AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ખેતીવાડી સાથે પશુપાલનની આ રીતો ખેડૂતોને આપશે બમણી આવક

બદલાતા વાતાવરણમાં પાક નુકશાનને કારણે ખેડૂત પાયમાલની સ્થિતિ તરફ નહીં વળે તેને માટે ખેતીવાડી સાથે પશુપાલન ઈ શ્રેષ્ઠ ઉપાય માનવમાં આવે છે. કારણ કે આ પદ્ધતિ થી પ્રકૃતિક ખેતીનો વ્યાપ તો વધશે જ પરંતુ ખેડૂતોની આવકમાં પણ પણ વધારો થશે. આ માટેની કેટલીક રીતો છે તે આપણે જોઈએ.

ખેતીવાડી સાથે પશુપાલનની આ રીતો ખેડૂતોને આપશે બમણી આવક
TV9 Gujarati
| Edited By: | Updated on: May 10, 2023 | 8:09 PM
Share

હાલના સમયમાં ખેતીમાં થઈ રહેલું નુકશાન ખેડૂતોને પાયમાલની સ્થિતિ તરફ દોરી જાય છે. કારણકે બદલાતા વાતાવરણનો માર તમામ ઋતુના પાકો ઉપર ભારે તારાજી સર્જે છે. ત્યારે આવા સમયે કુદરતી ખેતી આવશ્યક બની ગઈ છે અને જો આ કુદરતી ખેતી સરળતાથી કરવી હોય તો પશુધનની આવશ્યક્તા ઊભી થાય છે. મહત્વનું છે કે પ્રાચીન સમયમાં પશુઓની મદદ વિના ખેતી શક્ય ન હતી. મોટાભાગના કૃષિ કામ માટે પ્રાણીઓનો ઉપયોગ થતો હતો.

પશુપાલનને લીધે ખેડૂતોની આવકમાં નોંધપાત્ર પ્રમાણમાં વધારો થયો છે. આજે પણ ખેતીની સાથે પશુપાલનના ઘણા ફાયદા છે અને ત્રીજો ફાયદો એ છે કે પશુદહન સાથેની ખેતી ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન આપે છે. જેથી આ પાકની ખેતી એક પ્રકારની સંકલિત ખેતી છે, જેમાં પાક અને પ્રાણીઓ બંનેને દ્વારા ખેડૂતોને ફાયદો થાય છે.

પશુપાલનમાં ગાય, ભેંસ, ઘેટા, બકરી, ડુક્કર, કોકડા, ક્વેઈલ, બતક જેવા અનેક પ્રાણીઓ અને પક્ષીઓ ઉછેરવામાં આવે છે. આ માટે તમે આધુનિક તકનીક અને પદ્ધતિઓનો ઉપયોગ કરી શકો છો. આજકાલ એવી ટેક્નોલોજી પણ આવી ગઈ છે, જેના કારણે ગાય માત્ર વાછરડાને જ જન્મ આપશે.

છાણ અને મૂત્ર જમીનની ફળદ્રુપ શક્તિમાં વધારો કરે

મહત્વનુ છે કે પશુપાલનના પણ કેટલાક અવનવા લાભો છે જેને કારણે ખેડૂતોની ખેતી ગુણવતા સાભાર બની રહે છે. હાલનો ખેડૂત કુદરતી ખેતી તરફ આગળ વધ્યો છે. ત્યારે પશુઓમાંથી મળતું છાણ અને મૂત્ર જમીનની ફળદ્રુપ શક્તિમાં વધારો કરે છે.જોવાની બાબત એ છે કે ખેડૂતોને ખેતી માથી આખું વર્ષ આવક મળતી નથી. એક વાર પાક વાવી દીધા બાદ લાંબા ગાળે આમથી ઉપાર્જન થાય છે. જેને સામે જો પશુ આધારી ખેતી ખેડૂત કરે તો બાકીના સમયમાં આખા વર્ષ દરમિયાન પશુપાલનમાંથી નિયમિત આવક મળતી રહે છે.

હાલમાં પશુપાલનને ખેતીથી અલગ ગણવામાં આવે છે.પરંતુ સત્ય એ છે કે પશુપાલન સંપૂર્ણપણે ખેતીનો જ એક ભાગ છે. પશુપાલનનો અર્થ માત્ર દૂધ ઉત્પાદન જ નથી પરંતુ તે સિવાય દૂધ, ઈંડા, માંસ, જૈવિક ખાતર વગેરેમાં આ પશુ ઉપયોગી થાય છે.

