AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Govt Scheme : શુ તમે જાણો છો ? ફૂલ પાક વાવેતર માટે સરકારની છે ખાસ સહાય યોજના, જાણો વિગત

સરકારની આ યોજનાનો લાભ મેળવવા શુ કરવુ. આ યોજના માટેની પાત્રતા શુ છે. યોજના અંતર્ગત મળતી સહાય કેટલી છે. અરજી કેવી રીતે કરવી. સરકારના કયા વિભાગને, કયા અધિકારીને યોજનાનો લાભ લેવા માટે અરજી કરવી વગેરે અંગેની વિગતો જાણો આ અહેવાલ થકી.

Govt Scheme : શુ તમે જાણો છો ? ફૂલ પાક વાવેતર માટે સરકારની છે ખાસ સહાય યોજના, જાણો વિગત
Govt has special support scheme for planting flower crops
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 23, 2023 | 2:01 PM
Share

ગુજરાત સરકારના કૃષિ અને સહકાર વિભાગ દ્વારા વિવિધ સહાય યોજના અમલમાં મૂકવામાં આવેલ છે. કેટલીક યોજના અંગે ખેડૂતોને જાણકારી હોય છે અને તેનો લાભ લેતા હોય છે, તો કેટલીક યોજના અંગે ખેડૂતોમાં જાગૃતિનો અભાવ જોવા મળે છે. આજે અમે આપને ખેડૂતો માટેની અમલી ફૂલ પાક વાવેતર માટે ખાસ સહાય યોજના અંગે વિગતો જણાવીશુ. આ યોજના અંગે અમે આપને સંપૂર્ણ જાણકારી આપીશું. જેના વડે તમે ફૂલ પાક વાવેતર માટે ખાસ સહાય યોજનાનો લાભ મેળવી શકો છો.

ફૂલ પાક વાવેતર માટે ખાસ સહાય યોજના

સરકાર દ્વારા ફૂલ પાક વાવેતર માટે ખાસ સહાય યોજના અમલમાં છે. આ યોજના કૃષિ, ખેડૂત ક્લ્યાણ અને સહકાર વિભાગ દ્વાર અમલમાં છે. કૃષિ અને સહકાર વિભાગમાં આ યોજના એચ.આર.ટી –2, 3, 4, 9, 13,14ના નામે ઓળખાય છે. તમે જો દાંડી ફુલ, કંદ ફુલ અને છુટા ફૂલની ખેતી કરતા હોવ તો આ યોજનાનો લાભ લઈ શકો છો.

દાંડી ફૂલો (કટ ફલાવર્સ)

સહાયનુ ધોરણ

  • યુનિટકોસ્ટ- રૂ.1.00 લાખ/હે.
  • નાના અને સીમાંત ખેડૂતો માટે ખર્ચના 40 % કે મહત્તમ રૂ. 40,000/હે.
  • અન્ય ખેડૂતો માટે ખર્ચના 25 % કે મહત્તમ રૂ.25,000/ હે.
  • TSP વિસ્તારમાં ખર્ચના 50 % કે મહત્તમ રૂ.50,000/હે.
  • લાભાર્થીદીઠ 2.0 હે. ની મર્યાદામાં

રાજય સરકારની વધારાની પુરક સહાય સામાન્ય ખેડુતને 15 ટકા જયારે અનુ.જન જાતિ તથા અનુ. જાતિના ખેડુતને 25 ટકા પુરક સહાય.

કંદ ફૂલો

સહાયનુ ધોરણ

  • યુનિટ કોસ્ટ- રૂ.1.50 લાખ/હે.
  • નાના અને સીમાંત ખેડૂતો માટે ખર્ચના 40% કે મહત્તમ રૂ.60,000/હે.
  • અન્ય ખેડૂતો માટે ખર્ચના 25 % કે મહત્તમ રૂ.37,500/હે.
  • TSP વિસ્તારમાં ખર્ચના 50%, મહત્તમ રૂ. 75,000/હે.
  • લાભાર્થીદીઠ 2.0 હે. ની મર્યાદામાં

રાજય સરકારની વધારાની પુરક સહાય સામાન્ય ખેડુતને 15 ટકા જયારે અનુ.જન જાતિ તથા અનુ. જાતિના ખેડુતને 25 ટકા પુરક સહાય.

