Lemongrass Cultivation: લેમન ગ્રાસની ખેતી ખરાબાની જમીનમાં પણ કરી શકાય, પાણીની અછત ધરાવતા વિસ્તાર માટે ઉત્તમ પાક
એક વખત ઘાસ લગાવ્યા બાદ પાંચથી સાત વર્ષ સુધી તેના પાંદડા કાપીને વેચી તેમાંથી નફો મેળવી શકાય છે. લેમન ગ્રાસની ખેતીનો મોટો ફાયદો એ છે કે તે ઓછા પાણીએ પણ થાય છે. જેથી પાણીની સમસ્યાવાળા વિસ્તારમાં પણ આ ખેતી સરળતાથી કરી શકાય છે.
લેમન ગ્રાસ (Lemongrass)ની ખેતી ઓછી ફળદ્રુપ જમીન અથવા તો સાવ ખરાબાની જમીન પર પણ સરળતાથી કરી શકાય છે. એક વખત ઘાસ લગાવ્યા બાદ પાંચથી સાત વર્ષ સુધી તેના પાંદડા કાપીને વેચી તેમાંથી નફો મેળવી શકાય છે. લેમન ગ્રાસની ખેતીનો મોટો ફાયદો એ છે કે તે ઓછા પાણીએ પણ થાય છે. જેથી પાણીની સમસ્યાવાળા વિસ્તારમાં પણ આ ખેતી સરળતાથી કરી શકાય છે.
ઝારખંડની મહિલાઓએ લેમન ગ્રાસની ખેતી (Lemongrass Cultivation)થી સારો એવો નફો મેળવ્યો છે. તેમના જણાવ્યા અનુસાર આ ખેત પદ્ધતિનો મુખ્ય લાભ એ છે કે રોપણીના પાંચ વર્ષ બાદ ફરીથી લગાવાની જરૂર રહેતી નથી અને તેનાથી સારો એવો નફો મળે છે. આ ખેતીમાં જંગલી જાનવરોનો નુકસાનનો ભય રહેતો નથી.
એકદમ સરળ હોય છે લેમનગ્રાસની ખેતી
લેમન ગ્રાસ પોતાના સુગંધિત પાંદડાઓના કારણે મહત્વપૂર્ણ છે. તેમજ લેમનગ્રાસની ખેતી બંજર જમીનમાં પણ થતી હોવાથી વધુ માવજતની જરૂર રહેતી નથી. એકવાર રોપણી કર્યા બાદ તેમાથી પાંચથી સાત વર્ષ સુધી ઉપજ મેળવી શકાય છે. એક અધિકારીના જણાવ્યા અનુસાર લેમન ગ્રાસનો ઉપયોગ મોટાપાયે એન્ટીઓક્સિડેન્ટ સ્વરૂપે થાય છે. તેમજ મેડિસીન, કોસ્મેટિક અને ડિટર્જન્ટમાં ઉપયોગ કરવામાં આવે છે. તથા આ ખેતીની સૌથી સારી વાત એ છે કે તેમાં ખાતરની જરૂર પડતી નથી.
ભારતમાં મોટા ભાગે લેમન ગ્રાસની ખેતી ઉત્તર ભારતના ખેડૂતો (Farmers)દ્વારા કરવામાં આવે છે. જેમાં લેમન ગ્રાસની રોપણી કરવાનો યોગ્ય સમય ફેબ્રુઆરીથી જુલાઈ વચ્ચેનો માનવામાં આવે છે. એક મહિલા ખેડૂત અનુસાર લેમન ગ્રાસની ખેતીમાં કમાણી જોઈએ તો એક લાખથી દોઢ લાખ સુધીની કરી શકાય છે. જેમાં લેમન ગ્રાસના એક કિલો તેલનો ભાવ 800 રૂપિયા મળે છે.
બનાસકાંઠા, પાટણ અને કચ્છ જેવા સિંચાઈની સમસ્યા ધરાવતા વિસ્તારોમાં ઘણા ખેડૂતો લેમન ગ્રાસની ખેતી તરફ વળ્યા છે. આ વિસ્તારમાં ગરમી વધુ પડે છે પરંતુ લેમન ગ્રાસને ગરમી નડતી નથી. તેથી આ વિસ્તાર લેમન ગ્રાસની ખેતી માટે અનૂકુળ છે. વર્તમાનમાં ગુજરાતમાં આશરે 1500 જેટલા ખેડૂતો છે જે લેમન ગ્રાસની ખેતી કરે છે.
આ પણ વાંચો: ખુશખબર! આ ખેડૂતોને મળશે 2 હજારને બદલે 4 હજાર રૂપિયા, આ રીતે લીસ્ટમાં ચેક કરો તમારૂ નામ
આ પણ વાંચો: મત્સ્યપાલન અને પશુપાલન ક્ષેત્રમાં કિસાન ક્રેડિટ કાર્ડ માટે ચાલશે રાષ્ટ્રવ્યાપી અભિયાન, આ લોકોને પણ મળશે લાભ