પેપર લીક વિરુદ્ધમાં લવાયેલું બિલ લોકસભામાંથી પાસ, 10 વર્ષની જેલ અને 1 કરોડ દંડ જેવી ઘણી કડક જોગવાઈઓનો સમાવેશ

દેશમાં વધી રહેલા પેપર કાંડને લઈ સખત પગલાં લેવા માટે મંગળવારે લોકસભામાં પેપર લીક વિરુદ્ધ બિલ પસાર કર્યું હતું. સરકારે સોમવારે ગૃહમાં આ બિલ રજૂ કર્યું હતું. જેમાં પેપર લીક કરનાર આરોપીઓ સામે કડક વલણ દાખવી કામગીરી કરવા અંગે વિવિધ મુદાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

પેપર લીક વિરુદ્ધમાં લવાયેલું બિલ લોકસભામાંથી પાસ, 10 વર્ષની જેલ અને 1 કરોડ દંડ જેવી ઘણી કડક જોગવાઈઓનો સમાવેશ
Follow Us:
| Updated on: Feb 06, 2024 | 7:07 PM

સરકારે પેપર લીક વિરુદ્ધ બિલ લોકસભામાં પાસ કરી દીધું છે. સરકારે સોમવારે ગૃહમાં આ બિલ રજૂ કર્યું હતું. આ બિલ એક નવું બિલ છે જે પરીક્ષાના પ્રશ્નપત્ર લીક કરવાના દોષિતોને સજા કરવા માટે લાવવામાં આવ્યું છે. જેમાં શાળાની પરીક્ષાઓ, કોલેજની પરીક્ષાઓ અને સરકારી નોકરી માટેની પરીક્ષાઓનો સમાવેશ થાય છે.

10 વર્ષ સુધીની જેલ અને 1 કરોડનો દંડ

આ બિલમાં સરકારે ગુનેગારો સામે ખૂબ જ કડક જોગવાઈઓ લાગુ કરી છે. જો દોષી સાબિત થાય તો 10 વર્ષ સુધીની જેલ અને 1 કરોડ રૂપિયા સુધીના દંડની જોગવાઈ છે.

સરકારે 6 ફેબ્રુઆરીએ લોકસભામાં પેપર લીક સામે નવું બિલ પસાર કર્યું છે. હવે તેને ઉપલા ગૃહમાં રજૂ કરવામાં આવશે અને ત્યારબાદ રાષ્ટ્રપતિની ઔપચારિક મંજૂરી બાદ તે કાયદો બની જશે.

આજનું રાશિફળ તારીખ : 27-07-2024
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો
શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય

પેપર લીક થવાને કારણે વિદ્યાર્થીઓની આશા ઠગારી નીવડી

પેપર લીક સામેનું આ બિલ એવા વિદ્યાર્થીઓ માટે રાહતરૂપ છે કે જેઓ આખું વર્ષ મહેનત કરીને પરીક્ષામાં પાસ થયા પછી પોતાના પગ પર ઊભા થઈ જશે એવી આશા સાથે પેપર આપે છે. જો કે, ઘણી વખત પેપર લીક થવાને કારણે વિદ્યાર્થીઓની આશા ઠગારી નીવડી છે.

બિલમાં ઘણી કડક જોગવાઈઓ

આ વિધેયક હેઠળ, પરીક્ષાના પેપર લીક કરતા કે ઉત્તરવહીઓ સાથે ચેડા કરનારને 10 વર્ષ સુધીની જેલની સજા અને જો દોષિત ઠરશે તો 1 કરોડ રૂપિયાનો દંડ થશે. ઉલ્લેખનીય છે કે આ બિલ હેઠળ તમામ ગુનાઓ બિનજામીનપાત્ર હશે.

ઉપરાંત, પોલીસને પોતાની રીતે કાર્યવાહી કરવાનો અને વોરંટ વિના શકમંદોની ધરપકડ કરવાનો અધિકાર હશે. કથિત ગુનાઓ સમાધાન દ્વારા ઉકેલી શકાતા નથી.

Latest News Updates

વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">