Success Story: આ મહિલા ખેડૂત પરંપરાગત ખેતીને બદલે આ રીત અપનાવી વિદેશ સુધી મોકલે છે પ્રોડક્ટ

|

Nov 24, 2021 | 8:06 PM

ખેડૂત પરિવારમાં ઉછરેલી ઉર્મિલાને બાળપણથી જ ખેતી વિશે સારી જાણકારી હતી. વર્ષ 1972માં લગ્ન બાદ જ્યારે સાસરિયામાં આવ્યા ત્યારે અહીં ખેતી-વાડી જોવા મળી. લગ્ન પછી તેણે અભ્યાસ છોડ્યો ન હતો.

Success Story: આ મહિલા ખેડૂત પરંપરાગત ખેતીને બદલે આ રીત અપનાવી વિદેશ સુધી મોકલે છે પ્રોડક્ટ
File Image

Follow us on

દેશના મોટાભાગના ખેડૂતો (Farmers) ઘઉં, ડાંગર, મકાઈ અને શેરડી જેવા પાકો વારંવાર ઉગાડતા રહે છે. માગ પ્રમાણે ઉત્પાદન વધુ હોવાને કારણે ઉત્પાદનના વ્યાજબી ભાવ મળતા નથી. મેરઠના ગોવિંદપુરી ગામની પ્રગતિશીલ મહિલા ખેડૂત (Women farmers) ઉર્મિલા વશિષ્ઠ આ પરંપરા તોડી ઓર્ગેનિક ખેતી (Organic farming) દ્વારા પાકમાં વિવિધતા લાવી રહી છે. આ પ્રક્રિયા હેઠળ તે એક જ ખેતરમાં એક સાથે અનેક પાક ઉગાડી રહી છે.

 

અળસી, લસણ, હળદર જેવા પાક પર પ્રોસેસ કરી અને ગામમાં રહીને તે ઓછા ખર્ચે અનેક ગણો નફો કમાઈ રહી છે. જેના દ્વારા આસપાસની મહિલાઓને પણ રોજગારી મળી રહી છે. આ સાથે તે વિસ્તારના અન્ય ખેડૂતોને પણ આ બાબતે પ્રેરિત કરી રહી છે. હળદર, લસણ અને ફ્લેક્સસીડ રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ઉપયોગી સાબિત થાય છે. આ વખતે કોરોનાના સમયગાળા દરમિયાન ઉર્મિલાના કૃષિ ઉત્પાદનોની ભારે માગ છે. તેમના હળદર અને લસણના અથાણા વિદેશમાં મોકલવામાં આવી રહ્યા છે.

Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?

 

પતિના અવસાન બાદ ઉર્મિલાએ હિંમત ન હારી

ખેડૂત પરિવારમાં ઉછરેલી ઉર્મિલાને બાળપણથી જ ખેતી વિશે સારી જાણકારી હતી. વર્ષ 1972માં લગ્ન બાદ જ્યારે સાસરિયામાં આવ્યા ત્યારે અહીં ખેતી-વાડી મળી. લગ્ન પછી તેણે અભ્યાસ છોડ્યો ન હતો. પહેલા બીએ અને પછી એમએ કર્યું. તે સમયે પતિએ રૂડકીમાંથી સિવિલ એન્જિનિયરિંગમાં એમટેક કર્યું હતું. અભ્યાસ પૂરો કર્યા પછી તેમને જળ નિગમમાં નોકરી મળી ગઈ.

 

તેથી ઉર્મિલાને તેના પતિ સાથે આખા ઉત્તર પ્રદેશમાં ફરવાનો અને રહેવાનો મોકો મળ્યો. ઉર્મિલા જણાવે છે કે પૈસાની કોઈ કમી ન હતી, પરંતુ પતિએ નોકરી દરમિયાન ઘર બનાવ્યું ન હતું. તેમની ઈચ્છા હતી કે નિવૃત્તિ પછી તેઓ ગામમાં રહીને ખેતી કરે. વર્ષ 2003માં પતિની નિવૃત્તિ બાદ તેઓ ગોવિંદપુરીમાં રહેવા લાગ્યા હતા. વર્ષ 2015માં પતિના અવસાન બાદ ઉર્મિલા ભાંગી પડી હતી પરંતુ હિંમત ન હારી.

 

ઓર્ગેનિક ઉત્પાદનો હાથોહાથ વેચાઈ જાય છે

કહેવાય છે કે શિક્ષણ ક્યારેય વ્યર્થ જતું નથી. વૃદ્ધાવસ્થામાં આ તેમનો સહારો બની ગયુ. ઉર્મિલાએ 2016માં ખેતીની કમાન સંપૂર્ણપણે સંભાળી લીધી હતી. તેમાં કંઈક નવું કરવા માટે તેઓ ગાઝિયાબાદમાં ઓર્ગેનિક ફાર્મિંગની ટ્રેનિંગ લીધી. બાદમાં દેશના પ્રગતિશીલ ખેડૂત ભારત ભૂષણ ત્યાગી હેઠળ તાલીમ લીધી. અહીં તેઓ વનસ્પતિ ઉગાડવા વિશે સમજ્યા. હવે ઉર્મિલા સારી રીતે સમજી ગઈ છે કે પરંપરાગત ખેતી(Traditional farming)થી કોઈ ફાયદો થશે નહીં.

 

આવક વધારવા માટે એવા પાકો ઉગાડવા જોઈએ જેનું તાત્કાલિક વેચાણ થાય અને સારા ભાવ મળે. ઉર્મિલા કહે છે કે આજકાલ લોકો હેલ્થ કોન્સિયસ થઈ રહ્યા છે. તે કોઈપણ કિંમતે ઓર્ગેનિક ઉત્પાદનો ખરીદવા તૈયાર છે. ભૂતકાળમાં તેમણે ડાંગરનો પાક ઉગાડ્યો હતો. ઓર્ગેનિક પ્રોડક્ટ હોવાને કારણે તેમનો પાક ઈચ્છા મુજબ ભાવમાં વેચાઈ ગયો હતો.

 

મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનો હેતુ

ઉર્મિલા હવે ઓર્ગેનિક ફાર્મિંગ દ્વારા જડીબુટ્ટીઓ ઉગાડવા પર ધ્યાન આપી રહી છે. તે ગામમાં તેની પ્રોસેસ કરી અને ઉત્પાદનો બનાવશે. તેની પાછળનો તેનો હેતુ માત્ર પૈસા કમાવવાનો નથી, પરંતુ આ સાહસ દ્વારા તે પોતાની આસપાસની વધુને વધુ મહિલાઓને રોજગાર આપીને આત્મનિર્ભર બનાવવા માંગે છે. યુવાનોને તેમની સલાહ છે કે શહેરમાં સ્થળાંતર કરવાને બદલે ગામડામાં જ ખેતીનો વ્યવસાય શોધવો જોઈએ.

 

ઘઉં, ચણાનો લોટ, મધ, ગુંદર, અથાણું, ચટણી એવી બધી પ્રોડક્ટ્સ છે જે ઓછા રોકાણમાં ગામમાં જ તૈયાર કરી શકાય છે. આ પહેલ વડાપ્રધાનના લોકલ ફોર વોકલ અભિયાનને વેગ આપશે. ઉપરાંત, નોકરી માંગવાને બદલે તમે ઘરે રહીને નોકરી આપનાર બની શકો છો.

 

આ પણ વાંચો: કપાસમાં ગુલાબી ઈયળ માટે આ બાબતો છે જવાબદાર, સમયસર આ ઉપાય કરી ટાળો મોટુ નુકસાન

 

આ પણ વાંચો: PMFBY: સરળ ભાષામાં સમજો શું છે પ્રધાનમંત્રી પાક વીમા યોજના? જાણો તેના ફાયદા

Next Article