Success Story: એક ઝૂંપડીમાંથી કરી શરૂઆત, આજે મશરૂમની ખેતીથી કરે છે વર્ષની દોઢ કરોડની કમાણી

આ મહિલાઓ એવી હાલતમાં હતી કે પોતાનું પેટ ભરવા પણ સક્ષમ ન હતી. હિરેશાએ તેમના માટે પોતાના સ્તરે ઘણું કામ પણ કર્યું. દરમિયાન આ મહિલાઓને સશક્ત બનાવા માટે મશરૂમની ખેતીનો આઈડિયા તેમના મનમાં આવ્યો.

Success Story: એક ઝૂંપડીમાંથી કરી શરૂઆત, આજે મશરૂમની ખેતીથી કરે છે વર્ષની દોઢ કરોડની કમાણી
Mushroom Cultivation
TV9 GUJARATI

| Edited By: Pankaj Tamboliya

Feb 08, 2022 | 1:14 PM

Mushroom Cultivation: વર્ષ 2013 માં કેદારનાથમાં વાદળ ફાટ્યા બાદ ભયંકર વિનાશ વેરાયો હતો. દેહરાદૂનના ચારબા ગામની રહેવાસી હિરેશા વર્મા એ સમયે દિલ્હીમાં એક આઈટી કંપનીમાં કાર્યરત હતી. જ્યારે તેઓએ વિનાશના દશ્યો જોયા તો તેઓએ પીડીતોની મદદ કરવાનું નક્કી કરી લીધું.

તેઓ દિલ્હી (Delhi)છોડી ઉત્તરાખંડ (Uttarakhand) પહોંચી ગયા અને લોકોને મદદ અને રાહત પહોંચાડવા માટે એક એનજીઓ સાથે કામ કરવા લાગ્યા. હિરેશા જ્યારે લોકોની મદદ કરી રહ્યા હતા તો તેઓએ જોયું કે, કેદારનાથ દુર્ઘટનમાં અનેક ઘર પૂરી રીતે કાળના કારાગારમાં સમાય ગયા, અનેકના પતિ અને પુત્રો ગુમ થઈ ગયા.

આ મહિલાઓ એવી હાલતમાં હતી કે પોતાનું પેટ ભરવા પણ સક્ષમ ન હતી. હિરેશાએ તેમના માટે પોતાના સ્તરે ઘણું કામ પણ કર્યું. દરમિયાન આ મહિલાઓને સશક્ત બનાવા માટે મશરૂમની ખેતીનો આઈડિયા તેમના મનમાં આવ્યો.

આ રીતે શરૂઆત કરી મશરૂમની ખેતી

હિરેશા અનુસાર તેઓ આખા ઉત્તરાખંડનું જળવાયુ ખેતી માટે અનૂકુળ નથી. અહીં પર પરંપરાગત રીતે ખેતી કરી શકાય તેમ નથી. પરંતુ મશરૂમ (Mushroom Cultivation)નો પાક બંધ રૂમમાં પણ તૈયાર કરી શકાય છે. તેમા વધુ રોકાણ પણ નથી થતું. ત્યારે તેઓએ આ નિસહાય મહિલાઓ સાથે વાત કરી અને ખાલી ઘરોમાં ઓર્ગેનિક (Organic)રીતે મશરૂમની ખેતી કરવાની શરૂ કરી.

2013 માં તેઓએ સર્વેટ ક્વાર્ટરમાં ઓયસ્ટર સાથે 25 બેગ સાથે મશરૂમની ખેતી (Mushroom Farming)શરૂ કરી હતી. આ દરમિયાન તેઓએ 2 હજાર રૂપિયાનું રોકાણ થયું અને 5 હજાર રૂપિયા સુધીનો નફો મેળવ્યો. તેનાથી ઉત્સાહિત હિરેશાએ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, દેહરાદૂન મશરૂમની ખેતીની તાલીમ લીધી. હિરેશા કહે છે કે, આજ આ જ મશરૂમની ખેતીથી તેઓ 1.5 કરોડ રૂપિયાનો વાર્ષિક નફો કમાય છે.

હિરેશાએ પોતાના ગામ ચારબા, લંગા રોડ, દેહરાદૂનમાં પાયલોટ પ્રોજેક્ટના રૂપે ખેતી માટે 500 બેગ સાથે ત્રણ વાંસની ઝૂંપડીઓમાં મશરૂમની ખેતી પર કામ શરૂ કર્યું હતું. આ ઝૂંપડીઓમાં તેઓ 15 ટકા ઉપજ મેળવતા. જેથી પ્રોત્સાહિત થઈ આ ક્ષેત્રમાં પોતાના કદમ આગળ વધાર્યા.

પડકારો ઓછા ન હતા

હિરેશા (Hiresha)માટે પડકારો ઓછા ન હતા, પરંતુ તેઓએ હાર ન માની. તેઓ જણાવે છે કે, દરરોજ 20 કિલોગ્રામની સામાન્ય માત્રા સાથે શરૂઆત કરી હતી. આજે તેમના પાસે ચારબામાં આધુનિક ઉત્પાદન ટેક્નોલોજી અને સુવિધાઓથી લેસ એક મશરૂમ ફાર્મ છે જેની ઉત્પાદન ક્ષમતા 1 ટન પ્રતિ દિવસ છે.

આ સિવાય તેઓ આ માધ્યમથી 15 લોકોને રોજગારી આપી રહ્યા છે અને 2 હજારથી વધુ મહિલાઓને તાલીમ આપી ચૂક્યા છે. મશરૂમના શિતાકે અને ગેનોડર્મા જેવા ઔષધીય પ્રજાતિ પણ ઉગાડવા લાગ્યા છે. જે કેંસર રોધી, વાયરલ સામે એન્ટી-ઓક્સિડેન્ટ છે.

તેમજ આચાર, કુકીજ, નગેટ્સ, સૂપ, પ્રોટીન પાઉડર, ચા, પાપડ વગેરે જેવા મશરૂમના વેલ્યુએડિશન (Value Addition)ઉત્પાદન પણ બનાવી રહ્યા છે. પૌડી અને ગઢવાલના પહાડી વિસ્તારમાં મશરૂમ ઉગાડવામાં ખેડૂતોની મદદ કહી રહ્યા છે. તેના માટે તેઓ વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓથી અનેક સન્માન અને પુરસ્કાર પ્રાપ્ત કર્યા છે.

આ પણ વાંચો: Viral Video: સ્પેશિયલ ડમ્બલથી કસરત કરતા દેડકાનો વીડિયો લોકોને ખુબ આવ્યો પસંદ, તમે પણ જૂઓ

આ પણ વાંચો: Technology: WhatsApp જલ્દી યૂજર્સને આપશે આ નવી સુવિધા, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati