કહ્યુ કોંગ્રેસની સરકારમાં 300 રૂપિયામાં 1 જીબી ડેટા મળતો હતો. આજે 10 રૂપિયામાં એક જીબી ડેટા વાપરવા મળે છે. વલસાડમાં આદિવાસીઓ અને માછીમારોનુુ જીવનધોરણ ઉંચુ લાવવા માટે કામ કર્યુ. ભારતના 80 હજાર સ્ટાર્ટ અપમાંથી 14 હજાર ગુજરાતના છે. આજે ગુજરાતના યુવાનો નોકરી માગનારા નહીં નોકરી આપનારા બન્યા છે.

  • 19 Nov 2022 08:58 PM (IST)

    Gujarat Election 2022: ગુજરાતના વિકાસના મૂળમાં ગુજરાતનો નાગરિક છે- પીએમ મોદી

    વડાપ્રધાને મોદીએ વલસાડવાસીઓને સંબોધતા જણાવ્યુ કે મત માગવો એ મારુ કર્તવ્ય. મત આપવો એ તમારુ કર્તવ્ય. વડાપ્રધાને કહ્યુ ગુજરાતના વિકાસના મૂળમાં ગુજરાતનો નાગરિક છે. આગામી 25 વર્ષ ભારત માટે મહત્વપૂર્ણ છે. પહેલીવાર મતદાન કરનારા યુવાનોને મળવા આવ્યો છુ. ભારતને વિકસીત અને આત્મનિર્ભર બનાવવા ગુજરાતનો મોટો ફાળો છે. ગુજરાતની મોટી જવાબદારી છે.

  • 19 Nov 2022 08:51 PM (IST)

    Gujarat Election 2022: વાપીમાં પીએમ મોદીની જંગી જનસભા,

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાપીમાં ચૂંટણીસભા સંબોધી રહ્યા છે. પીએમએ કહ્યુ ગુજરાતની પ્રગતિ  ગુજરાતના નાગરિકોની જાગૃતતાને કારણે છે.  પીએમએ કહ્યુ ગુજરાતનો વિકાસ મોદીએ નથી કર્યો, આ તમારા મતની તાકાત છે.

  • 19 Nov 2022 08:12 PM (IST)

    Gujarat Election 2022 વાપીમાં પીએમ સંબોધશે જંગી જનસભા

  • 19 Nov 2022 08:11 PM (IST)

    Gujarat Election 2022: પીએમના રોડ શોમાં ઉમટ્યો જનસૈલાબ, પીએમએ જીલ્યુ લોકોનુ અભિવાદન

    વડાપ્રધાન મોદીના રોડ શો મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટ્યુ છે. આ દરેકનું અભિવાદન જીલતા જીલતા પીએમનો કાફલો આગળ વધી રહ્યો છે. વલસાડવાસીઓના ચહેરા પર પીએમના આગમનની રોનક જોવા મળી છે.  પીએમને આવકારવા ઉત્સુક બન્યા છે.

  • 19 Nov 2022 07:53 PM (IST)

    Gujarat Election 2022: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મેગા રોડશોમાં ઉમટી જનમેદની

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં પ્રચાર માટે આવી પહોંચ્યા છે. વાપીમાં પીએમ મોદીનો ભવ્ય રોડ શો યોજાયો છે. અનેક લોકો પીએમ મોદીના આ રોડ શોમાં પહોંચ્યા છે. પીએમની ઝલક મેળવવા લોકો તલપાપડ બન્યા છે.

  • 19 Nov 2022 07:45 PM (IST)

    Gujarat Election 2022: પીએમ મોદીએ સંભાળી પ્રચારની કમાન, દમણમાં ભવ્ય રોડ શો

    ગુજરાતના ચૂંટણી રણમાં પીએમ મોદીએ સંભાળી પ્રચારની કમાન, દમણમાં પીએમ મોદીનો ભવ્ય રોડ શો ચાલી રહ્યો છે. જેમા દૂર દૂરથી લોકો ઉમટી પડ્યા છે. પીએમ મોદીના સ્વાગત માટે, તેમની એક ઝલક મેળવવા અને તેમનુ અભિવાદન જીલવા લોકો તલપાપડ બન્યા છે.

