AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પશુપાલન કરતા ખેડૂતોને ચાફ કટરની ખરીદી પર મળશે 50% સરકારી સબસીડી, કરો આ રીતે અરજી

સબમીશન ઓન અગ્રીકલ્ચરલ મીકેનાઈઝેશન હેઠળ: અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ, નાના-સિમાંત, મહિલા ખેડૂત માટે ખર્ચનાં 50% અથવા રૂ.25,000/- ની મર્યાદામાં બે માંથી જે ઓછી હોય તે રકમ મળશે.

પશુપાલન કરતા ખેડૂતોને ચાફ કટરની ખરીદી પર મળશે 50% સરકારી સબસીડી, કરો આ રીતે અરજી
ચાફ કટરની ખરીદી પર સહાય
Follow Us:
| Updated on: Jan 04, 2021 | 4:33 PM

ખેડૂતો પહેલા પરંપરાગત પધ્ધતિથી ખેતી કરતા હતા પરંતુ હવે ખેડૂતો જાગૃત થયા છે અને પોતાની ખેતીમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે. આધુનિક પધ્ધતિ દ્વારા ખેતી કરવા ખેતીમાં યાંત્રીકરણનું મહત્વ વધતું જાય છે. ખેતીવાડી ખાતા દ્વારા યાંત્રીકરણ હેઠળ ચાફ કટરની ખરીદી કરવા માટે સહાય આપવામાં આવે છે.

આ પણ વાંચો: ખેડૂતના મૃત્યુ કે અપંગતાના કિસ્સામાં મળશે 2 લાખ રૂપિયાની સહાય, ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા યોજના હેઠળ કરો અરજી

પશુપાલન કરતા ખેડૂતો માટે પશુઓને અપાતા કડબના કે અન્ય ચારાના ટુકડા કરીને નીરવાથી ચારાનો પાંદડાવાળો ભાગ અને દાંડાવાળો ભાગ નાના નાના ટુકડામાં ભેગો થઈ જાય છે એટલે દાંડાવાળો ભાગ જે સામાન્ય રીતે પશુ ખાતા નથી તે પણ પાન સાથે મીકસ થવાથી પશુ ખાઈ જાય છે અને ચારો બગડતો નથી. ચાફ કટરથી ચારાના નાના નાના ટુકડા થવાથી પશુ સારી રીતે ચાવીને ખાઈ શકે છે. લગભગ 30% જેટલા ચારાની બચત થાય છે. ચાફ કટરમાં ટૂકડા કરીએ ત્યારે લીલો ચારો અને સુકો ચારો ભેગા કરી કાપી શકાય છે. આથી સુકો ચારો પણ પશુઓ બગાડયા વગર ખાઈ જાય છે. હવે આ મશીન ખરીદવા માટે સરકાર તરફથી સહાય મળે છે.

આજનું રાશિફળ તારીખ : 24-06-2025
પિતૃદોષના લક્ષણ, કારણો અને ઉપાય તમે નહીં જાણતા હોવ
દિવસમાં કેટલી વાર બ્રશ કરવું જોઈએ?
કિયારા અડવાણી આપશે મોટી ખુશખબર, એક 'હા' પર અટક્યો નિર્ણય!
પાઇલટ બનવા માટે આ સરકારી કોલેજો છે બેસ્ટ
કોન્ટેક્ટ લેન્સ પહેરવાથી આંખોને શું નુકસાન થઈ શકે છે?

સબમીશન ઓન અગ્રીકલ્ચરલ મીકેનાઈઝેશન હેઠળ સહાયનું ધોરણ 1. અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ, નાના-સિમાંત, મહિલા ખેડૂત માટે ખર્ચનાં 50% અથવા રૂ.25,000/- ની મર્યાદામાં બે માંથી જે ઓછી હોય તે રકમ મળશે. 2. આ જ યોજના હેઠળ અન્ય ખેડૂતોને ખર્ચનાં 40% અથવા રૂ.20,000/- ની મર્યાદામાં બે માંથી જે ઓછી હોય તે રકમ મળશે.

સામાન્ય ખેડૂતો માટે પાવર ઓપરેટેડ ચાફ કટર માટે સહાયનું ધોરણ 1. AGR-2 FM હેઠળ નાના અને સિમાંત ખેડૂત, મહિલા ખેડૂત લાભાર્થી માટે કુલ ખર્ચના 50% અથવા રૂ.15,000/- એ બે માંથી જે ઓછી હોય તે રકમ. 2. અન્ય ખેડૂત લાભાર્થી માટે કુલ ખર્ચના 40% અથવા રૂ.12,000/- એ બે માંથી જે ઓછી હોય તે રકમ

અનુસુચિત જાતિનાં ખેડૂતો માટે પાવર ઓપરેટેડ ચાફ કટર માટે સહાયનું ધોરણ AGR-4 FM હેઠળ કુલ ખર્ચના 50% અથવા રૂ.15,000 એ બે માંથી જે ઓછી હોય તે રકમ

ચાફ કટર માટે સહાય મેળવવા ખેડૂતે આ મુજબની કાર્યવાહી કરવાની રહેશે. 1. આઇ-ખેડૂત પોર્ટલમાં ઓનલાઇન અરજી કરવાની રહેશે. 2. આઇ-ખેડૂત પોર્ટલમાં જે તે ઘટકમાં અરજી કરી તેની પ્રિન્ટ મેળવી તેના પર સહિ કરી કે અંગુઠો મારી સંબંધિત જીલ્લા કચેરીમાં તે નકલ જમા કરાવવાની રહેશે. 3. અરજી સાથે નીચે મૂજબના આધાર પુરાવા રજુ કરવાના રહેશે. * સાત બાર અને આઠ અ ની તાજેતરની નકલ * બેંકની પાસબુકની નકલ કે પછી કેન્સલ ચેક * ખેડૂત લાભાર્થીના ઓળખ તથા રહેઠાણ પુરાવાની નકલ * અનુસુચિત જાતિ અને જન જાતિના ખેડૂતો માટે સક્ષમ અધિકારીશ્રીનો દાખલો

સમય મર્યાદામાં ચાફ કટરની ખરીદી કરી તેના જરૂરી આધાર પુરાવા રજુ કર્યાથી સંબંધિત અધિકારી દ્વારા યોગ્ય ચકાસણી કરી સહાયની રકમ ખેડૂતના ખાતામાં જમાં કરાવવાની કાર્યવાહી કરવામાં આવશે.

g clip-path="url(#clip0_868_265)">