Success Story: ખેડૂતે ઈઝરાયેલની ટેકનોલોજીથી શરૂ કરી ખેતી, હવે કરે છે લાખો રૂપિયાની કમાણી
આજે આપણે એક એવા ખેડૂત વિશે જાણીશું જેમણે ઈઝરાયેલની મુલાકાત કરી અને ત્યાંથી ખેતીની તાલીમ લીધી હતી. તાલીમ લીધા બાદ હવે તે પોતાના ખેતર પર તેનો પ્રયોગ કરી અને બાગાયતી ખેતી દ્વારા તેની આવક બમણી થઈ ગઈ છે.
ઈઝરાયેલ એક નાનો દેશ છે, પરંતુ તે તેની કૃષિ ટેકનોલોજી (Agriculture Technology) અને આધુનિક ખેતી પદ્ધરિ માટે સમગ્ર દુનિયામાં પ્રખ્યાત છે. ભારત અને ઈઝરાયેલ વચ્ચે કૃષિ ટેકનોલોજીને લઈને અનેક MoU સાઈન થયા છે અને કરારો પણ કરવામાં આવ્યા છે. ઈઝરાયેલની જુદી-જુદી વૈજ્ઞાનિક અને આધુનિક ટેલનોલોજી દ્વારા ભારતમાં બાગાયત (Horticulture) ક્ષેત્રમાં ક્રાંતિ આવી છે. વિવિધ બાગાયતી પાકોની આ પદ્ધતિ દ્વારા ખેતી કરીને પાક ઉત્પાદનની સાથે ખેડૂતોની આવકમાં પણ ખૂબ જ વધારો થયો છે.
બાગાયતી ખેતી દ્વારા આવક બમણી થઈ
આજે આપણે એક એવા ખેડૂત વિશે જાણીશું જેમણે ઈઝરાયેલની મુલાકાત કરી અને ત્યાંથી ખેતીની તાલીમ લીધી હતી. તાલીમ લીધા બાદ હવે તે પોતાના ખેતર પર તેનો પ્રયોગ કરી અને બાગાયતી ખેતી દ્વારા તેની આવક બમણી થઈ ગઈ છે. અમે જે વ્યક્તિ વિશે વાત કરી રહ્યા છીએ તેનું નામ ફુલેશ્વર મહતો છે.
વર્ષ 2017 માં ખેતીની ટેકનિક શીખવા તે ઈઝરાયેલ ગયા
ફુલેશ્વર મહતો ઝારખંડના હજારીબાગના ચર્હીનો રહેવાસી છે. તેમણે ઈઝરાયેલની મુલાકાત લઈને ખેતીની તાલીમ લીધી હતી. ત્યારબાદ તેમણે પોતાના ખેતરમાં શાકભાજીના છોડ તૈયાર કર્યા છે. તેમનું કહેવું છે કે તે વર્ષ 2017 માં ખેતીની ટેકનિક શીખવા તે ઈઝરાયેલ ગયો હતો. તેને ICR દ્વારા આયોજિત ઈન્ડિયા ઈઝરાયેલ એગ્રીકલ્ચર પ્રોજેક્ટ દ્વારા ઈઝરાયેલની મુલાકાતે મોકલવામાં આવ્યો હતો. ઈઝરાયેલમાં ખેતીની આધુનિક પદ્ધતિ શીખી અને તેમણે પાછા આવીને તે મૂજબ ખેતી શરૂ કરી હતી.
શાકભાજીની નર્સરી તૈયાર કરી
ફુલેશ્વર મહતોના જણાવ્યા અનુસાર, ઈઝરાયેલથી પરત ફર્યા બાદ સૌથી પહેલા તેમણે ખેતરમાં ગ્રીનહાઉસ બનાવ્યું હતું. તેમાં તેણે શાકભાજીની નર્સરી તૈયાર કરી હતી. તેણે ચોમાસાની સિઝનમાં 5 લાખ બીજ વાવીને નર્સરી તૈયાર કરી હતી. જેનાથી લાખો રૂપિયાની કમાણી કરી હતી. તેમનું કહેવું છે કે ગ્રીનહાઉસમાં નર્સરીના છોડ 30 દિવસમાં તૈયાર થઈ જાય છે.
આ પણ વાંચો : ખેડૂતો જુદા-જુદા શાકભાજીના પાકમાં રોગ-જીવાતના નિયંત્રણની સાથે આ ખેતી કાર્યો કરશે, તો પાક ઉત્પાદનમાં થશે મબલખ વધારો
ખેડૂતના કહેવા પ્રમાણે તે ઈઝરાયેલની ટેકનોલોજીનો ઉપયોગ કરીને ગ્રીનહાઉસમાં નર્સરી તૈયાર કરી રહ્યા છે. તેમાં ટામેટા, મરચાં, રીંગણ અને કોબીના છોડનો સમાવેશ થાય છે. તેઓ શાકભાજીના છોડ તૈયાર કરીને ખેડૂતોને વેચે છે. તેમાંથી તે 1 વર્ષમાં લાખો રૂપિયાની કમાણી કરે છે.