  • 19 Nov 2022 07:31 PM (IST)

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા ગુજરાત, થોડીવારમાં યોજાશે પીએમ મોદીનો ભવ્ય રોડશો

    ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 મા પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર મતદાન થવાનુ છે. જેને લઈને પ્રચાર અભિયાન તેજ થયુ છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આગામી ત્રણ દિવસ ગુજરાતમાં જંગી જનસભા સંબોધશે અને ઝંઝાવાતી પ્રચાર કરશે. હાલ પીએમ મોદી ગુજરાતના વલસાડ પહોંચ્યા છે અને થોડીવારમાં દમણ ઍરપોર્ટથી વાપી સુધી ભવ્ય રોડ શો યોજશે

  • 19 Nov 2022 07:11 PM (IST)

    થોડીવારમાં વડાપ્રધાન મોદી ગુજરાત પહોંચશે

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી થોડીવારમાં ગુજરાત પહોંચશે. જેમા વલસાડના વાપીમાં તેઓ જંગી જનસભાને સંબોધવાના છે.

  • 19 Nov 2022 06:57 PM (IST)

    દમણમાં પીએમ મોદીનો યોજાશો રોડ શો, વલસાડના જુજવામાં સંબોધશે જંગી જનસભા

    પીએમ મોદી આજથી ત્રણ દિવસ ગુજરાતમાં ઝંઝાવાતી પ્રચાર કરશે. આજે દમણમાં પીએમ મોદી રોડ શો કરશે, પીએમના રોડશોને લઈને તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. તંત્ર રોડશોને લઈને સજ્જ છે. દમણ ઍરપોર્ટથી વાપી સુધી પીએમ મોદીનો રોડશો યોજાશે. ત્યારબાદ તેઓ વલસાડના જુજવામાં જંગી જાહેરસભા સંબોધશે

  • 19 Nov 2022 06:46 PM (IST)

    AIMIMના બાપુનગરના ઉમેદવાર શાહનવાઝે ઉમેદવારી પરત ખેંચી

    બાપુનગરથી AIMIMના ઉમેદવાર શાહનવાઝ પઠાણે કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહ પટેલને ટેકો આપવા ફોર્મ પરત ખેંચ્યુ છે. AIMIMના બાપુરનગરના વિધાનસભાના ઉમેદવારે કોંગ્રેસના ઉમેદવારને ટેકો આપવા પોતાની ઉમેદવારી પરત ખેંચી છે. શાહનવાઝ ખાન પઠાણ કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર મુસ્તાક ખાન પઠાણનો ભત્રીજો છે. ઉપરાંત મહેઝબિન પઠાણના પણ સગામાં છે.

  • 19 Nov 2022 06:06 PM (IST)

    Gujarat Election 2022 Live : ગુજરાત સરકારે વધુ મતદાન માટે નિર્ણય લીધો, મતદાન માટે 1 અને 5 ડિસેમ્બરે રજા જાહેર કરી

    ગુજરાત સરકારે મતદાન માટે 1 અને 5 ડિસેમ્બરે જાહેર રજા કરી છે. જેમાં  1 ડિસેમ્બરે પ્રથમ તબક્કાના મતદાન માટે 19 જિલ્લામાં રજા જાહેર; 5 ડિસેમ્બરે બીજા તબક્કાના મતદાન માટે 14 જિલ્લામાં રજા જાહેર કરી છે. જેમાં  વધુ મતદાન થાય તે માટે સરકારે નિર્ણય લીધો છે.

  • 19 Nov 2022 05:59 PM (IST)

    Gujarat Election 2022 Live: સુરતમાં આમ આદમી પાર્ટીના પ્રચાર વખતે મોદી મોદીના નારા લાગ્યા

    ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં રાજકીય પક્ષો દ્વારા પ્રચાર ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેમાં મજુરા વિસ્તારના આમ આદમી પાર્ટીના ઉમેવાર પીવીએસ શર્માના પ્રચાર વખતે નારા લાગ્યા હતા. જેમાં તેવો મિલેનિયમ માર્કેટમાં પ્રચાર કરવા માટે આવ્યા ત્યારે મોદી મોદીના લાગ્યા નારા હતા . તેમજ તેની સામે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ  ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા.

