ખેડૂતો માટે ખુશખબર, PM કિસાનનો 16મો હપ્તો થયો જાહેર, ખેડૂતોના ખાતામાં જમા થયા 2000 રૂપિયા, આ રીતે ચેક કરો

|

Feb 28, 2024 | 7:54 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ PM કિસાન સન્માન નિધિ યોજનાનો 16 મો હપ્તો જાહેર કર્યો છે. વડાપ્રધાન મોદીએ બુધવારે મહારાષ્ટ્રના યવતમાલથી અંદાજે 9 કરોડ લાભાર્થી ખેડૂતોના બેંક ખાતામાં 21,000 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા છે. પીએમ કિસાન યોજના હેઠળ લાભાર્થી ખેડૂતોના ખાતામાં દર વર્ષે 6,000 રૂપિયા જમાં કરવામાં આવે છે.

ખેડૂતો માટે ખુશખબર, PM કિસાનનો 16મો હપ્તો થયો જાહેર, ખેડૂતોના ખાતામાં જમા થયા 2000 રૂપિયા, આ રીતે ચેક કરો
PM Kisan Scheme

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ PM કિસાન સન્માન નિધિ યોજનાનો 16 મો હપ્તો જાહેર કર્યો છે. વડાપ્રધાન મોદીએ બુધવારે મહારાષ્ટ્રના યવતમાલથી અંદાજે 9 કરોડ લાભાર્થી ખેડૂતોના બેંક ખાતામાં 21,000 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા છે. પીએમ કિસાન યોજના હેઠળ લાભાર્થી ખેડૂતોના ખાતામાં દર વર્ષે 6,000 રૂપિયા જમાં કરવામાં આવે છે. આ રકમ 2,000 રૂપિયાના ત્રણ હપ્તામાં ખેડૂતોને આપવામાં આવે છે.

અમિત શાહે આ કરી યોજનાની પ્રશંસા

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની પ્રશંસા કરી હતી. અમિત શાહે કહ્યું હતું કે, આ યોજનાથી અત્યાર સુધીમાં કરોડો ખેડૂતોને લાભ મળ્યો છે. ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે DBT દ્વારા ખેડૂતોને રકમ સીધી તેના ખાતામાં જમાં કરવામાં આવી છે. DBT દ્વારા ચૂકવણી કરવાની આ વિશ્વની સૌથી મોટી યોજના છે. તેમણે કહ્યું કે આ સ્કીમ ખેડૂતો અને ખેતીને પ્રોત્સાહન આપવામાં ઐતિહાસિક સાબિત થઈ છે.

નવેમ્બરમાં આવ્યો હતો 15 માં હપ્તાની રકમ

PM નરેન્દ્ર મોદીએ 15 નવેમ્બર 2023 પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 15 મો હપ્તો જાહેર કર્યો હતો. તે સમયે 8 કરોડથી વધારે યોજનામાં જોડાયેલા ખેડૂતોના ખાતામાં 15 માં હપ્તાના કુલ 18,000 કરોડ રૂપિયાની રકમ જમા કરવામાં આવી હતી.

WhatsApp સ્ટોરી પર પણ કરો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકની જેમ મેન્શન
Skin Care : ઓઈલી સ્કિન પર એલોવેરા લગાવવું જોઈએ કે નહીં?
Amla juice benefits : રોજ આમળાનો રસ પીવાથી શરીરને થશે 5 ચોંકાવનારા ફાયદા
ગ્લેમરની દુનિયા છોડી આ 5 અભિનેત્રીઓ બની સાધ્વી
મહાકુંભમાં ભૂલ્યા વિના લઈ જજો આ શુભ વસ્તુઓ, સફળ થશે કુંભયાત્રા
Pakistani Actress : હાનિયા નહીં પાકિસ્તાનની આ એક્ટ્રેસની માસૂમિયત પર ફીદા છે ભારતીયો

ખેડૂતો આ રીતે ચેક કરી શકે છે લાભાર્થીની યાદીમાં નામ

1. સૌપ્રથમ ખેડૂતોએ સરકારની સત્તાવાર વેબસાઈટ pmkisan.gov.in ની મુલાકાત લેવી પડશે.

2. વેબસાઈટના હોમપેજ પર ‘ફાર્મર્સ કોર્નર’ વિકલ્પ પસંદ કરો.

3. ત્યારબાદ ‘લાભાર્થી સ્ટેટસ’ પર ક્લિક કરો.

4. તમારી સ્ક્રીન પર ડ્રોપ-ડાઉન મેનૂમાંથી તમારૂ રાજ્ય, જિલ્લો, ગામ વગેરે પસંદ કરો.

5. છેલ્લે સ્ટેટસ જાણવા માટે ‘ગેટ રિપોર્ટ’ પર ક્લિક કરો.

આ પણ વાંચો : સાલાસાર ટેકનો એન્જિનિયરિંગના શેરના ભાવમાં થઈ શકે વધારો, કંપનીને મળ્યો 200 કરોડ રૂપિયાનો ઓર્ડર

પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંગે કોઈ મુશ્કેલી કે સમસ્યા આવે છે તો ખેડૂતો ઈમેલ મોકલીને તેનું નિરાકરણ લાવી શકે છે. તેના માટે આઈડી છે pmkisan-ict@gov.in. આ ઉપરાંત ખેડૂત પીએમ કિસાનના હેલ્પલાઇન નંબર પર પણ સંપર્ક કરી શકો છો. તેના માટે ખેડૂતોએ 155261 અથવા 1800115526 અથવા 011-23381092 પર ફોન કરવાનો રહેશે.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article