ઈઝરાયેલની કૃષિ ટેકનોલોજીના કારણે ફળ અને શાકભાજીના ઉત્પાદનમાં થયો વધારો, જાણો કેવી રીતે થાય છે આધુનિક પદ્ધતિથી ખેતી

|

Oct 12, 2023 | 5:29 PM

ભારતના ખેડૂતો ઈઝરાયેલમાં જઈને ખેતીની નવી વૈજ્ઞાનિક પદ્ધતિઓ શીખે છે. ત્યારબાદ ખેડૂતો આ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને ખેતી કરવાનું શરૂ કરે છે. દેશમાં એવા અનેક ખેડૂતો છે જેઓએ ઈઝરાયેલની ટેક્નોલોજી અપનાવીને આવકમાં વધારો કર્યો છે.

ઈઝરાયેલની કૃષિ ટેકનોલોજીના કારણે ફળ અને શાકભાજીના ઉત્પાદનમાં થયો વધારો, જાણો કેવી રીતે થાય છે આધુનિક પદ્ધતિથી ખેતી
Greenhouse Farming

Follow us on

ઈઝરાયેલ (Israel) સાથે કૃષિ ક્ષેત્રે ભારત દ્વારા અનેક કરારો કરવામાં આવ્યા છે. તેથી જ ઈઝરાયેલ પાસેથી શસ્ત્રોની સાથે ભારત જુદી-જુદી એગ્રીકલ્ચર ટેકનોલોજીને (Agriculture Technology) પણ અપનાવી રહ્યું છે. આ આધુનિક પદ્ધતિથી ખેતી કરીને બાગાયતી પાકો જેવા કે શાકભાજી અને ફળોના ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. દર વર્ષે ઘણા ખેડૂતો કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજના અંતર્ગત તાલીમ લેવા માટે અને ખેતીની ટેકનોલોજી શીખવા માટે ઈઝરાયેલ જાય છે.

ઈઝરાયેલની ટેક્નોલોજી અપનાવીને આવકમાં વધારો

ભારતના ખેડૂતો ઈઝરાયેલમાં જઈને ખેતીની નવી વૈજ્ઞાનિક પદ્ધતિઓ શીખે છે. ત્યારબાદ ખેડૂતો આ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને ખેતી કરવાનું શરૂ કરે છે. દેશમાં એવા અનેક ખેડૂતો છે જેઓએ ઈઝરાયેલની ટેક્નોલોજી અપનાવીને આવકમાં વધારો કર્યો છે. આ સાથે ખેતી ખર્ચમાં પણ ઘટાડો થયો છે. ચાલો જાણીએ ઈઝરાયેલની એગ્રી ટેક્નોલોજી વિશે.

ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવવી

ઈઝરાયેલનો મોટાભાગના વિસ્તારમાં રણ છે, તેમ છતા ખેડૂતો આધુનિક પદ્ધતિના ઉપયોગથી ફળ, ફૂલ અને શાકભાજીની ખેતી કરી રહ્યા છે. ઓછા ખેતી ખર્ચ માટે તેઓ ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરે છે. ઈઝરાયેલની અગ્રી ટકનોલોજીને પ્રોત્સાહન આપવા માટે ભારત અને ઇઝરાયેલ વચ્ચે ઘણા કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.

યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો
Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ
જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક
જસપ્રીત બુમરાહ કરતા 7 ગણો વધુ અમીર છે ઓસ્ટ્રેલિયન કેપ્ટન

સંરક્ષિત ખેતી અપનાવવામાં આવી

ભારતમાં સંરક્ષિત ખેતી પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. તેથી કાકડી, ટામેટા, કોબીજ, પાલક, મૂળા અને ગાજર જેવા શાકભાજી બારેમાસ બજારમાં ઉપલબ્ધ હોય છે. પહેલા ગાજર અને મૂળા શિયાળામાં જ મળતા હતા, પરંતુ સંરક્ષિત ખેતીને કારણે હવે સમગ્ર વર્ષ દરમિયાન તેની ખેતી થાય છે.

આ પણ વાંચો : Success Story: ખેડૂતે ઈઝરાયેલની ટેકનોલોજીથી શરૂ કરી ખેતી, હવે કરે છે લાખો રૂપિયાની કમાણી

સંરક્ષિત ખેતી હેઠળ શાકભાજી અને ફળ પાકોની ખેતી નિયંત્રિત વાતાવરણમાં કરવામાં આવે છે. આ પ્રકારની ખેતી નેટ હાઉસ અથવા ગ્રીન હાઉસમાં કરવામાં આવે છે. નેટ હાઉસમાં ઉગાડવામાં આવતા પાકને જંતુઓ, સૂર્ય પ્રકાશ, વરસાદ, ગરમી કે ઠંડીની વધારે અસર થતી નથી. ટપક સિંચાઈ કરવામાં આવે તો પાણીનો વપરાશ પણ ઓછો થાય છે. દેશના ઘણા રાજ્યમાં નેટ હાઉસ અને ગ્રીન હાઉસમાં શાકભાજી અને ફળોની ખેતી કરવામાં આવે છે. તેના માટે સરકાર દ્વારા સબસિડી પણ આપવામાં આવે છે.

કૃષિના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article