  • 19 Nov 2022 05:25 PM (IST)

    Gujarat Election 2022 Live : વડોદરામાં ભાજપને વધુ એક ઝટકો, પાદરામાં હોદેદારોએ પ્રાથમિક સભ્યપદેથી રાજીનામા આપ્યા

    ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં રાજકીય પક્ષો ટિકિટને લઈને હજુ વિવાદ શમ્યો નથી. જેમાં વડોદરામાં ભાજપને વધુ એક ઝટકો લાગ્યો છે. જેમાં પાદરામાં ભાજપના સંગઠનના હોદેદારોએ પ્રાથમિક સભ્યપદેથી રાજીનામા આપ્યા છે. જેમાં પાદરા વિધાનસભાના અપક્ષના ઉમેદવાર દિનેશ પટેલના સમર્થનમાં રાજીનામા આપ્યા છે. પાદરામાં સાંજે પરુષોત્તમ રૂપાલાની જાહેરસભા પૂર્વે ભાજપમાં ભડકો થયો છે. વડોદરા જિલ્લા ભાજપના મહિલા મોરચાના પ્રમુખ મનીષાબેન ભાવસાર અને જિલ્લા ભાજપના કિસાન મોરચાના પ્રમુખ જીતેન્દ્ર સિંહ વાઘેલાએ પણ રાજીનામાં આપ્યા છે. જેમાં પાદરા તાલુકા ભાજપના મહિલા મોરચાના પ્રમુખ ભાવનાબેન પુરાણી તથા મહામંત્રી તુપ્તિબેન પટેલ સહિતના હોદેદારોએ ભાજપના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામુ આપ્યા છે.

  • 19 Nov 2022 05:12 PM (IST)

    Gujarat Election 2022 Live : અરવિંદ કેજરીવાલે ગુજરાતના લોકો માટે એક વીડિયો સંદેશ જાહેર કર્યો

    ગુજરાત વિધાનસભા ચૂંટણીના પગલે રાજકીય પક્ષો પ્રચારમાં લાગ્યા છે. તેવા સમયે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પણ ઝંપલાવ્યું છે. તેવા સમયે AAPના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલે ગુજરાતના લોકો માટે એક વીડિયો સંદેશ જાહેર કર્યો છે. જેમાં શાળા, હોસ્પિટલ, રોજગાર જેવા વચનોની વાત કરતા લોકોને અપીલ કરી હતી કે દરેક વ્યક્તિ તેના મિત્રો અને સંબંધીઓ સહિત 100-100 લોકોને વોટ્સએપ કરે અને AAPને વોટ કરવા અપીલ કરે.

  • 19 Nov 2022 04:53 PM (IST)

    Gujarat Election 2022 Live : વિધાનસભા ચૂંટણીમાં મતદારો ફોટો ઓળખકાર્ડ-EPIC ઉપરાંત અન્ય 12 દસ્તાવેજો સાથે મતદાન કરી શકશે

    ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી દરમિયાન મતદાન કરતાં પહેલાં મતદારે મતદાર ફોટો ઓળખકાર્ડ -EPIC રજૂ કરી પોતાની ઓળખ પ્રસ્થાપિત કરવાની રહેતી હોય છે. જોકે આ વખતે EPIC ઉપરાંત ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદાન માટે અન્ય ૧૨ દસ્તાવેજો પણ માન્ય કરવામાં આવ્યા છે.રાજ્યમાં આગામી પ્રથમ તબક્કાના કુલ-89 વિધાનસભા મતવિભાગોની બેઠકોની સામાન્ય ચૂંટણી 1 ડિસેમ્બરના રોજ અને બીજા તબકકાના કુલ-93 વિધાનસભા મતવિભાગોની બેઠકોની સામાન્ય ચૂંટણી 5 ડિસેમ્બરના રોજ યોજાનાર છે. જેમાં ચૂંટણીના દિવસે મતદારની ઓળખ માટે મતદાર ફોટો ઓળખકાર્ડ -EPIC રજૂ કરવાનું રહેશે. જે મતદાર મતદાર ફોટો ઓળખકાર્ડ-EPIC રજૂ ન કરી શકે તો તેની અવેજીમાં અન્ય 12 દસ્તાવેજો ભારતના ચૂંટણી પંચ દ્વારા માન્ય કરવામાં આવ્યા છે જે દસ્તાવેજ રજૂ કરી મતદાન કરી શકાશે.

  • 19 Nov 2022 04:50 PM (IST)

    Gujarat Election 2022 Live : મેધા પાટકરને લઇને ફરી ગુજરાતની રાજનીતિમાં ગરમાવો

    Gujarat Election 2022 Live :    મેધા પાટકરને લઇને ફરી ગુજરાતની રાજનીતિમાં ગરમાવો  આવ્યો છે  રઘુ શર્માએ કહ્યું કે ભાજપ પાસે કોઇ મુદ્દો નથી તેથી  ભાજપ હવે રઘવાઈ બની છે. તો આ અંગે જે. પી. નડ્ડાએ  કહ્યું હતું કે  મેધા પાટકરને સાથે રાખીને કોંગ્રેસ પોતાની ગુજરાત વિરોધી  માનસિકતા છતી  કરી રહી છે.

