‘બધો ભાર કન્યાની કેડે’: ઇંધણ બાદ હવે ડુંગળીએ રડાવ્યા, ભાવમાં થયો ધરખમ વધારો, જાણો કારણ
પેટ્રોલ, ગેસ બાદ હવે ડુંગળીનો વારો છે. જી હા ડુંગળીનો ભાર હવે સામન્ય માણસ સહન ન કરી શકે એટલો થઇ ગયો છે. ડુંગળીની આવક ઘટતા ભાવમાં ધરખમ વધારો થયો છે.
ભાવનગરઃ દિવાળી પહેલા ડુંગળીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. સામાન્ય માણસની કમર પર આ એક વધુ ભાર પાડવાનો છે. જણાવી દઈએ કે ડુંગળીની આવક આ વખતે ઘટી છે. આવક ઘટતા ભાવમાં થયો વધારો થયો છે. જથ્થાબંધ ભાવમાં જોવા જઈએ તો 15 થી 30 રૂપિયા સુધી જથ્થાબંધ બજારમાં ડુંગળીનો ભાવ ચાલી રહ્યો છે. ત્યારેદિવાળી પૂર્વે ડુંગળીના ભાવમાં વધારો થતા વેપારીઓ અને સામાન્ય માણસોની ચિંતા પણ વધી છે.
માહિતી પ્રમાણે ડુંગળીની આવકમાં ઘટાડો થતાં ભાવ ઉંચકાયા છે. અને 20 કિલોના ભાવ 300 થી 600 રૂપિયા સુધી પહોંચી ગયા છે. ત્યારે છૂટકમાં ડુંગળીના કિલોના ભાવમાં પણ ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. એક કિલોના 30થી 60 રૂપિયા સુધી ભાવ પહોંચી ગયા છે. સ્વાભાવિક છે ગરીબોની બેલી ગણાતી ડુંગળી આ વખતે ફરી રડાવશે.
આ પણ વાંચો: પોલીસ આંદોલનમાં બે ફાંટા! ગાંધીનગરમાં આંદોલન મોકૂફ, અન્ય જિલ્લાઓમાં યથાવત, જાણો સમાગ્ર વિગત
આ પણ વાંચો: Ahmedabad: સાબરમતીમાં પ્રદુષણ ફેલાવતી ફેકટરીઓ સામે હાઇકોર્ટની લાલ આંખ, AMC ને આપ્યા આ આદેશ