આ વર્ષે દેશમાં ઘણા વિસ્તારોમાં વરસાદે તારાજી સર્જી હતી, જેમાં મહારાષ્ટ્ર અને ગુજરાતમાં પણ અતિભારે વરસાદે વિનાશ સર્જ્યો હતો. ત્યારે મહારાષ્ટ્રમાં સપ્ટેમ્બરમાં સતત વરસેલા વરસાદના કારણે કપાસ (Cotton)ના ઉત્પાદનમાં ભારે ઘટાડો આવ્યો છે. કપાસના વાવેતર વિસ્તારમાં આ વર્ષે 4 લાખ હેક્ટરનો ઘટાડો પણ આવ્યો છે. જેથી ઉત્પાદન ઘટવાથી આ વર્ષે કપાસની કિંમતોમાં તેજી યથાવત રહેશે. હાલ કપાસની કિંમત 7,000થી 8,000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ છે.
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી મુજબ આ વર્ષે કપાસની વૈશ્વિક માંગ રહેશે. એટલા માટે સોયાબીનમાં ભલે જ ખેડૂતો (Farmers)ને નુકસાન થયું હોય, પરંતુ કપાસના ઉત્પાદનમાં થયેલા નુકસાનની ભરપાઈ શક્ય બનશે. એટલા માટે કૃષિ યુનિવર્સિટીએ ખેડૂતોને સલાહ આપી છે કે તેઓ બજારનો અભ્યાસ કરી પછી જ કપાસ વેચે.
રાજ્યમાં નહીં પરંતુ દેશમાં પણ કપાસના વાવેતર વિસ્તારમાં 7 લાખ હેક્ટરનો ઘટાડો આવ્યો છે. આ સિવાય વધારે પડતા વરસાદના કારણે કપાસના પાકમાં ગુલાબી ઈયળનો ઉપદ્રવ વધુ પડતો છે, જેથી ઉત્પાદનમાં ઘટાડો જોવા મળ્યો છે. આ જ કારણ છે કે ભાવ દિવસે-દિવસે વધતા જઈ રહ્યા છે.
સરકારે કપાસ માટે 6,025 રૂપિયાનો ભાવ નક્કી કર્યો છે. કૃષિ યુનિવર્સિટી મુજબ વૈશ્વિક બજારમાં કપાસની માંગ વધી છે. આ સિવાય દેશમાં કપાસ ઉત્પાદનમાં ઝડપી ઘટાડો આવ્યો છે. એટલા માટે બજાર ભાવ ટેકાના ભાવથી વધુ હશે. જેથી કપાસના નિકાસના અવસર પણ વધ્યા છે અને કપાસનો વૈશ્વિક ઉપયોગ સતત વધી રહ્યો છે. એટલા માટે એવો અંદાજો લગાવી શકાય છે કે માત્ર ખરીફ કપાસના અચ્છે દિન આવશે.
કૃષિ યુનિવર્સિટી અનુસાર કપાસની કિંમતો માત્ર દેશમાં જ નહીં, પરંતુ વિશ્વ સ્તરે વધી રહી છે. જે સમયે કપાસના ભાવ ઘટે છે ત્યારે કપાસ ન વેચવો સ્ટોર કરી રાખો, હાલ આ ભાવ 7થી 8 હજાર પ્રતિ ક્વિન્ટલ છે. જો કપાસની નિકાસ વધશે અને વૈશ્વિક કપાસનું વેચાણ સમાન રહે છે, ત્યારે કપાસનો વધુ ભાવ મળશે. એટલા માટે ખેડૂતોએ વગર કોઈ મુશ્કેલીએ સુરક્ષિત સ્થળ પર કપાસ સ્ટોર કરે છે તો તેઓને નક્કી સારા ભાવ મળશે.
આ પણ વાંચો: પ્રધાનમંત્રી રામબાણ સુરક્ષા યોજનામાં મળશે 4 હજાર, આ ફેક યોજનાના ખોટા મેસેજથી રહેજો સાવધાન
આ પણ વાંચો: PM Kisan Samman Nidhi: કિસાન સન્માન નિધિ યોજનાનો બદલાયો નિયમ, હવે આ ડોક્યૂમેન્ટસ આપવું ફરજીયાત