  • 19 Nov 2022 04:40 PM (IST)

    Gujarat Election 2022 Live : આ ચૂંટણીમાં પરંપરાગત પદ્ધતિની સાથે સાથે ચૂંટણી પ્રચાર માટે લેવાઈ રહી છે નુક્કડ નાટકની મદદ

    Gujarat Election 2022 Live :  વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી છે. વિવિધ રાજકીય પાર્ટીના ઉમેદવારોએ ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ કરી લીધી છે  અને હવે તમામ પાર્ટીઓ અને ઉમેદવારો પ્રચાર-પ્રસારમાં જોડાઈ ગયા છે.. આ માટે પ્રચારનો અલગ અંદાજ પણ જોવા મળી રહ્યો છે. મતદારોને આકર્ષવા કોંગ્રેસ અને ભાજપ નુક્કડ નાટકો અને ફ્લેશ મોબ સહિતના માધ્યમોનો ઉપયોગ કરી રહ્યા છે. 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન ભાજપ પરંપરાગત પ્રચાર સાથે આધુનિક ટેક્નોલોજીના ઉપયોગ સાથે પ્રચાર પ્રસાર કરી રહ્યું છે. મતદારોને આકર્ષવા ભાજપ તરફથી નુક્કડ નાટકોની મદદ લેવાઈ રહી છે.. તો વિકાસ અને ડબલ એન્જિન સરકારના બેનર સાથે ભાજપ ફ્લેશ મોબ, યુથ વિઝ નમો બેન્ડ, એલઈડી અને સ્માર્ટ રથનો ઉપયોગ પણ ભાજપ તરફથી કરવામાં આવી રહ્યો છે

  • 19 Nov 2022 04:16 PM (IST)

    Gujarat Election 2022 Live : ગુજરાતની ચૂંટણીમાં 'આફતાબ'નો પ્રવેશ

    Gujarat Election 2022 Live :ગુજરાતની ચૂંટણીમાં હવે "આફતાબ"ની એન્ટ્રી થઇ છે.ભાજપના ફાયરબ્રાન્ડ નેતા અને આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ કચ્છની રેલીમાં વિવાદિત નિવેદન કરતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. હિમંતા બિસ્વા સરમાએ શ્રદ્ધા હત્યા કેસને ભયાનક લવ જેહાદનો કેસ ગણાવ્યો છે. દેશને સશક્ત બનાવવા અને સમાજનું રક્ષણ કરવા માટે સશક્ત નેતૃત્વની જરૂર છે. ગુજરાત અને દેશમાં ભાજપને જીતાડી દેશને સશક્ત નેતૃત્વ પુરૂ પાડવા હિમંતા બિસ્વા સરમાએ જનતાને અપીલ કરી છે

  • 19 Nov 2022 03:57 PM (IST)

    Gujarat Election 2022 Live : અમદાવાદમાં બાપુનગર AIMIMના ઉમેદવારે ઉમેદવારી પાછી ખેંચી

    Gujarat Election 2022 Live :  અમદાવાદમાં બાપુનગર AIMIMના ઉમેદવારે ઉમેદવારી પાછી ખેંચી હતી.  AIMIMના શાહનવાઝે ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યું હતું અને ફોર્મ પરત ખેંચી કોંગ્રેસના ઉમેદવારને ટેકો આપ્યો  હતો.

  • 19 Nov 2022 03:49 PM (IST)

    Gujarat Election 2022 Live : આવતીકાલે અમિત શાહ ડેડિયાપાડા તથા નિઝરમાં સભાને કરશે સંબોધન

    Gujarat Election 2022 Live : નેતાઓ ધરખમ ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે ત્યારે આવતી કાલે વડાપ્રધાન મોદી સૌરાષ્ટ્રમાં સભાઓ ગજવશે જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાં સભાને સંબોધન કરશે .તેઓ  તાપી જિલ્લાના નિઝરમાં પણ સભાને સંબોધન કરવાના છે.

