ખેડૂતો માટે કામની વાત, વધારે વરસાદથી પાકને થઈ શકે છે નુકસાન, આ રીતે કરો તેનું રક્ષણ

|

Sep 13, 2021 | 6:12 PM

પાણી ભરાયેલા વિસ્તારોમાં ફળોના બગીચાને નુકસાન ઘટાડવા માટે, નવી ડ્રેનેજ લાઈન ખોદીને અથવા બગીચામાંથી પાણીને શક્ય તેટલું ઝડપથી પમ્પ દ્વારા બહાર કાઢો.

ખેડૂતો માટે કામની વાત, વધારે વરસાદથી પાકને થઈ શકે છે નુકસાન, આ રીતે કરો તેનું રક્ષણ
File Photo

Follow us on

વરસાદ અને પૂર દરમિયાન, સામાન્ય લોકો અને પ્રાણીઓ સાથે વૃક્ષો અને છોડ પણ તેના અતિરેકથી પરેશાન થાય છે. ડો. રાજેન્દ્ર પ્રસાદ કેન્દ્રીય કૃષિ વિશ્વવિદ્યાલય, બિહારના અખિલ ભારતીય ફળ સંશોધન પ્રોજેક્ટના મુખ્ય તપાસનીસ અને સહયોગી નિયામક સંશોધન ડો. એસ.કે. સિંહ વૃક્ષોમાં થયેલા ફેરફારો વિશે જણાવે છે કે પાણી ભરાયેલા વિસ્તારોમાં જમીનનું તાપમાન જેટલું ઉંચું હશે, તેટલું છોડને વધુ નુકસાન થશે.

પાણી ભરાયેલા વિસ્તારોમાં ફળોના બગીચાને નુકસાન ઘટાડવા માટે, નવી ડ્રેનેજ લાઈન ખોદીને અથવા બગીચામાંથી પાણીને શક્ય તેટલું ઝડપથી પમ્પ દ્વારા બહાર કાઢો. જો મૂળ જમીનની સપાટી પર કાંપ અથવા અન્ય કાટમાળનો નવો સ્તર જમા થયો હોય, તો તેને દૂર કરો અને જમીનની સપાટીને તેના મૂળ સ્તરે પુન:સ્થાપિત કરો.

જમીનમાં વધુ ભેજ છોડને નુકસાન પહોંચાડે છે

શિયાળાના 3 મહિના સુધી દરરોજ ખાઓ 2 ખજૂર,મળશે લાભ
Indian Flag : કયા ભારતીયે બનાવ્યો હતો ભારતનો રાષ્ટ્રધ્વજ ?
ડાયાબિટીસમાં કઈ મીઠાઈઓ ખાવી? આ છે શ્રેષ્ઠ વિકલ્પ
Vastu Tips : રસોડાની આ દિશામાં વાસણ રાખો, તમારી આર્થિક સ્થિતિ બનશે મજબૂત !
રાત્રે ઊંઘ નથી આવતી? અજમાવો 6 આયુર્વેદિક ઉપાય
સ્ટાઈલ મામલે બહેન જાહ્નવીને પણ ટકકર આપે છે ખુશી, જુઓ ફોટો

જો માટી ક્ષીણ થઈ ગઈ હોય, તો આ જગ્યાઓને સમાન પ્રકારની માટીથી ભરો. રેતી, લીલા ઘાસ અથવા અન્ય પ્રકારની માટીનો ઉપયોગ કરશો નહીં. બગીચામાં વૃક્ષની ઉંમર પ્રમાણે ખાતરનો ઉપયોગ કરો, પરંતુ અહીં નોંધવા જેવી બાબત એ છે કે સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહ બાદ આંબા અને લીચીના બગીચામાં કોઈ પણ પ્રકારના ખાતરનો ઉપયોગ કરશો નહીં.

વૃક્ષો સપ્ટેમ્બરથી નવેમ્બર સુધી પ્રજનનકાળમાં હોય છે

જો તમે સપ્ટેમ્બરના પહેલા સપ્તાહ બાદ ખાતરનો ઉપયોગ કર્યો હોય અથવા કોઈ પણ પ્રકારનું કૃષિ કાર્ય કર્યું હોય, તો ફેબ્રુઆરીના અંતમાં તમારા બગીચામાં ફૂલોને બદલે નવા પાંદડા બહાર આવશે અને નુકસાન થઈ શકે છે. જો તમારું વૃક્ષ બીમાર કે રોગગ્રસ્ત છે અને તમારો ઉદ્દેશ વૃક્ષ બચાવવાનો છે તો તે અલગ બાબત છે.

ડો. એસ.કે. સિંઘના જણાવ્યા મુજબ, વ્યાપારી ફળોના વાવેતર માટે, પૂરનું પાણી ઘટ્યા બાદ ફૂગ નાશકનો ઉપયોગ કરી શકાય છે અને તે ચેક કરો કે પાક હજુ પણ જીવંત છે. પાણી ભરાયા બાદ છોડ નબળા પડે છે અને રોગો તથા જીવાતની શક્યતાઓ છે. ફાયટોપ્થોરાના લક્ષણો માટે ફળની તપાસ કરો. આ રોગથી સંક્રમિત છોડમાં ઘણીવાર પીળા પાંદડા હોય છે જે હાંસિયામાં બળી ગયેલા દેખાય છે અને પાનખરમાં અકાળે સુકાઈ શકે છે. જંતુ નાશક દવાનો ઉપયોગ કરી તેના દ્વારા વૃક્ષોને બચાવી શકાય છે.

રોગના નિયંત્રણ માટે, રીડોમિલ ગોલ્ડ નામની ફૂગનાશક દવા 2 ગ્રામ / લિટર પાણીમાં ભેળવીને જમીનને સારી રીતે પલાળી દો. પુખ્ત વૃક્ષની આસપાસની જમીન માટે ઓછામાં ઓછા 30 લિટર દવાનું મીશ્રણ જરૂરી છે.

 

આ પણ વાંચો : ખેડૂતોએ બાગાયતી પાકમાં કયા ખેતી કાર્યો કરવા અને પશુઓની કાળજી કેવી રીતે કરવી, જાણો તમામ વિગતો

આ પણ વાંચો : આ રાજ્યોમાં 7 ફૂડ પ્રોસેસિંગ પ્રોજેક્ટ શરૂ થયા, 17,000 ખેડૂતોને ફાયદો થશે અને 3,100 લોકોને મળશે રોજગારી

Next Article