Success Story: સરકારી નોકરી છોડીને શરૂ કરી એલોવેરાની ખેતી, હવે કરે છે લાખો રૂપિયાની કમાણી

ખેડૂતો પરંપરાગત પાકોને બદલે વૈજ્ઞાનિક પદ્ધતિથી બાગાયતી પાકોની ખેતી કરી રહ્યા છે. જો બાગાયતી પાકની વાત કરવામાં આવે તો ખેડૂતો ઔષધીય પાકોની પણ મોટા પ્રમાણમાં ખેતી કરી રહ્યા છે.

Success Story: સરકારી નોકરી છોડીને શરૂ કરી એલોવેરાની ખેતી, હવે કરે છે લાખો રૂપિયાની કમાણી
Aloe Vera Farming
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 15, 2023 | 4:49 PM

હાલમાં બદલાતા આ વૈજ્ઞાનિક યુગમાં ખેતી દ્વારા પણ વધારે આવક મેળવી શકાય છે. ખેડૂતો (Farmers) પરંપરાગત પાકોને બદલે વૈજ્ઞાનિક પદ્ધતિથી બાગાયતી પાકોની ખેતી કરી રહ્યા છે. જો બાગાયતી પાકની વાત કરવામાં આવે તો ખેડૂતો ઔષધીય પાકોની પણ મોટા પ્રમાણમાં ખેતી કરી રહ્યા છે. એક યુવા ખેડૂત છે જેમણે સરકારી નોકરી છોડી અને ખેતીમાં ઝંપલાવ્યું છે. તેમણે હંમેશા ડિમાન્ડમાં રહેતા એલોવેરાની ખેતી (Aloe Vera Farming) કરીને લાખો રૂપિયાની કમાણી કરી છે.

સરકારી નોકરી છોડી એલોવેરાની ખેતી શરૂ કરી

રાજસ્થાનમાં રહેતા હરીશ ધનદેવ એન્જિનિયર હતા. તેઓ જેસલમેર મ્યુનિસિપલ કાઉન્સિલમાં જુનિયર એન્જિનિયર તરીકે કામ કરતા હતા, પરંતુ તેને નોકરીમાં મજા આવતી ન હતી સાથે જ તેને તેના પરિવારથી દૂર રહેવું પડતું હતું. તેથી તેમણે સરકારી નોકરી છોડી દીધી અને એલોવેરાની ખેતી શરૂ કરી હતી.

એલોવેરાની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ વિશે જાણ્યું

યુવા ખેડૂત હરીશે કહ્યુ કે, સરકારી નોકરી દરમિયાન તે એક દિવસ દિલ્હી ગયા અને ત્યાં એક કૃષિ પ્રદર્શન જોયું. તે સમયે તેમણે એલોવેરાની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ વિશે જાણ્યું. હરીશને એલોવેરાની ખેતી કરવાનો વિચાર આવ્યો. સાથે જ ખેતી કરવાનું તેનું સપનું હતું, તેથી નોકરીમાંથી રાજીનામું આપ્યું અને તેમના ગામમાં પરત આવી 120 એકર જમીનમાં એલોવેરાની ખેતી શરૂ કરી.

Raw Milk : કાચું દૂધ પીવાથી સ્વાસ્થ્ય પર શું અસર થાય છે?
Canada Citizenship : કેનેડાની નાગરિકતા કેવી રીતે મળે છે ?
શું તમને પુરતી ઊંઘ પછી પણ દિવસભર થાક લાગે છે? તો દરરોજ કરો આ 10 કામ
સિંગર સચેત-પરંપરા એક પુત્રના માતા-પિતા બન્યા, જુઓ ફોટો
ભુલથી Expiry Date વાળી દવા લેવાઇ જાય તો શું થાય ?
ભારત છોડો... પાકિસ્તાનમાં પણ વાગ્યો મુકેશ અંબાણીનો ડંકો, જાણો કારણ

આ પણ વાંચો : ખેડૂતોએ બાગાયતી પાકોમાં કયા ખેતી કાર્ય કરવા, જાણો ફળ પાકોમાં શું કાળજી લેવી જોઈએ

તેનો ઉપયોગ લક્ઝરી કોસ્મેટિક ઉત્પાદનોમાં થાય છે

હરીશ એલોવેરાની બાર્બી ડેનિસ જાતની ખેતી કરે છે. હોંગકોંગ, બ્રાઝિલ અને અમેરિકા જેવા મોટા દેશોમાં એલોવેરાની આ જાતિની વધારે માગ રહે છે. તેનો ઉપયોગ લક્ઝરી કોસ્મેટિક ઉત્પાદનોમાં થાય છે. તેથી જ મોટા વેપારીઓ સીધા જ તેમના ખેતરમાંથી એલોવેરાની ખરીદી કરે છે. હરીશે જેસલમેરમાં નેચરો એગ્રો નામની પોતાની કંપની શરૂ કરી છે. તેઓ હવે એક કરોડપતિ ખેડૂત બની ગયા છે અને તેનું વાર્ષિક ટર્નઓવર 2 થી 3 કરોડ રૂપિયાનું છે.

કૃષિના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રાજકોટમાં અશાંતધારાના અમલ અંગે તંત્રની કામગીરી સામે ઉઠ્યા સવાલ
રાજકોટમાં અશાંતધારાના અમલ અંગે તંત્રની કામગીરી સામે ઉઠ્યા સવાલ
ભાવગરમાં બેફામ ડમ્પરની ટક્કરે 10 દિવસમાં 11 લોકોના મોત
ભાવગરમાં બેફામ ડમ્પરની ટક્કરે 10 દિવસમાં 11 લોકોના મોત
"ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવા બનાવી PMJAY ની નવી SOP? "
ગુજરાત આરોગ્ય વિભાગે કરી 'સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ'ની રચના
ગુજરાત આરોગ્ય વિભાગે કરી 'સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ'ની રચના
Surat : વેસુમાં બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ કરનાર નરાધમની ધરપકડ
Surat : વેસુમાં બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ કરનાર નરાધમની ધરપકડ
વ્યાજખોરે બાળકીને વેચી હોવાની ઘટનામાં ખુલાસો, પિતાએ કર્યો હતો સોદો
વ્યાજખોરે બાળકીને વેચી હોવાની ઘટનામાં ખુલાસો, પિતાએ કર્યો હતો સોદો
Bhavnagar : ઘોઘાના લાખણકા રોડ ઉપર ડમ્પરની અડફેટે 2 ના મોત
Bhavnagar : ઘોઘાના લાખણકા રોડ ઉપર ડમ્પરની અડફેટે 2 ના મોત
દાહોદના સરહદ ધરાવતા વિસ્તારોમાં પોલીસે હાથ ધરાયું ચેકિંગ
દાહોદના સરહદ ધરાવતા વિસ્તારોમાં પોલીસે હાથ ધરાયું ચેકિંગ
ભરશિયાળે ગુજરાતમાં કમોસમી વરસાદની આગ, જાણો ક્યાં અને ક્યારે થશે માવઠું
ભરશિયાળે ગુજરાતમાં કમોસમી વરસાદની આગ, જાણો ક્યાં અને ક્યારે થશે માવઠું
સસરા, સાળાને ઉડાવી દેવા માટે કરેલા બ્લાસ્ટ પાછળની વાંચો ઈનસાઈડ સ્ટોરી
સસરા, સાળાને ઉડાવી દેવા માટે કરેલા બ્લાસ્ટ પાછળની વાંચો ઈનસાઈડ સ્ટોરી
g clip-path="url(#clip0_868_265)">