  • 19 Nov 2022 03:30 PM (IST)

    Gujarat Election 2022 Live : રાજકોટના ધોરાજી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જંગી સભા યોજાશે, તંત્રની તડામાર તૈયારીઓ

    Gujarat Election 2022 Live : 2022ના સત્તાના સંગ્રામ માટે આવતીકાલે વડાપ્રધાન  નરેન્દ્ર મોદી રાજકોટના ધોરાજીમાં જંગી સભા ગજવશે. ત્યારે વડાપ્રધાનની સભામાં જનમેદની ભેગી કરવા ભાજપે શહેરના અનેક વિસ્તારોમાં ખાટલા અને ગ્રુપ બેઠકો યોજી હતી. ચૂંટણી પ્રચારના માધ્યમથી લોકોને સભામાં આવવા માટે પત્રિકાનું વિતરણ કર્યું હતું. પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફીયા અને સ્થાનિક ભાજપના આગેવાન સહિત મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ચૂંટણીના પ્રચારમાં જોડાયા હતા. બીજી તરફ મોદીની સભાને લઈ વહીવટી તંત્રએ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જંગી સભા યોજાશે, તેના માટે એક લાખ લોકો માટે બેઠક સહિત ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં  PM મોદીની સુરક્ષા માટે IG, SP, SPG સહિત પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો  છે.

  • 19 Nov 2022 03:26 PM (IST)

    Gujarat Election 2022 Live : ચૂંટણી પ્રચાર માટે જતા નેતાઓ બની રહ્યા છે રોષનો ભોગ

    Gujarat Election 2022 Live :   વિધાનસભાની ચૂંટણીમાં મતદારો પાસે મત માગવા જવું ગુજરાતના નેતાઓને ભારે પડયું છે.રસ્તા, બ્રિજ, વિકાસના કામો સહિત અનેક કામગીરીને લઈ કોંગ્રેસ અને ભાજપના નેતાઓને પ્રજાના રોષનું ભોગ બનવું પડયું હતું. બહુચરાજીના ભાજપના ઉમેદવાર સુખાજી ઠાકોરનો મોહનપુરા ગામમાં વિરોધ થયો..મોટી દાઉ અને ખુમાપુરા વચ્ચે બ્રિજ નહીં બનતા લોકોએ ઉમેદવારને ઘેર્યા હતા.વાવના કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો ટોભા ગામમાં પ્રચાર દરમિયાન સ્થાનિકોએ વિકાસના કામો અંગે સવાલ પૂછતા ઉગ્ર બોલાચાલી થઈ.આ તરફ જામનગર ગ્રામ્યના ભાજપના ઉમેદવાર રાઘવજી પટેલનો થયો વિરોધ થયો હતો.  .નવા ગામમાં પ્રચાર કરવા જતા રાઘવજી પટેલને લોકોએ પડતર પ્રશ્નોને લઈ ઘેર્યા હતા. બીજી તરફ કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલા ખેડબ્રહ્માના ભાજપના ઉમેદવાર અશ્વિન કોટવાલનો થયો વિરોધ.જોરાવરનગર ગામે રસ્તા અને અન્ય કામગીરીઓને લઈને લોકોએ અશ્વિન કોટવાલને સવાલ પૂછયા હતા. કચ્છના રાપરમાં કૉંગ્રેસના ધારાસભ્ય સંતોક અરેઠીયાનો વિરોધ જોવા મળ્યો. પાંચ વર્ષમાં વિકાસના કામો ન કરતા લોકોએ જોરદાર વિરોધ નોંધાવ્યો હતો

  • 19 Nov 2022 02:51 PM (IST)

    વડાપ્રધાનનો 21 નવેમ્બરનો કાર્યક્રમ

  • 19 Nov 2022 02:50 PM (IST)

    વડાપ્રધાનનો 20 નવેમ્બરનો કાર્યક્રમ

  • 19 Nov 2022 02:47 PM (IST)

    PM આજે વલસાડમાં ગજવશે સભાઓ

  • 19 Nov 2022 02:20 PM (IST)

    જિગ્નેશ મેવાણીએ ધમકી ભર્યા મેસેજ કર્યાનો AIMIMના ઉમેદવારનો આક્ષેપ

    વડગામના AIMIMના ઉમેદવાર કલ્પેશ સુંઢીયાએ કોંગ્રેસ ઉમેદવાર જિગ્નેશ મેવાણી પર આક્ષેપ લગાવ્યા છે. જિગ્નેશ મેવાણી દ્વારા ધમકી ભર્યા મેસેજ આવતા હોવાનો આક્ષેપ કર્યો છે. ઉમેદવારી પાછી ખેંચવા રૂપિયાની લાલચ આપી હોવાના પણ આક્ષેપ થયા છે. મિટિંગના બહાને બોલાવીને માનસિક હેરાનગતિ કરતા હોવાનો પણ આક્ષેપ કર્યો છે.

