ભારતીય કૃષિ સંશોધન સંસ્થા (IARI)પૂસાના વૈજ્ઞાનિકો(Scientists)એ ખેડૂતોને શાકભાજીના વાવેતર (Vegetables Sowing) અને તેની દેખરેખ સંબંધી ઘણી સલાહ આપી છે. ખેડૂતો આ સલાહ માનશે તો તેઓને વધુ ફાયદો થશે. શાકભાજી વિજ્ઞાન વિભાગના એક નિષ્ણાંત અનુસાર આ મૌસમમાં ખેડૂતો વટાણાનું વાવેતર કરી શકે છે. વાવેતર પહેલા માટીમાં યોગ્ય ભેજનું ધ્યાન જરૂર રાખો. તેમજ લસણ(Garlic)ના વાવેતર સંબંધી પણ ખેડૂતોને જાણકારી આપી છે.
આઈએઆરઆઈ પૂસાના વૈજ્ઞાનિકો તરફથી જાહેર કરેલ માર્ગદર્શિકામાં જણાવામાં આવ્યું છે કે બીજને ફૂગ નાશક કેપ્ટાન અથવા થાયરમ 2.0 ગ્રામ પ્રતિ કિલોગ્રામ બીજના દર સાથે ભેળવી ઉપચાર કરવો. ત્યારબાદ પાક વિશેષ રાઈઝોબિયમની રસી આપવી. ગોળને પાણીમાં ઉકાળી ઠંડો કરી લો અને રાઈઝોબિયમના બીજ સાથે ભેળવી ઉપચાર કરી સુકાવા માટે કોઈ પણ છાંયાવાળા સ્થળે રાખી દો. તેમજ આગામી દિવસે વાવેતર કરવું.
તાપમાનને ધ્યાનમાં રાખતા ખેડૂતો આ સમયે લસણનું વાવેતર પણ કરી શકે છે. વાવેતર પહેલા માટીમાં યોગ્ય ભેજનું ધ્યાન જરૂરથી રાખો. શ્રેષ્ઠ જાતો પસંદ કરીને વાવેતર કરવું. લસણની ખેતી માટે ખેતરમાં દેશી ખાતર અને ફોસ્ફરસ ખાતર જરૂરથી નાખવું.
ખેડૂતો આ સમયે રાયડો, ચણા, ધાણા, જેવા પાકોનું વાવેતર કરી શકે છે. ત્યારે વાવેતર પહેલા જમીનમાં ભેજનું યોગ્ય પ્રમાણ છે તે ચકાસી લેવું જરૂરી છે. શિયાળું પાકોમાં વહેલી પાકતી જાતો અને મોડી પાકતી જાતો પ્રમાણે વાવેતર કરવું, જેથી ઉત્પાદન સમય અને માવજતનો યોગ્ય અંદાજો મેળવી શકાય.
કૃષિ વૈજ્ઞાનિકો અનુસાર આ મોસમમાં બ્રોકલી, કોબી તથા ફ્લાવરનું ધરુવાડીયું તૈયાર કરી શકે છે. ધરૂવાડીયું જમીનથી ઉંચી ક્યારીઓમાં જ બનાવો. જે ખેડૂતોએ ધરૂવાડીયું તૈયાર કર્યું છે તેઓ મોસમને ધ્યાનમાં રાખી છોડનો રોપ ઉંચી પાળીઓમાં કરે.
મરચાં તથા ટામેટાની ખેતીમાં રોગગ્રસ્ત છોડને કાઢીને જમીનમાં દાટી દો. જો ઉપદ્રવ વધુ છે તો ઈમિડાક્લોપ્રિડ 0.3 મિલી પ્રતિ લીટરના દરે છંટકાવ કરવો. વૈજ્ઞાનિકોએ ફૂલોની ખેતી સંબંધી પણ સલાહ આપી છે. તેમના મુજબ ખેડૂતો ગુલાબના છોડની છટણી કરે છટણી કર્યા બાદ બાવિસ્ટીનનો લેપ લગાવે. જેથી ફૂગનું આક્રમણ ન થાય.
આ પણ વાંચો: ‘બધો ભાર કન્યાની કેડે’: ઇંધણ બાદ હવે ડુંગળીએ રડાવ્યા, ભાવમાં થયો ધરખમ વધારો, જાણો કારણ
આ પણ વાંચો: Good News: ખેડૂતોને કપાસના મળશે સારા ભાવ, પરંતુ ખેડૂતોને આ બાબતોનું ધ્યાન રાખવા વૈજ્ઞાનિકોની સલાહ