પાકને જીવાતોથી સુરક્ષિત રાખવા તમે રાસાયણિક દવાઓનો ઉપયોગ કરો છો ? તો દવાનો છંટકાવ કરતી વખતે આ કાળજી રાખો

દવા છંટકાવ સમયે યોગ્ય કાળજી લેવામાં ન આવે તો દવાની ઝેરી અસર પણ થાય છે. જેથી આવી જંતુનાશક દવા સાથે કામ કરતી વખતે સાવચેતી રાખવી જરૂરી છે.

પાકને જીવાતોથી સુરક્ષિત રાખવા તમે રાસાયણિક દવાઓનો ઉપયોગ કરો છો ? તો દવાનો છંટકાવ કરતી વખતે આ કાળજી રાખો
રાસાયણિક દવાઓનો ઉપયોગ
| Edited By: | Updated on: Aug 30, 2021 | 5:35 PM

ખેડૂતો (Farmers) તેમના પાકને જીવાતોથી બચાવવા માટે રાસાયણિક દવાઓનો છંટકાવ કરે છે. દવાઓની અસર પાક પર થાય છે, પરંતુ સાથે ખેડૂતો પણ તેના ઉપયોગથી પ્રભાવિત થાય છે. કેટલીકવાર તેઓ પોતાનો જીવ પણ ગુમાવે છે. ઘણા ખેડૂતોની આંખોની રોશની ગુમાવી દીધી છે, તો બીજી ઘણી સમસ્યાઓ પણ ખેડૂતોમાં જોવા મળી રહી છે. આ સ્થિતિમાં ખેડૂત માટે આ રાસાયણિક દવાઓથી પોતાનું રક્ષણ કરવું જરૂરી છે.

ખેડૂતો (Farmers) તેના પાકમાં યોગ્ય પ્રમાણમાં જંતુનાશકોનો (Pesticides) ઉપયોગ કરી રોગ જીવાત સામે રક્ષણ મેળવી શકે છે અને ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો કરી શકે છે. પરંતુ આ દવા છંટકાવ સમયે યોગ્ય કાળજી લેવામાં ન આવે તો દવાની ઝેરી અસર પણ થાય છે. જેથી આવી જંતુનાશક દવા સાથે કામ કરતી વખતે સાવચેતી રાખવી જરૂરી છે. ચાલો જાણીએ પાકમાં દવા છાંટતી વખતે શું કાળજી રાખવી જોઈએ.

* દવા છાંટવાના સ્થળે પાણી, સાબુ અને ટુવાલની સગવડતા રાખવી અને ઉપયોગ કરવો.

* સૂચના મુજબ દવાનું પ્રમાણ જાળવવું જોઈએ.

* દવાનું પેકીંગ તોડતી વખતે દવાની અસર ન થાય તે રીતે યોગ્ય સાધન વડે પેકીંગ તોડવું અને કોઇ પણ સંજોગોમાં મોઢાનો ઉપયોગ કરવો નહીં.

* દવા છાંટતી વખતે દવાવાળા હાથે કંઇ ખાવું-પીવું નહીં. સાબુથી હાથ ધોઇ પછી જ આ વસ્તુ લેવી હિતાવહ છે.

* પવનની વિરૂદ્ધ દિશામાં દવાનો છંટકાવ ન કરવો જોઈએ.

* બિમાર કે દવાની એલર્જીવાળા વ્યક્તિએ દવા છંટકાવ કરવો નહીં.

* દવા છાંટતી વખતે તેની ઝેરી અસરથી બચવા હંમેશા સંરક્ષણાત્મક કપડા પહેરવા જોઈએ.

* ચશ્મા, હાથ મોજા, પગમાં બુટ, માસ્ક વગેરે પહેરવું.

* દવાનો પંપ લીકેજ ન થાય તે માટે તપાસ કરતી રહેવી અને લીકેજ પંપથી દવા છાંટવી નહીં.

* છંટકાવ કાર્ય પુરું થયે પંપ બરાબર સાફ કરીને જ મુકવો.

* વહેલી સવારે કે સાંજના સમયે જ દવાનો છંટકાવ કરવો.

* દવા પિયત પાણીમાં ન ભળી જાય તેનું ધ્યાન રાખવું.

* દવા છાંટયા બાદ સાબુથી સ્નાન કરી અને શરીર સ્વચ્છ કરવું.

* દવાનો છંટકાવ કર્યા બાદ ખેતરમાં નકકી કરેલા સમય સુધી કોઇ વ્યક્તિ ન જાય તેની કાળજી રાખવી જોઇએ.

* ફળ-ફૂલ અને શાકભાજીમાં દવા છાંટયા બાદ અઠવાડિયા સુધી તેને ઉતારવા નહીં.

* દવા છાંટનારે ડોક્ટર પાસે નિયમિત ચેકઅપ કરાવતા રહેવું.

* દવાની ઝેરી અસરથી બચવા પ્રાથમિક સારવાર કીટ રાખવાની ભલામણ છે.

 

આ પણ વાંચો : ભારતીય કૃષિ સંશોધન સંસ્થાએ ખેડૂતો માટે જાહેર કરી એડવાઈઝરી, ખેડૂતો તેના પર આપે ધ્યાન નહીંતર થશે નુકસાન

આ પણ વાંચો : નર્સરીમાં કામ કરતા શીખી ખેતી કરવાની કળા, હવે બાગાયતી પાકોની ખેતી દ્વારા કરી રહ્યા છે કમાણી