  • 19 Nov 2022 02:10 PM (IST)

    સુરત: ભાજપના પૂર્વ કોર્પોરેટર AAPમાં જોડાયા

    સુરત ભાજપના પૂર્વ કોર્પોરેટર AAPમાં જોડાયા. સુધા નાહટાએ ભાજપમાંથી રાજીનામું આપી AAPનો સાથ આપ્યો છે. સુધા નાહટાએ મજુરા વિધાનસભામાં AAPના કન્વીનર બની પ્રચાર શરૂ કર્યો હતો.જો કે ભાજપમાં આંતરિક જૂથબંધી હોવાનો સુધા નાહટાનો આક્ષેપ છે.

  • 19 Nov 2022 01:00 PM (IST)

    ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા કાર્યકર્તાઓ સાથે કરશે સંવાદ

    રાજકોટમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની હાજરીમાં બેઠક મળશે. જે.પી.નડ્ડા કાર્યકર્તાઓ સાથે સંવાદ કરશે. ભાજપના કાર્યકર્તાઓ સાથે સંવાદ અને ચૂંટણીલક્ષી ચર્ચા કરવામાં આવશે. વોર્ડ પ્રમુખ, વોર્ડ મહામંત્રી સહિતના હોદ્દેદારોની હાજરીમાં સંવાદ થશે. શક્તિ કેન્દ્ર અને બુથના ઇન્ચાર્જ સહિતના કાર્યકર્તાઓ સાથે પણ જે.પી.નડ્ડા બેઠક કરશે.

  • 19 Nov 2022 12:49 PM (IST)

    આવતીકાલે વડાપ્રધાન મોદી રાજકોટના ધોરાજીમાં જંગી સભા ગજવશે

    2022ના સત્તાના સંગ્રામ માટે આવતીકાલે વડાપ્રધાન મોદી રાજકોટના ધોરાજીમાં જંગી સભા ગજવશે. ત્યારે વડાપ્રધાનની સભામાં જનમેદની ભેગી કરવા ભાજપે શહેરના અનેક વિસ્તારોમાં ખાટલા અને ગ્રુપ બેઠકો યોજી હતી. ચૂંટણી પ્રચારના માધ્યમથી લોકોને સભામાં આવવા માટે પત્રિકાનું વિતરણ કર્યું હતું. પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફીયા અને સ્થાનિક ભાજપના આગેવાન સહિત મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ચૂંટણીના પ્રચારમાં જોડાયા હતા. બીજી તરફ મોદીની સભાને લઈ વહીવટી તંત્રએ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે.

  • 19 Nov 2022 12:22 PM (IST)

    આમ આદમી પાર્ટીમાં રૂપિયા લઈ ટિકિટ વેચાતી હોવાના આરોપ

    કોંગ્રેસ બાદ હવે આમ આદમી પાર્ટીમાં પણ રૂપિયા લઈ ટિકિટ વેચાતી હોવાના આરોપ લાગ્યા છે.  સુરતના કતારગામ વિસ્તારના રાજુ દિયોરા, ભરત પટોળિયા સહિતાના AAPના પાયાના કાર્યકરોએ આક્ષેપ કર્યો કે રૂપિયા લઈને પાર્ટીમાં ટિકિટ વેચવામાં આવી છે.  આમ આદમી પાર્ટીના પાયાના કાર્યકરોની અવગણના કરીને આયાતી અને રૂપિયા આપનારા લોકોને ટિકિટ ફાળવી દેવામાં આવી છે. આ મુદ્દે માત્ર કતારગામ કે સુરત જ નહીં ગુજરાતમાં ઠેક-ઠેકાણે રોષ છે. રાજુ દિયોરાએ AAPના રૂપિયા લઈ ટિકિટ વેચતા નેતાઓને ખુલ્લા પાડવા આવતીકાલે મહા સંમેલનનું આયોજન કર્યું છે. જેમાં ગુજરાતભરમાંથી AAPના નારાજ કાર્યકરો જોડાશે તેવો રાજુ દિયોરાએ દાવો કર્યો.