છુટા ફૂલો

સહાયનુ ધોરણ

  • યુનિટકોસ્ટ- રૂ.0.40 લાખ/હે.
  • નાના અને સીમાંત ખેડૂતો માટે ખર્ચના 40% કે મહત્તમ રૂ.16,000/હે.
  • અન્ય ખેડૂતો માટે ખર્ચના 25%, મહત્તમ રૂ.10,000/હેકટર
  • TSP વિસ્તારમાં ખર્ચના 50 % કે મહત્તમ રૂ. 20,000/હે.
  • લાભાર્થીદીઠ 2.0 હે. ની મર્યાદામાં.

રાજય સરકારની વધારાની પુરક સહાય સામાન્ય ખેડુતને 15 ટકા જયારે અનુ.જન જાતિ તથા અનુ. જાતિના ખેડુતને 25 ટકા પુરક સહાય.

સરકારની આવી જ અન્ય યોજના જાણવા માટે આપ અહીં ક્લિક કરો

Follow Us
Breaking News: ગુજરાતમાં હવે નહીં નીકળે આરોપીઓના વરઘોડા
Breaking News: ગુજરાતમાં હવે નહીં નીકળે આરોપીઓના વરઘોડા
ગુજરાતના વિકાસ મોડલની વાસ્તવિક્તા, જાનૈયાએ બોટમાં બેસી રસ્તો ઓળંગ્યો
ગુજરાતના વિકાસ મોડલની વાસ્તવિક્તા, જાનૈયાએ બોટમાં બેસી રસ્તો ઓળંગ્યો
લગ્નમાં બિરયાની કહીને પુલાવ પીરસાતા જાનૈયાઓએ કરી મારામારી- જુઓ Video
લગ્નમાં બિરયાની કહીને પુલાવ પીરસાતા જાનૈયાઓએ કરી મારામારી- જુઓ Video
ગુજરાતમાં 'વર્ક ફ્રોમ હોમ'! મંત્રી કુવરજી બાવળિયાનું 'મોટું નિવેદન'
ગુજરાતમાં 'વર્ક ફ્રોમ હોમ'! મંત્રી કુવરજી બાવળિયાનું 'મોટું નિવેદન'
સુરતમાં ભરઉનાળે સર્જાયા ચોમાસા જેવા દૃશ્યો, લાખો લીટર પાણીનો બગાડ
સુરતમાં ભરઉનાળે સર્જાયા ચોમાસા જેવા દૃશ્યો, લાખો લીટર પાણીનો બગાડ
તલાટીએ રેલવે ટ્રેક પર કાર દોડાવી કાયદાના લીરેલીરા ઉડાડ્યા
તલાટીએ રેલવે ટ્રેક પર કાર દોડાવી કાયદાના લીરેલીરા ઉડાડ્યા
અમદાવાદઃ NEET પેપર લીક મુદ્દે NSUI ના ઉગ્ર દેખાવો, કાર્યકરોની અટકાયત
અમદાવાદઃ NEET પેપર લીક મુદ્દે NSUI ના ઉગ્ર દેખાવો, કાર્યકરોની અટકાયત
અમદાવાદમાં સેલ્સગર્લ કરોડોના સોનાના દાગીના લઈને ફરાર! જુઓ Video
અમદાવાદમાં સેલ્સગર્લ કરોડોના સોનાના દાગીના લઈને ફરાર! જુઓ Video
Breaking News : રાજકોટ સિવિલ હોસ્પિટલમાં શ્વાન બાદ હવે ઉંદરનો ત્રાસ
Breaking News : રાજકોટ સિવિલ હોસ્પિટલમાં શ્વાન બાદ હવે ઉંદરનો ત્રાસ
ભાવનગરના મહુવામાં ભેળસેળિયા માવાનો મોટો પર્દાફાશ
ભાવનગરના મહુવામાં ભેળસેળિયા માવાનો મોટો પર્દાફાશ
g clip-path="url(#clip0_868_265)">