ભારતના દરેક ક્ષેત્રની જેમ, કૃષિ ક્ષેત્ર (Agriculture)પણ પરિવર્તનના સમયગાળામાંથી પસાર થઈ રહ્યું છે. ખેડૂતોમાં જાગૃતિ વધી રહી હોવાથી તેઓ નવા પાકની ખેતી તરફ આગળ વધી રહ્યા છે. આ જ કારણ છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં દેશમાં ઔષધીય છોડની ખેતી તરફ ખેડૂતો (Farmers)નું વલણ ખૂબ જ ઝડપથી વધ્યું છે. કેટલાક ઔષધીય છોડ છે, જેની ખેતીથી ખેડૂતો એક એકરમાં 6 લાખ રૂપિયા સુધીની કમાણી કરી રહ્યા છે. આવો જ એક છોડ છે સતાવર.
સતાવર છોડ ઘણા જુદા જુદા નામોથી ઓળખાય છે. તે સતાવર, શતાવરી, સતવારી, સાતમૂલ અને સતમુલી તરીકે ઓળખાય છે. તેનું બોટનિકલ નામ એસ્પેરેગસ રેસીમોસમ તરીકે ઓળખાય છે. આ છોડના પાનનો ઉપયોગ મોટાભાગે આયુર્વેદિક દવાઓ બનાવવામાં થાય છે. આ સિવાય આ છોડમાં જીવજંતુઓ આવતા નથી. કાંટાળો છોડ હોવાને કારણે પ્રાણીઓ પણ તેને ખાવાનું પસંદ કરતા નથી.
સતાવરની ખેતી (Shatawari Farming)નર્સરી તકનીક દ્વારા કરવામાં આવે છે. નર્સરી તૈયાર કરતા પહેલા, ખેતરોને સારી ખેડાણની જરૂર રહે છે. નિષ્ણાતો મોટે ભાગે આ છોડની ખેતી માટે જૈવિક ખાતરનો ઉપયોગ કરવાની ભલામણ કરે છે. આ સિવાય ખેતરોમાં સારી પાણી નિકાસની વ્યવસ્થા હોવી જોઈએ. અન્યથા પાક નિષ્ફળ જવાની શક્યતા છે.
રોપ્યા પછી લગભગ 12 થી 14 મહિના આ છોડના મૂળને પરિપક્વ થવા માટે લાગે છે. એક છોડમાંથી લગભગ 500 થી 600 ગ્રામ મૂળ મેળવી શકાય છે. એક હેક્ટરમાંથી સરેરાશ 12 હજારથી 14 હજાર કિલોગ્રામ તાજા મૂળ મેળવી શકાય છે. તેને સૂકવ્યા બાદ ખેડૂતોને 1 હજારથી 1200 કિલો મૂળિયા મળે છે. તેને બજારમાં વેચવા પર ખેડૂતોને એક એકરમાં 5-6 લાખ રૂપિયા સુધીની કમાણી થાય છે.