કપાસમાં ગુલાબી ઈયળ માટે આ બાબતો છે જવાબદાર, સમયસર આ ઉપાય કરી ટાળો મોટુ નુકસાન

કૃષિ નિષ્ણાંતોની સલાહ મુજબ નિયમિત રીતે કપાસના જીંડવા ફોલીને નિરીક્ષણ કરવું જોઈએ તેમજ જેમને આગોતરા કપાસ વાવેલા છે તેમને વધુ સાવચેત થવાની જરૂર છે. ગુલાબી ઈયળથી ડરવાની કોઈ જરૂર નથી. પહેલાથી સાવચેતી રાખવામાં આવે તો ગુલાબી ઈયળના ઉપદ્રવને રોકી શકાય છે.

કપાસમાં ગુલાબી ઈયળ માટે આ બાબતો છે જવાબદાર, સમયસર આ ઉપાય કરી ટાળો મોટુ નુકસાન
Cotton Crop (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 24, 2021 | 1:44 PM

કપાસ (Cotton)માં ગુલાબી ઈયળ ખેડૂતો(Farmers)ની સૌથી મોટી દુશ્મન છે અને જો નિયમિત કપાસના જીંડવાનું નિરીક્ષણ ના કર્યું હોય તો આ ઈયળનો ઉપદ્રવ ક્યારે ફેલાય જાય તેની જાણ પણ રહેતી નથી. એટલે કૃષિ નિષ્ણાંતો (Agricultural experts)ની સલાહ મુજબ નિયમિત રીતે કપાસના જીંડવા ફોલીને નિરીક્ષણ કરવું જોઈએ તેમજ જેમને આગોતરા કપાસ વાવેલા છે તેમને વધુ સાવચેત થવાની જરૂર છે. ગુલાબી ઈયળ (Pink caterpillar)થી ડરવાની કોઈ જરૂર નથી. પહેલાથી સાવચેતી રાખવામાં આવે તો ગુલાબી ઈયળના ઉપદ્રવને રોકી શકાય છે.

ગુલાબી ઈયળનો ઉપદ્રવ અને ફેલાવાના કારણો

પાક લઈ લીધા બાદ જ્યારે નુકસાન પામેલા જીંડવાની અંદર આ ઈયળો સુષુપ્ત અવસ્થામાં જમીનની અંદર પડી રહે છે અને બીજા વર્ષ જ્યારે તેને અનૂકુળ વાતાવરણ મળતા તે કોશેટામાં ફેરવાય છે અને તેમાંથી પુખ્ત ફુદીઓ બહાર આવે છે જે નવા ઈંડા મુકવાનું કામ કરે છે. તેમજ જ્યારે કપાસના પાકની સાંઠીઓને ખેતરના ફરતે અથવા આજુબાજુ શેઢા પાળા પર ઢગલા કરવામાં આવે છે તેમાં સુષુપ્ત અવસ્થામાં ઈયળો પડી રહે છે જ્યારે વાતાવરણ અનુકુળ બને ત્યારે તે ફરી પોતાનું જીવનચક્ર શરૂ કરી દે છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

અહીં મનમાં સવાલ એ થાય કે જ્યારે કપાસનો પાક ન હોય ત્યારે ? ત્યારે આ ઈયળ જંગલી ભીંડો કહેવાતા છોડ પર પોતાનું જીવનચક્ર યથાવત રાખે છે. તેમજ વહેલા વાવેલા કપાસ એટલે કે આગોતરા કપાસના વાવેતરમાંથી પાછતરા એટલે કે મોડા વાવેતરમાં પણ ઘણીવાર આ જીવાત ફેલાય છે. આ ઈયળ નુકસાનગ્રસ્ત જીંડવા અને બીજમાં પણ જોવા મળે છે ત્યારે આ જીંડવા ખેતરના શેઢા પાળીએ ફેંકવામાં આવે છે ત્યારે તેમાં સુષુપ્ત અવસ્થામાં રહેલ ઈયળોને અનુકૂળ વાતાવરણ મળે ત્યારે તે કોશેટામાં ફેરવાય છે તેમજ તેમાંથી નીકળતા ફુદાઓ તેમનું જીવનચક્ર શરુ રાખે છે.

કપાસની પાછલી અવસ્થાએ ખેડૂતો ખાસ બહું દવા છાંટતા નથી તેથી એ સમયગાળા દરમિયાન આ ઈયળનો ઉપદ્રવ વધારે જોવા મળે છે. ત્યારે અહીં સૌથી મુશ્કેલ બાબત એ છે કે આ જીવાતનો ઉપદ્રવ જીંડવાની અંદર થતો હોય છે જેની ખેડૂતોને ખબર સુધા હોતી નથી અને જ્યારે ખબર પડે ત્યારે ઘણું મોડુ થઈ જતું હોય છે. પિયત વિસ્તારમાં લાંબા સમય સુધી ખેતરોમાં કપાસનો પાક ઉભો રહેતો હોય છે જેથી આ ઈયળ પોતાનું જીવનચક્ર ચાલુ રહે છે.

ગુલાબી ઈયળનું નિયંત્રણ

કૃષિ નિષ્ણાંતો અનુસાર ગુલાબી ઈયળના નિયંત્રણ માટે આ ઉપાય કરી શકાય છે જેમાં જ્યારે કપાસની છેલ્લી વીણી કરી લેવામાં આવે ત્યારે ખેતરમાં ઘેટા-બકરા ચરાવવા તથા કપાસનો પાક પુરો થઈ જાય ત્યાર બાદ તેની સાંઠીઓને ખેતરની આસપાસ અથવા શેઢા પાળીઓ ઉપર ઢગલા અથવા વાડ ન કરતા તેનો બાળીને નાશ કરવો. જ્યારે કપાસનો પાક ઉભો હોય ત્યારે ફુદાને અટકાવવા ફેરોમેન ટ્રેપ લગાવવા. તેમજ કપાસનો જે પાછોતરો ફાલ આવે છે તે લેવાનું ટાળવું જોઈએ.

ખેતરના આસપાસ જો ક્યાંક જંગલી ભીંડો દેખાય તો તેનો પણ નાશ કરવો તેમજ વધારે પડતું વહેલું વાવેતર ન કરવું જોઈએ. સમયસર વાવેતર કરવું તેમજ વહેલી પાકતી જાતોનું વાવેતર કરવું હિતાવહ છે તેમજ ખોટું બિન જરૂરી પિયત ન આપવું જોઈએ. અહીં નિષ્ણાંતો દ્વારા ફેરોમેન ટ્રેપ લગાવાની ભલામણ કરવામાં આવે છે જેમાં ટ્રેપમાં 8 થી 10 ફુંદા પકડાય ત્યાર બાદ રાસાયણિક દવાનો છંટકાવ ભલામણ મુજબ કરવો જોઈએ.

આ પણ વાંચો: દેશમાં ખાતરની કોઈ અછત નથી, રાજ્ય સરકારોએ સપ્લાય પર નજર રાખવી જોઈએ: મનસુખ માંડવિયા

આ પણ વાંચો: ઈઝરાયેલે કૃષિ ક્ષેત્રે આ રાજ્યની કરી પ્રશંસા, ભવિષ્યમાં ઈઝરાયલ ભારતના વિવિધ રાજ્યોમાં અનેક પ્રોજેક્ટ સ્થાપશે

g clip-path="url(#clip0_868_265)">