Gujarat Election 2022 : મતદાનમાં 89 બેલેટ યુનિટ 82 કંટ્રોલ યુનિટ અને 238 વીવીપેટ રિપ્લેસ કરાયા, ત્રણ ગામોએ મતદાનનો બહિષ્કાર કર્યો

ગુજરાતમાં પ્રથમ તબક્કામાં જામનગરના ધ્રાફા, નર્મદા જિલ્લાના સામોટ તથા ભરૂચ જિલ્લાના કેસર ગામમાં ગ્રામજનોએ મતદાનનો સંપૂર્ણ બહિષ્કાર કર્યો હોવાની જાણકારી મળી છે. જામનગર જિલ્લાના ધ્રાફા ગામમાં પુરુષો અને મહિલાઓ માટેના અલગ મતદાન મથકની માંગણી હતી

Gujarat Election 2022 : મતદાનમાં 89 બેલેટ યુનિટ 82 કંટ્રોલ યુનિટ અને 238 વીવીપેટ રિપ્લેસ કરાયા, ત્રણ ગામોએ મતદાનનો બહિષ્કાર કર્યો
ગુજરાતમાં ઓછુ મતદાન થવાના શું છે કારણ ?
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Dec 01, 2022 | 8:12 PM

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન દરમ્યાન 19 જિલ્લાઓમાં ઇવીએમ દ્વારા મતદાનની પ્રક્રિયા સરળ અને સુપેરે પૂર્ણ થઈ છે. 26,269 બી.યુ.(બેલેટ યુનિટ), 25,430 સી.યુ. (કંટ્રોલ યુનિટ) અને 25,430 VVPAT કાર્યરત હતા. આજે મતદાન દરમ્યાન 19 જિલ્લાઓમાં 89 બેલેટ યુનિટ, 82 કંટ્રોલ યુનિટ અને 238 વીવીપેટ રિપ્લેસ કરવામાં આવ્યા હતા. આજે દિવસ દરમ્યાન માત્ર 0.34% બેલેટ યુનિટ રિપ્લેસ કરવામાં આવ્યા છે. 0.32% કંટ્રોલ યુનિટ રિપ્લેસ કરવામાં આવ્યા છે અને 0.94% વીવીપેટ રિપ્લેસ કરવામાં આવ્યા છે. આજે દિવસ દરમ્યાન EVM અંગેની કુલ 18 ફરિયાદો મળી હતી. તમામ જિલ્લાઓમાં ઝોનલ ઓફિસર કે જે તે વિસ્તારના ઇન્ચાર્જ પાસે રિઝર્વ મશીન સેટ ઉપલબ્ધ રાખવામાં આવ્યા હતા. જ્યાં પણ નાની મોટી સમસ્યા સર્જાઈ, ત્યાં બિલકુલ નજીવા સમયમાં ઇવીએમના બેલેટ યુનિટ, કંટ્રોલ યુનિટ કે વીવીપેટ યુનિટ રિપ્લેસ કરવામાં આવ્યા છે.

ત્રણ ગામોએ મતદાનનો બહિષ્કાર કર્યો

પ્રાથમિક માહિતી પ્રમાણે ગુજરાતમાં પ્રથમ તબક્કામાં જામનગરના ધ્રાફા, નર્મદા જિલ્લાના સામોટ તથા ભરૂચ જિલ્લાના કેસર ગામમાં ગ્રામજનોએ મતદાનનો સંપૂર્ણ બહિષ્કાર કર્યો હોવાની જાણકારી મળી છે. જામનગર જિલ્લાના ધ્રાફા ગામમાં પુરુષો અને મહિલાઓ માટેના અલગ મતદાન મથકની માંગણી હતી. આ કારણોસર ગ્રામજનોએ મતદાનનો બહિષ્કાર કર્યો હોવાની પ્રાથમિક માહિતી છે. ભરૂચ જિલ્લાના કેસર ગામ ખાતે પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈ ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કાર કર્યો હતો.

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા મતવિસ્તારના સામોટ ગામમાં કુલ 1625 મતદારો છે. સમોટ ગામની એક કૃષિ જમીનમાં દબાણને નિયમિત કરવા સંદર્ભે ગ્રામજનોએ મતદાનનો બહિષ્કાર કર્યો હોવાની પ્રાથમિક માહિતી છે. આ બાબત નીતિવિષયક હોઈ વહીવટી તંત્ર દ્વારા ગ્રામજનોને વારંવાર સમજાવવામાં આવ્યા હતા અને મતદાન કરવા માટે અનુરોધ પણ કરવામાં આવ્યો હતો, છતાં ગ્રામજનો મતદાનથી દૂર રહ્યા હોવાની જાણકારી મળી છે.

Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !

c-VIGILથી 221 ફરિયાદો મળી હતી.

આજે મતદાનના કલાકો દરમ્યાન ભારતના ચૂંટણી પંચ દ્વારા 33 એલર્ટ્સ મળી હતી. જેમાં EVM અંગેના 17 એલર્ટ્સ, ચૂંટણી બહિષ્કારની 05, ટોળા અને હિંસા અંગેની 02, આદર્શ આચરસંહિતા ભંગની 02 તથા અન્ય 07 એલર્ટ્સ હતી. મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી ખાતે EVM અંગેની 06 ફરિયાદો, બોગસ વોટીંગની 02, કાયદો અને વ્યવસ્થા અંગેની 30, આદર્શ આચરસંહિતા ભંગની 36 તથા અન્ય 30 ફરિયાદો મળી કુલ 104 ફરિયાદો મળી હતી. અન્ય પ્રકારની ફરિયાદોમાં ધીમું મતદાન, બોગસ વોટીંગ અને પાવર કટ અંગેની ફરિયાદો મળી હતી. c-VIGILથી 221 ફરિયાદો મળી હતી.

ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી પી. ભારતીએ શાંતિપૂર્ણ અને ઉત્સાહપૂર્ણ મતદાન બદલ ગુજરાતના 19 જિલ્લાઓના મતદારોનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું હતું કે, વહેલી સવારથી જ નાગરિકોએ આનંદ અને ઉત્સાહથી મતદાનનો આરંભ કર્યો હતો. વિશિષ્ટ પ્રકારના મતદાન મથકો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા અને લોકોએ આનંદ અને ઉલ્લાસપૂર્વક લોકશાહીના આ અવસરની ઉજવણી કરી હતી.ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે પણ ગુજરાતના મતદારોને ઉત્સાહપૂર્વક મતદાન કરવાની અપીલ કરી હતી.

g clip-path="url(#clip0_868_265)">