  • 19 Nov 2022 11:38 AM (IST)

    ભાજપ ઉમેદવાર રાઘવજી પટેલનો લોકોએ કર્યો ઘેરાવ

    ચૂંટણી સમયે નેતાઓ પ્રચાર કરવા માટે ગામ ગામ જતા હોય છે. ત્યારે જામનગર ગ્રામ્ય વિધાનસભા બેઠક પરથી ચૂંટણી મેદાને ઉતરેલા રાઘવજી પટેલને લોકો દ્વારા ઘેરવામાં આવ્યા હતા. વિગતવાર વાત કરીએ તો રાઘવજી પટેલ જામનગરના નવા ગામ પ્રચાર કરવા પહોંચ્યા હતા. ત્યારે લોકોએ તેમને ઘેરી લીધા હતા.  લોકોએ પડતર પ્રશ્નોને લઈને ઉગ્ર રજૂઆત કરી હતી. પૂર્વ કૃષિ પ્રધાન રાઘવજી પટેલે લોકોને પડતર કામો કરી આપવાની ખાતરી આપી મામલો થાળે પાડ્યો હતો.

  • 19 Nov 2022 11:35 AM (IST)

    કોંગ્રેસે ગેરશિસ્ત માટે 12 કાર્યકરને સસ્પેન્ડ કર્યા

     કોંગ્રેસે શિસ્તના મુદ્દે આકરા પગલાં લીધાં છે.  કેટલાક કાર્યકરોએ નારાજ થઇને કોંગ્રેસ કાર્યાલયમાં તોડફોડ કરી હતી. જોકે ગેરશિસ્ત દાખવવાના  મુદ્દે કોંગ્રેસે લાલ આંખ કરી છે અને 12 કાર્યકરને સસ્પેન્ડ કરી દીધા છે. દહેગામના પૂર્વ MLA કામિનીબાનો ઓડીયો વાયરલ થવાના કિસ્સામાં પણ  કોંગ્રેસ દ્વારા આકરા પગલાં  લેવામાં આવશે. કામિનીબાએ  તેમના વાયરલ ઓડીયોમાં કોંગ્રેસમાં ટિકિટ વેચાતી હોવાનો કર્યો હતો આક્ષેપ કર્યો હતો.

  • 19 Nov 2022 11:32 AM (IST)

    સુરતમાં સાંસદ તેજસ્વી સૂર્યાના આપ અને કોંગ્રેસ પર આકરા પ્રહાર

    વિધાનસભાની ચૂંટણી નજીક આવતા ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે આરોપ પ્રતિ-આરોપનો જંગ શરૂ થઈ ગયો છે. ત્યારે ભાજપના સાંસદ તેજસ્વી સૂર્યાએ સુરતમાં આમ આદમી પાર્ટી પર આકરા પ્રહાર કર્યા હતા. તેજસ્વી સૂર્યાએ આમ આદમી પાર્ટીને "જમાનત જપ્ત" પાર્ટી ગણાવી હતી. કહ્યું આ આમ આદમી નહીં પરંતુ જમાનત જપ્ત પાર્ટી છે. ગુજરાતમાં દરેક વિધાનસભાની સીટ ઉપર તેમની જમાનત થઈ જશે. તો આ તરફ સાવરકરના અપમાન મુદ્દે રાહુલ ગાંધીના નિવેદન પર કહ્યું, સાવરકર જીવીત હતા ત્યારે પણ કોંગ્રેસે અપમાન કર્યું હતું. હવે સાવરકરનું અપમાન નેહરુ બાદ રાહુલ ગાંધી કરી રહ્યા છે.

  • 19 Nov 2022 10:42 AM (IST)

    સુરતમાં 16 દિવસમાં 538 આચાર સંહિતા ભંગની ફરિયાદ

    સુરત ચૂંટણી જાહેર થતાં જ આચાર સહિતા લાગુ પડી ગઇ છે. આ સાથે જ આચારસંહિતા ભંગની ફરિયાદો શરૂ થઈ ગઈ છે. 16 દિવસમાં  આચાર સંહિતા ભંગની 538 ફરિયાદ ચૂંટણીપંચ સામે આવી છે. સૌથી વધુ ફરિયાદ કામરેજ વિધાનસભામાં  84 ફરિયાદ મળી છે. આ ઉપરાંત બારડોલીમાંથી 15, ચોર્યાસીમાંથી 55, કતારગામમાંથી 54, લિંબાયતમાંથી 5, મહુવામાંથી 23, મજુરામાંથી 21, માંડવીમાંથી 12, માંગરોળમાંથી 13, ઓલપાડમાંથી 54, સુરત ઉત્તરમાં 12, સુરત પશ્ચિમમાંથી 17, ઉધનામાંથી 26 અને વરાછા રોડ પરથી 34 ફરિયાદ મળી છે.