પશુ કે પક્ષી ખરીદતી વખતે તેની જાતિનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી

ખેડૂત સાથે જો પશુપાલનની વ્યવસાય કરવામાં આવે તો રોજ બરોજની સામાન્ય આવક ખેડૂત દુધ વિતરણ માથીજ મેળવી લે છે જેથી કરી જો ખેતીમાં નુકશાન જાય તો ઘરના ભરણ પોષણમાં કોઈ વિઘ્ન નહીં આવે.જો આ પશુપાલન વૈજ્ઞાનિક ઢબે સામાન્ય રીતે નહીં પણ સારી રીતે વિચારેલી વ્યૂહરચના હેઠળ કરવામાં આવે તો ખેતી સહિતનો આ પશુપાલન સારો સોદો સાબિત થઈ શકે છે. પશુપાલન અંતર્ગત કોઈપણ પશુ કે પક્ષી ખરીદતી વખતે તેની જાતિનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહત્વનુ છે કે પશુપાલનની શ્રેણીમાં આ પ્રથમ સીડી માનવમાં આવે છે

પશુપાલન માટે ટિપ્સ

પશુઓ ખરીદતી વખતે, તમારે પશુચિકિત્સક સાથે વાત કરવી જોઈએ તેમજ તેની વંશાવલિ વિશે પૂછપરછ કરવી જોઈએ. હવે જ્યારે તમે પ્રાણીઓ અને પક્ષીઓને ખરીદીને ઘરે લાવો છો, ત્યારે તેમને સારી ગુણવત્તાનો ચારો ખવડાવવાની જરૂર છે. જો તમે સારું પોષણ આપો તો જ તમને સારું પરિણામ મળશે. સારો અને પૌષ્ટિક ચારો પશુ-પક્ષીઓને સ્વસ્થ બનાવે છે અને તેમની ઉત્પાદન ક્ષમતા વધુ સારી બને છે. આ માટે તમે પશુચિકિત્સકની સલાહ પણ લઈ શકો છો. ઋતુ પ્રમાણે તમે જે રીતે તમારી સંભાળ રાખો છો, તેમની કાળજી લેવી પણ જરૂરી છે. ઉદાહરણ તરીકે, જો ગરમી હોય, તો પશુને પીવા માટે પૂરતું પાણી આપો, તેમની રહેવાની જગ્યા ઠંડી રાખો. તેમને દરરોજ સ્નાન કરાવવું. તેમના રહેવાની જગ્યાને સ્વચ્છ રાખવાથી અને ખુલ્લું વાતાવરણ આપવાથી તેમના રોગનું જોખમ ઘટશે. સ્થળ પર સફાઈ માટે કોઈપણ જંતુનાશકનો ઉપયોગ કરી શકો છો. તાજી હવા અને પર્યાપ્ત પ્રકાશ સમાન રીતે મહત્વપૂર્ણ છે.

આ પણ વાંચો : ખેડૂતોને નકલી બિયારણની સમસ્યાથી મળશે છુટકારો, આ એપ જણાવશે કે બિયારણ અસલી છે કે નકલી

એ જ રીતે સીઝન પ્રમાણે ખેતી કરીને તમે માત્ર પાક નું ઉત્પાદન કરવું તેટલુજ નહીં, પરંતુ તેમાંથી પશુઓ માટે ચારો પણ ઉગાડી શકાય છે. ગાયના છાણનો ઉપયોગ વર્મી કમ્પોસ્ટ અને ગોબર ગેસ બનાવવા માટે પણ કરી શકાય છે. તમારા ખેતરની માટી પરીક્ષણ મુજબ જૈવિક ખાતરનો ઉપયોગ કરી શકાય છે અને પાક પણ ઉગાડી શકાય છે. પરંપરાગત પાકો સિવાય એવા પાકો પર પણ ધ્યાન આપી શકાય, જેમાંથી આવક સારી હોય.

કૃષિ જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

APMC ભાવ સમાચારએગ્રિકલ્ચર ટેકનોલોજી ન્યૂઝસક્સેસ સ્ટોરી સાથે જોડાયેલા તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">