AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કેરીનું પ્રોસેસિંગ કરી આ ખેડૂત કરી રહ્યા છે સારી કમાણી, છાલ અને ગોટલીમાંથી પણ બનાવે છે આ વસ્તું

નાયક પોતે કેરીની ખેતી (Mango Farming) કરતા હતા તેને 50 વર્ષ થઈ ગયા છે. તેમના બગીચામાં કેરીની 37 જાતો છે. કેટલીક જાતો વર્ષમાં બે અને ત્રણ પાક આપી રહી છે.

કેરીનું પ્રોસેસિંગ કરી આ ખેડૂત કરી રહ્યા છે સારી કમાણી, છાલ અને ગોટલીમાંથી પણ બનાવે છે આ વસ્તું
Farmer Of Navsari,Gujarat (Photo- Video Grab DD Kisan)
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 07, 2022 | 8:47 AM
Share

જો તમારે સારી આવક જોઈતી હોય તો ખેતી (Farming)ની સાથે સાથે પાકનું મૂલ્યવર્ધન પણ કરવું પડશે. આનાથી તમને માત્ર સારા ભાવ જ નહીં મળે પરંતુ તમે બીજાને રોજગાર પણ આપી શકો છો. આવું જ કંઈક ગુજરાતના નવસારી જિલ્લાના ખેડૂત સંજયભાઈ મદનલાલ નાયકે કર્યું છે. નાયકનો પરિવાર દાયકાઓથી કેરીની ખેતી કરે છે. નાયક પોતે કેરીની ખેતી (Mango Farming) કરતા હતા તેને 50 વર્ષ થઈ ગયા છે. તેમના બગીચામાં કેરીની 37 જાત છે. કેટલીક જાતો વર્ષમાં બે અને ત્રણ પાક આપી રહી છે. મદનલાલ માત્ર કેરી ઉગાડતા નથી પણ પ્રોસેસિંગ (Processing) દ્વારા તેમાં વેલ્યુ એડિસન પણ કરે છે. મોટાભાગની પ્રક્રિયા કેરીના રસની થાય છે.

કેરી પર પ્રક્રિયા કરવાનો વિચાર ક્યાંથી આવ્યો તેનું વર્ણન કરતાં મદનલાલ કહે છે કે 90ના દાયકામાં એક વખત તેઓ કેરી વેચવા ગયા ત્યારે તે 95 રૂપિયાના ભાવે વેચાઈ હતી. પરંતુ ખરીદદારે બીજી જ ક્ષણે તેને 200 રૂપિયાની કિંમતે વેચી દીધી. તેઓ વિચારમાં પડી ગયા કે આટલી મહેનત કર્યા પછી પણ તેમને વધુ નફો નથી મળ્યો, તેનાથી વધુ તો વેપારીએ થોડી જ મિનિટોમાં મહેનત કર્યા વિના કમાઈ લીધું.

પ્રોસેસિંગ યુનિટના કારણે આ વિસ્તારમાં કેરીનું વાવેતર વધ્યું

આ ઘટનાએ તેમના મનમાં સેંકડો પ્રશ્નોને જન્મ આપ્યો. ખૂબ વિચાર કર્યા પછી, તેમણે નક્કી કર્યું કે તે હવે કેરીઓ સીધી રીતે વેચશે નહીં, પરંતુ તેની પ્રક્રિયા કર્યા પછી તેને વેચશે. તેમણે ગામ પાસે પ્રોસેસિંગ યુનિટ સ્થાપ્યું. હવે તેઓ માત્ર પોતાની કેરી જ નહીં પરંતુ અન્ય ખેડૂતોની કેરીઓ પણ પ્રોસેસ કરે છે.

કેરીના પ્રોસેસિંગને કારણે તેમની કમાણી ઘણી વધી ગઈ છે. એટલું જ નહીં આસપાસના ગામડાના લોકોને ખાસ કરીને મહિલાઓને પણ આ યુનિટમાં રોજગારી મળી છે. આ વિસ્તારમાં કેરીના વાવેતર વિસ્તારમાં પણ વધારો થયો છે.

મદનલાલે પ્રોસેસિંગ યુનિટ પાસે આઉટલેટ ખોલ્યું છે. અહીંથી પસાર થતા લોકો પણ આ આઉટલેટ પર કેરીના રસ અને અન્ય ઉત્પાદનોનો આનંદ માણે છે.

કેરીની પ્રક્રિયા કેવી રીતે થાય છે?

મદનલાલ કહે છે કે અમે પહેલા પાકેલી કેરી ધોઈએ છીએ. આ પછી, છાલ કાઢીને તેમની ગોટલીને દૂર કરવામાં આવે છે અને રસને અલગ કરવામાં આવે છે. પછી કેરીને એક મોટા મશીનમાં નાખવામાં આવે છે અને અહીંથી રસ નીકળે છે. રસ એક જગ્યાએ એકત્રિત કરવામાં આવે છે અને ચોક્કસ તાપમાને ગરમ થાય છે. આ પ્રક્રિયા પૂર્ણ થયા પછી, રસને કેનમાં પેક કરવામાં આવે છે.

સૌથી મહત્વની બાબત એ છે કે પાકેલી કેરીમાંથી છાલ અને ગોટલા અલગ કરવામાં આવે છે તે પણ બગાડવામાં આવતા નથી. છાલમાંથી ફાયબર સહિત વિવિધ ઉત્પાદનો બનાવવામાં આવે છે. જ્યારે ગોટલીનો કોસ્મેટિકમાં ઉપયોગ થાય છે.

આ પણ વાંચો: Papaya Farming : ભારતમાં ખેડૂતો પપૈયાની ખેતી પર આપી રહ્યા છે વધુ ધ્યાન, નર્સરી તૈયાર કરવામાં રાખવું પડશે આ વાતનું ધ્યાન

આ પણ વાંચો: Desi Jugaad: મજૂરનો દેશી જુગાડ જોઈ લોકોએ કહ્યું કોઈ ડિગ્રી આ શિખવી ન શકે

Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">