આ વિદેશી શાકભાજીની ખેતી છે ખૂબ જ સરળ, એકવાર વાવેતર કર્યા પછી મળશે સારી ઉપજ
રોમન લેટીસની ખેતી માટે 12 થી 32 ડિગ્રી તાપમાનની જરૂર પડે છે. ઠંડી જગ્યાએ, સૂર્યપ્રકાશ હોય તેવા સ્થળોએ રોમન લેટીસ ઉગાડવાની ભલામણ કરવામાં આવે છે.
આપણે વિવિધ પ્રકારના ભારતીય ભોજનના શોખીન છીએ. આ જ કારણ છે કે ભારતમાં વિવિધ પ્રકારની શાકભાજીની ખેતી (Vegetable Farming) કરવામાં આવે છે. પરંતુ તેમ છતાં હવે વિદેશી શાકભાજી (Exotic Vegetables) પણ અહીં પ્રવેશ કરી રહી છે. સૌથી મહત્વની વાત એ છે કે ખેડૂતો (Farmers)ને આ શાકભાજીના સારા ભાવ પણ મળે છે. આવી જ એક શાકભાજી છે રોમાઈન લેટીસ. તે એક પૌષ્ટિક પાંદડાવાળી શાકભાજી છે અને તેને વર્ષમાં ઘણી વખત ઉગાડી શકાય છે.
રોમન લેટીસની ખેતી માટે 12 થી 32 ડિગ્રી તાપમાનની જરૂર પડે છે. ઠંડી જગ્યાએ, સૂર્યપ્રકાશ હોય તેવા સ્થળોએ રોમન લેટીસ ઉગાડવાની ભલામણ કરવામાં આવે છે. પરંતુ ગરમ વિસ્તારોમાં તડકાથી રક્ષણ જરૂરી છે. આ માટે ખેડૂતો શેડ્સ નેટ્સ અથવા વૃક્ષોની મદદ લઈ શકે છે.
નર્સરીમાં રોપાઓ તૈયાર કરીને વાવેતર કરવામાં આવે છે
રોમન લેટીસની ખેતી 6 થી 6.5 ની pH મૂલ્ય ધરાવતી કોઈપણ પ્રકારની જમીનમાં થાય છે. જો રેતાળ અથવા રેતાળ લોમ જમીન હોય તો સારું ઉત્પાદન મેળવી શકાય છે. રોપણી માટે, ખેતરને સારી રીતે ખેડવામાં આવે છે અને એક બંધ બનાવવામાં આવે છે. પરંતુ છેલ્લી ખેડાણ પહેલા, ગાયના છાણનું સડેલું ખાતર ઉમેરવાથી પાક સારો મળે છે.
રોમન લેટીસ ડાયરેક્ટ વાવેતર કરી શકાતી નથી. ખેડૂતોએ પહેલા નર્સરી તૈયાર કરવી પડે છે અને રોપાઓ બનાવવામાં આવે છે. નર્સરી માટે વિશાળ ધરૂ બનાવવામાં આવે છે. દોઢ ઈંચના અંતરે બીજ વાવવામાં આવે છે અને તરત જ પાણીનો છંટકાવ કરવામાં આવે છે. છોડ સાત દિવસ પછી અંકુરિત થાય છે. એક એકર ખેતરમાં 50 ગ્રામ બિયારણની જરૂર પડે છે.
રોપાઓ રોપવા લાયક બનવા માટે 20 થી 25 દિવસનો સમય લાગે છે. ખેડૂતો ઇચ્છે તો નર્સરીમાંથી રોપા પણ ખરીદી શકે છે અને નર્સરીમાં રોપા વેચીને પોતાની કમાણીનું સાધન બનાવી શકે છે. ટ્રાન્સપ્લાન્ટિંગ દરમિયાન છોડથી છોડનું અંતર એક ફૂટ રાખવાનું હોય છે. રોપણી પછી જરૂર મુજબ ખાતર ઉમેરતા રહો અને સમયાંતરે પિયત આપતા રહો.
કમાણી ખર્ચ કરતાં અનેક ગણી વધારે છે
જો ખાતરની વાત કરીએ તો રોમેઈન લેટીસને 80 કિલો નાઈટ્રોજન, 60 કિલો ફોસ્ફરસ અને 60 કિલો પોટાશ આપી શકાય છે. નાઈટ્રોજનની વાત કરીએ તો, આખો જથ્થો એક જ વારમાં આપવાનો નથી. 40 કિલો રોપતી વખતે અને રોપણી પછી બે અઠવાડિયા પછી, ખેડૂતો બાકીના 40 કિલો નાઈટ્રોજનનો ઉપયોગ ખેતરમાં કરી શકે છે.
રોપણીના 40 દિવસ પછી પાક તૈયાર થાય છે. પાક તૈયાર થયા પછી 7 દિવસમાં કાપણી કરવી જોઈએ નહીંતર ગુણવત્તાને અસર થાય છે. એક હેક્ટર ખેતરમાં 120 ક્વિન્ટલ રોમન લેટીસ મળે છે અને તેની બજાર કિંમત 80 થી 120 રૂપિયા પ્રતિ કિલો છે. આવી સ્થિતિમાં રોમન લેટીસની ખેતીથી ખેડૂતો ખર્ચ કરતાં અનેક ગણી વધુ કમાણી કરી શકે છે.
નોંધ: ઉપરોક્ત બાબતો કૃષિ નિષ્ણાંતો અનુસાર છે અહીં કોઈ પણ પ્રકારનો દાવો કરવામાં આવતો નથી. સ્થાનિક વિસ્તારની આબોહવા ઉપરોક્ત બાબતોને અનુરૂપ ન પણ હોઈ શકે એટલે નિષ્ણાંતોની સલાહ લેવી હિતાવહ છે.
આ પણ વાંચો: Viral: નાની બાળકીનો હાઈ વોલ્ટેજ ડ્રામા, વીડિયો જોઈ લોકો બોલ્યા ‘બાય બોર્ન ડ્રામા ક્વીન’
આ પણ વાંચો: વરિયાળીની ખેતી કોઈ પણ જમીનમાં કરી શકાય, માગ વધતા ખેડૂતો માટે છે ફાયદાનો સોદો