ખેડૂતના મૃત્યુ કે અપંગતાના કિસ્સામાં મળશે 2 લાખ રૂપિયાની સહાય, ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા યોજના હેઠળ કરો અરજી
ખાતેદાર ખેડૂતો, ખાતેદાર ખેડૂતના કોઇ પણ સંતાન તેમજ ખાતેદાર ખેડૂતના પતિ કે પત્નીનું અકસ્માતે મૃત્યુ કે કાયમી અપગંતાના કિસ્સામાં તેઓની ઉંમર 5 થી 70 વર્ષની હોય તેમને યોજનામાં લાભ મળવાપાત્ર છે.
ખાતેદાર ખેડૂત, ખાતેદાર ખેડૂતના સંતાન તેમજ ખાતેદાર ખેડૂતના પતિ કે પત્નીનું અકસ્માતે મૃત્યુ થાય કે કાયમી અંપગતા આવે તો તેના વારસદારને આર્થિક સહાય આપવાનો આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ છે. ગુજરાત સરકારે રાજ્યના ખાતેદાર ખેડૂતોને આકસ્મીક મૃત્યુ કે કાયમી અંપગતાના કિસ્સામાં વીમા રક્ષણ આપવાની યોજના 26 જાન્યુઆરી, 1996 થી આરંભ કરેલ છે. આ યોજનામાં રાજ્યના તમામ ખાતેદાર ખેડૂતો વતી રાજ્ય સરકાર દ્વારા વીમા પ્રિમીયમની ચુકવણી કરવામાં આવે છે. આ યોજના ગુજરાત સામુહિક જૂથ જનતા અકસ્માત વીમા યોજના હેઠળ તારીખ 2008 થી વિમા નિયામક, ગાંધીનગરનાં મારફત અમલમાં છે.
આ પણ વાંચો: ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા સરકાર આપશે સબસીડી, યોજનામાં અરજી કરી મેળવો સહાય
વ્યક્તિગત કે સંયુક્ત નામે જમીન ધારણ કરનાર બધા જ ખાતેદાર ખેડૂતો, ખાતેદાર ખેડૂતના કોઇ પણ સંતાન તેમજ ખાતેદાર ખેડૂતના પતિ કે પત્નીનું અકસ્માતે મૃત્યુ કે કાયમી અપગંતાના કિસ્સામાં તેઓની ઉંમર 5 થી 70 વર્ષની હોય તેમને યોજનામાં લાભ મળવાપાત્ર છે. આ યોજનાની મુખ્ય શરતો આ મુજબ છે. જેને વ્યક્તિગત કે સંયુક્ત નામે જમીન ધારણ કરેલી હોય તેવા મૃતક અથવા કાયમી અપંગ વ્યક્તિ પોતે ખાતેદાર ખેડૂત, ખાતેદાર ખેડૂત સંતાન અથવા ખાતેદાર ખેડૂતના પતિ કે પત્ની હોવા જોઇએ. મૃત્યુ અથવા કાયમી અપંગતા અકસ્માતના કારણે થયેલ હોય. આપઘાત કે કુદરતી મૃત્યુનો આ યોજનામાં સમાવેશ થતો નથી. મૃતક અથવા કાયમી અપંગ વ્યક્તિની ઉંમર 5 થી 70 વર્ષની હોવી જોઇએ. 150 દિવસમાં સંબંધિત જીલ્લા ખેતીવાડી અધિકારીની કચેરીમાં અરજી કરેલ હોવી જોઇએ.
આ યોજનાની સહાયનું ધોરણ આ મુજબ છે. * અકસ્માતને કારણે મૃત્યુ કે કાયમી સંપૂર્ણ અપંગતાના કિસ્સામાં 100% લેખે રૂ.2 લાખ * અકસ્માતને કારણે બે આંખ કે બે અંગ જેવા કે હાથ અને પગ ગુમાવવાના કિસ્સામાં 100% લેખે રૂ.2.00 લાખ * એક આંખ અને એક અંગ ગુમાવવાના કિસ્સામાં 100% લેખે રૂ. 2.00 લાખ * અકસ્માતને કારણે એક આંખ અથવા એક અંગ ગુમાવવાના કિસ્સામાં 50% લેખ રૂ.1.00 લાખ
આ યોજનાની દાવા અરજી સાથે જોડવાના જરૂરી દસ્તાવેજો આ મુજબ છે. 1. અકસ્માતે મૃત્યુ કે કાયમી અપંગતા વીમા સહાય મેળવવા માટેની નિયત નમુનાની અરજી 2. પરિશિષ્ટી- 1,2,3, 3(A),4 અને 5, સાત બાર, 8-અ, ગામના નમુના નં.6 મૃત્યુ તારીખ પછીના પ્રમાણિત ઉતારા 3. પી.એમ. રીપોર્ટ 4. FIR, પંચનામા રીપોર્ટ, પોલીસ ઇન્ક્વેસ્ટ પંચનામુ અથવા કોર્ટ હૂકમ 5. મૃતકનું મરણનું પ્રમાણપત્ર, ઉંમરનો પૂરાવો 6. સબડીવીઝનલ મેજીસ્ટ્રેટ દ્વારા કેસ એપ્રુવ કર્યા અંગેનો રીપોર્ટ 7. કાયમી સંપૂર્ણ અપંગતાના કેસમાં મેડીકલ બોર્ડ કે સિવિલ સર્જનનું ફાઈનલ એસેસમેન્ટ દર્શાવતું પ્રમાણપત્ર તથા અપંગતા બતાવતો પોસ્ટકાર્ડ સાઇઝનો ફોટોગ્રાફ 8. મૃતક અકસ્માત સમયે વાહન ચલાવતા હોય તો તેમનું વેલીડ ડ્રાઇવીંગ લાયસન્સ 9. બાંહેધરી પત્રક 10. પેઢીનામુ 11. પતિ કે પત્ની વારસદાર ના હોય તેવા કિસ્સામાં વારસદારનું અસલ પેઢીનામુ 12. વીમા નિયામક દ્વારા માંગવામાં આવે તે પૂરાવા
આ યોજનામાં અરજી કરવાની રીત અને સમય મર્યાદા આ મૂજબ છે. અકસ્માતે મૃત્યુના કિસ્સામાં ખાતેદાર ખેડૂતના વારસદારોએ અને અકસ્માતે અપંગતાના કિસ્સામાં ખાતેદાર ખેડૂતે નિયત નમુનામાં આપેલા યોગ્ય પૂરાવા અને દસ્તાવેજો સહિતની અરજી મૃત્યુ કે અકસ્માત તારીખથી 150 દિવસમાં સંબંધિત જીલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા પંચાયતને કરવાની રહેશે. 150 દિવસ બાદ મળેલ અરજી માન્ય રાખવામાં આવશે નહીં.