Gujarat Election 2022: PM મોદીનો વલસાડથી ફરી પ્રચારનો પ્રારંભ, ત્રણ દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મતદારો પર ફોકસ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) આજથી ફરી ગુજરાત મુલાકાતે આવવાના છે. અગાઉ ચૂંટણી પ્રચાર માટે વડાપ્રધાન મોદી વલસાડના નાનપોંઢા આવ્યા હતા. જ્યાં તેમણે સભા સંબોધન દરમિયાન જણાવ્યુ હતુ કે ગુજરાત ભાજપને મારી પાસે પ્રચારનો જેટલો સમય માગવો હોય તેટલો મારો આપવો પડે.

Gujarat Election 2022: PM મોદીનો વલસાડથી ફરી પ્રચારનો પ્રારંભ, ત્રણ દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મતદારો પર ફોકસ
PM નરેન્દ્ર મોદી આજથી ગુજરાત મુલાકાતેImage Credit source: PTI
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 19, 2022 | 8:38 AM

ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 : ગુજરાત વિધાનસભા ચૂંટણીના મતદાનને હવે ગણતરીના જ દિવસો બાકી છે. ત્યારે ભાજપે ગુજરાતમાં પ્રચાર માટે દિગ્ગજ નેતાઓની ફોજ ઉતારી દીધી છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને વડાપ્રધાન મોદી પોતે પણ ભાજપના પ્રચારમાં પ્રાણ ફુંકી દેવાના છે. જે માટે આજથી ત્રણ દિવસ PM મોદી ગુજરાતના પ્રવાસે રહેશે અને ચૂંટણીનો પ્રચંડ પ્રચાર કરશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની મોટાભાગની સીટ પર મતદારોને રીઝવશે. વડાપ્રધાન આજે એટલે કે 19 નવેમ્બરે વલસાડમાં, 20 નવેમ્બરે સૌરાષ્ટ્રમાં, 21 નવેમ્બરે સુરેન્દ્રનગરમાં સભા ગજવશે.

ગુજરાત ઇલેકશન 2022 :19 નવેમ્બરનો કાર્યક્રમ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 19 નવેમ્બરે એટલે કે આજથી વલસાડના વાપીથી ભાજપના પ્રચારનો દોર આગળ ધપાવશે.દમણના ડાભેલ ચેકપોસ્ટથી વાપીના ચલા વિસ્તારમાં વડાપ્રધાનનો ભવ્ય રોડ શો યોજાશે. જ્યારે વલસાડના જુજવામાં પીએમ જંગી જાહેર સભાને સંબોધશે. વડાપ્રધાનને આવકારવા વલસાડ જિલ્લા ભાજપના તમામ કાર્યકર્તાઓ અને સંગઠને તૈયારી કરી છે. તો તેઓ વલસાડમાં જ આજે રાત્રિ રોકાણ કરશે.

ગુજરાત ઇલેકશન 2022 :20 નવેમ્બરનો કાર્યક્રમ

વડાપ્રધાન મોદી બીજા દિવસે એટલે કે 20 નવેમ્બરે સોમનાથ મહાદેવના દર્શન કરશે. જે પછી વેરાવળમાં જનસભા સંબોધશે. બાદમાં સૌરાષ્ટ્રના ધોરાજી, અમરેલી, બોટાદમાં પણ PM મોદી સભા ગજવશે. જે પછી તેઓ ગાંધીનગર જવાના રવાના થશે અને ગાંધીનગર રાજભવનમાં રાત્રિ રોકાણ કરશે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

ગુજરાત ઇલેકશન 2022 :21 નવેમ્બરનો કાર્યક્રમ

તો ત્રીજા દિવસે એટલે કે 21 નવેમ્બરે PM મોદી સુરેન્દ્રનગર જિલ્લાના પ્રવાસે જશે. તેઓ જંબુસર અને નવસારીમાં જનસભા સંબોધશે.

આ સિવાય PM મોદી 28-29 નવેમ્બરે સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં સભા, રોડશો, જનસભા અને ડોર-ટુ-ડોર પ્રચારમાં જોડાશે. ત્યાર બાદ બીજા તબક્કાના મતદાન પૂર્વે એટલે કે 2-3 ડિસેમ્બરે PM મોદી ફરી મધ્ય અને ઉત્તર ગુજરાતમાં જનસભા અને ડોર-ટુ-ડોર પ્રચાર કરી મતદારોનો મત માગશે.

ગુજરાત ઇલેકશન 2022 : ભાજપના ચૂંટણી પ્રચારનું નેતૃત્વ કરશે પીએમ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ફરી ગુજરાત મુલાકાતે આવવાના છે. અગાઉ ચૂંટણી પ્રચાર માટે વડાપ્રધાન મોદી વલસાડના નાનપોંઢા આવ્યા હતા. જ્યાં તેમણે સભા સંબોધન દરમિયાન જણાવ્યુ હતુ કે ગુજરાત ભાજપને મારી પાસે પ્રચારનો જેટલો સમય માગવો હોય તેટલો મારો આપવો પડે. હું ગુજરાતમાં પ્રચાર માટે ભાજપ જેટલો સમય માગશે તેટલો આપીશ. પોતે આપેલા વચન પ્રમાણે જ વડાપ્રધાન મોદી આગામી દિવસોમાં ગુજરાતમાં એક પછી એક પ્રચાર રેલીઓ કરવાના છે.

Latest News Updates

ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
g clip-path="url(#clip0_868_265)">