  • 19 Nov 2022 09:34 AM (IST)

    સૌરાષ્ટ્રની કુલ 48 બેઠકો પર જીત મેળવવા રાજકીય પક્ષોની મથામણ

    સૌરાષ્ટ્રની કુલ 48 બેઠકો પર જીત મેળવવા ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એમ ત્રણેય પક્ષોએ કમર કસી છે. ત્યારે રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ સૌરાષ્ટ્રનું વાતાવરણ ભાજપની તરફેણમાં હોવાનો દાવો કર્યો. રામ મોકરિયાએ જણાવ્યું કે સૌરાષ્ટ્રમાં 2017ની સરખામણીએ આ વખતે ભાજપને વધુ સારું પરિણામ મળશે. ભાજપે સૌરાષ્ટ્રમાં બ્રાહ્મણોને તેમની માગણી મુજબ ટિકિટ ન આપવા મુદ્દે રામ મોકરિયાએ કહ્યું કે પાર્ટી દ્વારા અત્યાર સુધીમાં ક્યારેય ન આપી હોય તેટલી 14 ટિકિટ આપવામાં આવી છે. બ્રાહ્મણ સમાજમાં ટિકિટને લઇને કોઇ નારાજગી નથી. ગુજરાતના 90 ટકાથી વધુ બ્રાહ્મણો ભાજપ સાથે રહેશે. રામ મોકરિયાએ ભાજપમાં કોઇ જૂથવાદ હોવાની વાતને નકારતા કહ્યું કે હાલ મોટાભાગના વિવાદ શાંત થઇ ગયા છે.

  • 19 Nov 2022 09:31 AM (IST)

    આજથી ત્રણ દિવસ PM મોદી ગુજરાતમાં ચૂંટણીનો પ્રચંડ પ્રચાર કરશે

    આજથી ત્રણ દિવસ PM મોદી ગુજરાતમાં ચૂંટણીનો પ્રચંડ પ્રચાર કરશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની મોટાભાગની સીટ પર મતદારોને રીઝવશે. PM મોદી આજે વલસાડના વાપીથી ભાજપના પ્રચારનો દૌર આગળ ધપાવશે. દમણના ડાભેલ ચેકપોસ્ટથી વાપીના ચલા વિસ્તારમાં વડાપ્રધાનનો ભવ્ય રોડ શો યોજાશે. જ્યારે વલસાડના જુજવામાં પીએમ જંગી જાહેર સભાને સંબોધશે. વડાપ્રધાનને આવકારવા વલસાડ જિલ્લા ભાજપના તમામ કાર્યકર્તાઓ અને સંગઠને તૈયારી કરી છે.

  • 19 Nov 2022 09:30 AM (IST)

    ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે હથિયારની લે-વેચ કરવા આવેલા શખ્સો ઝડપાયા

    ગુજરાતમાં ચૂંટણીના માહોલમાં કાયદો-વ્યવસ્થા જાળવવા પોલીસ પણ સક્રિય જોવા મળી રહી છે. વડોદરામાં પોલીસે હથિયારોની લે-વેચ માટે આવેલા શખ્સોને ઝડપી પાડ્યા છે. ઘટનાની વાત કરીએ તો વડોદરા પોલીસને બાતમી મળી હતી કે ગોલ્ડન બ્રિજ નીચે અજાણ્યા શખ્સો હથિયારોની લે-વેચ કરવા આવવાના છે. બાતમી મળતાની સાથે જ પોલીસે ગોલ્ડન બ્રિજ નીચે વોચ ગોંઠવી મુંબઇથી આવેલા 3 આરોપીઓ પાસેથી પિસ્તોલ,કારતુસ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી તેમની ધરપકડ કરી લીધી છે અને અન્ય ત્રણ આરોપીઓ ફરાર થઇ જતા તેમને શોધવાની તજવીજ હાથ ધરી છે.

  • 19 Nov 2022 09:28 AM (IST)

    કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરશે

    કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરશે. ભારત જોડો યાત્રામાંથી સમય કાઢીને રાહુલ ગાંધી 21 નવેમ્બરે ગુજરાતમાં બે રેલીઓ ગજવશે. રાહુલ ગાંધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એક-એક પ્રચાર સભા સંબોધશે. રાહુલ ગાંધીએ બપોરે 1 કલાકે સુરત અને બપોરે 3 કલાકે રાજકોટમાં પ્રચાર કરશે.

Published On - Nov 19,2022 9:25 AM

Follow Us:
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">