Russia Ukraine War: સ્પાઈસજેટ પાયલટના જબરદસ્ત એનાઉન્સમેન્ટએ જીતી લીધુ લોકોનું દિલ, ફ્લાઈટમાં ગુંજ્યા દેશભક્તિના નારા
સ્પાઈસ જેટનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેને લોકો પસંદ કરી રહ્યા છે અને પાયલોટે જે રીતે મુસાફરોનું સ્વાગત કર્યું તેના વખાણ કરી રહ્યા છે, તે પ્રશંસનીય છે.
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ (Russia Ukraine War)ને કારણે છેલ્લા કેટલાય દિવસોથી સ્થિતિ વણસી ગઈ છે. જ્યારથી રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો છે ત્યારથી ત્યાં રહેતા લોકોના શ્વાસ અધ્ધર થઈ ગયા છે કે તેમનું શું થશે. જોકે, વિશ્વભરના દેશો યુક્રેનમાંથી યુદ્ધની વચ્ચે ફસાયેલા પોતાના લોકોને બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે, જેમાં ભારતનો પણ સમાવેશ થાય છે. યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને બચાવવા માટે વિમાનો મોકલવામાં આવી રહ્યા છે. અત્યાર સુધી ઘણા ભારતીયોને વિશેષ વિમાનો દ્વારા ભારત લાવવામાં આવ્યા છે.
એક ફ્લાઈટની અંદરનો એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ (Viral Video)થઈ રહ્યો છે, જેમાં પ્લેનનો પાયલોટ ફ્લાઈટ ટેકઓફ કરતા પહેલા તેમા સવાર લોકોને કંઈક કહ્યું, જેને સાંભળીને પ્લેનમાં બેઠેલા જ નહીં. પરંતુ વીડિયો જોનાર પણ ઈમોશનલ થઈ ગયા.
વાસ્તવમાં સ્પાઈસ જેટનું વિમાન યુક્રેનની પરિસ્થિતિમાંથી બહાર આવેલા ભારતીયોને પરત લાવવા માટે ગયું હતું. જેમાં પાયલોટે પહેલા તમામ મુસાફરોનું સ્વાગત કર્યું અને પછી એક ખાસ જાહેરાત કરી, ત્યારબાદ પ્લેનની અંદર ભારત માતા કી જયના નારા લાગ્યા હતા.
#SpiceJet just evacuated our stranded people on our first flight from #Ukraine. We are now en route back to #India. Their optimism made us hopeful of helping more Indians who are witnessing the war, through more SG flights. #EvacuationFlights #RescueIndians #HopeForPeace pic.twitter.com/gLdxhhlsax
— SpiceJet (@flyspicejet) March 2, 2022
આ ફ્લાઈટ બુડાપેસ્ટથી નવી દિલ્હી માટે હતી. સ્પાઈસજેટે (SpiceJet)પોતે જ તેના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર વીડિયો શેર કર્યો અને લખ્યું, ‘સ્પાઈસજેટે યુક્રેનમાં ફસાયેલા આપણા લોકોને બચાવ્યા. હવે અમે ભારત પાછા જઈ રહ્યા છીએ. તેમના આશાવાદે અમને વધુને વધુ ભારતીયોને મદદ કરવા પ્રેરણા આપી જેઓ યુદ્ધની સ્થિતિમાં છે
જો આપણે વીડિયો વિશે વાત કરીએ, તો પાઇલટે જાહેરાત કરતી વખતે લોકોને કહ્યું, ‘તમે બધા સુરક્ષિત છો તે જોઈને અમને ખૂબ આનંદ થાય છે. અમને તમારા બધાની હિંમત પર ગર્વ છે. તમે ભય અને મુશ્કેલીને જીતીને આટલી દૂરની મુસાફરી કરી છે. હવે આપણી માતૃભૂમિ જવાનો સમય છે. તમે બધા બેસો અને આરામ કરો અને તમારા પરિવારને મળવા માટે રાહ જુઓ. આ પછી પાયલોટે જય હિંદ સાથે પોતાની વાત પૂરી કરી, ત્યારબાદ ફ્લાઈટ દેશભક્તિના નારાથી ગુંજી ઉઠી.
સ્પાઈસ જેટનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેને લોકો પસંદ કરી રહ્યા છે અને પાયલોટે જે રીતે મુસાફરોનું સ્વાગત કર્યું તેના વખાણ કરી રહ્યા છે, તે પ્રશંસનીય છે.
આ પણ વાંચો: Russia Ukraine War Live: યુક્રેનમાં ફસાયેલા લગભગ 200 ભારતીય નાગરિકોને લઈને ફ્લાઈટ રોમાનિયાથી દિલ્હી પહોંચી
આ પણ વાંચો: હવે ટ્રેનમાં લગેજ મોકલવો વધુ સરળ અને સુરક્ષિત બન્યો, PMS સિસ્ટમ લાગુ કરાઈ, જાણો ફાયદા