AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Kisan Samman Nidhi: કિસાન સન્માન નિધિ યોજનાનો બદલાયો નિયમ, હવે આ ડોક્યૂમેન્ટસ આપવું ફરજીયાત

ખેડૂતોના ખાતામાં કિસાન સન્માન નિધિનો 10મો હપ્તો જલ્દી જ આવવાનો છે ત્યારે આ દરમિયાન કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના નિયમોમાં ફેરફાર કર્યા છે. સરકારે છેતરપિંડીને રોકવા આ પગલું ભર્યું છે.

PM Kisan Samman Nidhi: કિસાન સન્માન નિધિ યોજનાનો બદલાયો નિયમ, હવે આ ડોક્યૂમેન્ટસ આપવું ફરજીયાત
File photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 26, 2021 | 3:10 PM
Share

ખેડૂતોના ખાતામાં કિસાન સન્માન નિધિનો 10મો હપ્તો જલ્દી જ આવવાનો છે ત્યારે આ દરમિયાન કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM Kisan Samman Nidhi) યોજનાના નિયમોમાં ફેરફાર કર્યા છે. સરકારે છેતરપિંડીને રોકવા આ પગલું ભર્યું છે.

છેલ્લા દિવસોમાં અનેક રાજ્યોમાં કિસાન સન્માન નિધિમાં છેતરપિંડીની ઘટનાઓ સામે આવી હતી. જે બાદ સરકારે આ છેતરપિંડીને રોકવા માટે રાશનકાર્ડ ફરજીયાત કર્યું છે. યોજના અંતર્ગત હવે નવા રજીસ્ટ્રેશન દરમિયાન રાશનકાર્ડ (Ration Card) નંબર આપવા ફરજીયાત હશે.

રાશનકાર્ડ જરૂરી

જો તમે કિસાન સન્માન નિધિ માટે એપ્લાય કરવા ઈચ્છો છો તો તમારા પાસે રાશનકાર્ડ હોવું જરૂરી છે. નિયમ મુજબ રાશનકાર્ડમાં નોંધાયેલ પતિ, પત્ની અથવા તે પરિવારના કોઈ એક સભ્યને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મળી શકશે. આ સિવાય ડોક્યૂમેન્ટની સોફ્ટ કોપી બનાવી વેબસાઈટ પર અપલોડ કરવી પડશે.

સરકારે નિયમને સરળ બનાવા માટે જમીનનું ખાતા-ખસરા(જમીન રેકોર્ડ), આધાર કાર્ડ, બેંક પાસબુક અને જાહેરાતપત્રની હાર્ડકોપીને ભેગા કરવાની મથામણ ખતમ કરી દીધી છે. હવે ખેડૂતોને માત્ર ડોક્યૂમેન્ટ્સની પીડીએફ ફાઈલ બનાવી પોર્ટલ પર અપલોડ કરવી પડશે. સરકારનું કહેવું છે કે, તેનાથી રજીસ્ટ્રેશન પહેલા કરતા સરળ રહેશે.

ઉલ્લેખનીય છે ક, પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દેશભરના કરોડો ખેડૂતોને વર્ષના 6 હજાર રૂપિયા મળે છે. સરકાર આ રકમ ત્રણ હપ્તામાં ટ્રાંસફર કરે છે. સરકાર 10 માં હપ્તાની રકમ જલ્દી જ જમા કરશે. આ યોજનાથી લાખો ખેડૂતોને આર્થિક સહાય મળી રહી છે જે તેમના ખેતી કાર્યમાં મદદરૂપ થાય છે. આ યોજના નાણાંકીય વર્ષ 2018-19 દરમિયાન પાત્રતા ધરાવતા લાભાર્થીઓને લાભ આપવા માટે 01-12-2018થી આમલમાં આવી છે.

આ યોજનાનો ઉદ્દેશ

ખેતી લાયક જમીન ધરાવતા તમામ નાના અને સીમાંત ખાતા ધરાવતા ખેડૂતોને સહાય રૂપ થવાના હેતુથી સરકાર દ્વારા આ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજનાનો હેતુ ખેડૂતોને સામગ્રીની ખરીદી માટે નાણાંકીય જરૂરીયાત તેમજ તેઓના પાક સંરક્ષણ કરી શકે અને પૂરતા ઉત્પાદન મારફતે સુનિશ્ચિત આવક મેળવી શકે.

આ યોજનાનો લાભ કોને મળવા પાત્ર નથી

આ યોજના માટે ભારત સરકારે પાત્રતા નક્કી કરેલ છે. આ યોજનાનો લાભ વર્તમાન અને ભૂતપૂર્વ તમામ પ્રકારના બંધારણીય હોદ્દાઓ ધરાવતા વ્યક્તિઓને મળશે નહીં. હાલમાં કે ભૂતકાળમાં મંત્રી/રાજ્યકક્ષાના મંત્રીઓ, લોકસભા, રાજ્યસભા કે વિધાનસભા કે જિલ્લા પંચાયતના અધ્યક્ષ આ યોજનાનો લાભ લઈ શકશે નહીં. તેમજ રાજ્ય સરકારના વિવિધ વિભાગો, કચેરીઓ, મંત્રાલયો કે તેમના ક્ષેત્રીય કચેરીમાં સેવા કાર્યરત કે નિવૃત તમામ અધિકારીઓ અને કર્મચારીઓ આ યોજનાનો લાભ લઈ શકશે નહીં.

આ પણ વાંચો: Cashew Cultivation: મહિલા ખેડૂતે કાજુની ખેતીમાં નવી પદ્ધતિ શોધી કર્યું કમાલ, કેન્દ્ર સરકાર પણ કરશે પ્રોત્સાહિત

આ પણ વાંચો: IPL: નવી ટીમોના આગમનથી બદલાશે IPL 2022નો રંગ, 74 મેચમાં થશે સ્પર્ધા, વધુ ખેલાડીઓ બનશે કરોડપતિ

આજે તમે ચિંતિત રહેશો, કામના મોરચે અડચણો આવશે
આજે તમે ચિંતિત રહેશો, કામના મોરચે અડચણો આવશે
ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
g clip-path="url(#clip0_868_265)">