સોઈલ હેલ્થ કાર્ડ યોજનાના 7 વર્ષ: અત્યાર સુધી 23 કરોડ ખેડૂતોને મળ્યો લાભ, જાણો આ સાથે જોડાયેલી મહત્વની બાબતો
કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્ય મંત્રી સોમ પ્રકાશે યોજનાના 7 વર્ષને સફળ અને શાનદાર ગણાવ્યા. તેમણે કહ્યું કે તેનાથી ખેડૂતોનું ચિત્ર અને નસીબ બદલાઈ ગયું છે. સોઈલ હેલ્થ કાર્ડથી ખેડૂતોની ઉપજ અને આવકમાં વધારો થયો છે અને તેમના જીવનમાં ખુશીઓ પણ આવી છે.
સોઇલ હેલ્થ કાર્ડ યોજના (Soil Health Card Scheme)ને 7 વર્ષ પૂર્ણ થયા છે. આ દિવસે એટલે કે 19 ફેબ્રુઆરી 2015ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi)એ રાજસ્થાનના સુરતગઢમાં આ યોજનાની શરૂઆત કરી હતી. છેલ્લા 7 વર્ષમાં લગભગ 23 કરોડ ખેડૂતોએ આ યોજનાનો લાભ લીધો છે. કૃષિ મંત્રાલય (Agriculture Ministry)દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, 2015માં તેની શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધીમાં 23 કરોડ ખેડૂતોને સોઈલ હેલ્થ કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું છે. આનાથી માત્ર જમીનના પોષણમાં વધારો નહીં પરંતુ પાકની ઉત્પાદકતામાં પણ વધારો થયો છે.
કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્ય મંત્રી સોમ પ્રકાશે યોજનાના 7 વર્ષને સફળ અને શાનદાર ગણાવ્યા. તેમણે કહ્યું કે તેનાથી ખેડૂતોનું ચિત્ર અને નસીબ બદલાઈ ગયું છે. સોઈલ હેલ્થ કાર્ડથી ખેડૂતોની ઉપજ અને આવકમાં વધારો થયો છે અને તેમના જીવનમાં ખુશીઓ પણ આવી છે.
પાકની ઉત્પાદકતા અને ખેડૂતોની આવકમાં વધારો
તેમણે કહ્યું કે આ યોજનાથી જમીનના પોષણને વેગ મળ્યો છે અને ખેડૂતો સશક્ત થયા છે. સોઇલ હેલ્થ કાર્ડના કારણે ખેડૂતોમાં જમીનની ગુણવત્તા અંગે જાગૃતિ વધી છે. આની મદદથી ખેડૂતોને ઉપજ વધારવા માટે યોગ્ય પાક પસંદ કરવામાં મદદ મળી છે. ત્યારે દેશભરમાં 11 હજાર 531 નવી સોઈલ ટેસ્ટિંગ લેબ ખોલવામાં આવી છે, જેના કારણે માટી વિશ્લેષણ ક્ષમતા પ્રતિ વર્ષ 1.78 કરોડથી વધીને 3.33 કરોડ નમૂનાઓ થઈ ગઈ છે.
આ યોજનાનો ઉદ્દેશ્ય દર બીજા વર્ષે ખેડૂતોને સોઈલ હેલ્થ કાર્ડ આપવાનો છે જેથી તેઓ જાણી શકે કે તેમના ખેતરની જમીનમાં શું અભાવ છે. આ યોજના હેઠળ, ખેડૂતોની ઉપજમાં વધારો કરીને અને ટકાઉ ખેતીને પ્રોત્સાહિત કરીને વધારાની આવક સુનિશ્ચિત કરવામાં આવે છે. આ યોજનાની શરૂઆત કરતી વખતે વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે ખેડૂતોને તેમની જમીનના સ્વાસ્થ્યની સ્થિતિ વિશે જાગૃત રહેવું જોઈએ. જો જમીન તંદુરસ્ત ન હોય તો ઉત્પાદન વધતું નથી.
सॉयल हेल्थ कार्ड स्कीम के सफल व शानदार 7 साल पूरे। स्कीम ने बदली किसानों की तस्वीर व तकदीर। #SoilHealthCard ने न केवल किसानों की उपज व आय में वृद्धि की बल्कि उनके जीवन में भी खुशहाली लाई है।#AatmaNirbharKrishi #SoilHealthCard @PMOIndia @AgriGoI @PiyushGoyal @nstomar pic.twitter.com/1Dq6uYSqyT
— Som Parkash (@SomParkashBJP) February 19, 2022
સોઈલ ટેસ્ટિંગ લેબ સ્થાપવા માટે સબસિડી ઉપલબ્ધ
આ યોજના રાજ્ય સરકારોને તમામ ખેડૂતોને સોઈલ હેલ્થ કાર્ડ જાહેર કરવામાં મદદ કરવા માટે શરૂ કરવામાં આવી હતી. આનાથી ખેડૂતોને તેમની જમીનના પોષક તત્ત્વોની સ્થિતિ વિશે માહિતી મળે છે, તેમજ જમીનની તંદુરસ્તી અને ફળદ્રુપતા સુધારવા માટે કેટલા પોષક તત્વો આપવા જોઈએ તે અંગે સલાહ આપવામાં આવે છે. સોઇલ હેલ્થ કાર્ડ યોજનાએ ખેડૂતોના પૈસાની બચત જ નથી કરી પરંતુ ઉપજમાં પણ વધારો કર્યો છે. આ સાથે ખેડૂતોમાં પણ જાગૃતિ વિકસી છે કે પોષક તત્વો માનવીની જેમ જમીન માટે પણ એટલા જ ઉપયોગી છે.
નેશનલ પ્રોડકટીવીટી કાઉન્સીલના અભ્યાસ મુજબ સોઈલ હેલ્થ કાર્ડ પરની ભલામણો હેઠળ રાસાયણિક ખાતરોનો ઉપયોગ 8 થી 10 ટકા સુધી ઘટ્યો છે. આ સાથે ઉપજમાં 5-6 ટકાનો વધારો થયો છે. યોજના હેઠળ, ગ્રામીણ યુવાનો અને ખેડૂતો કે જેઓ 40 વર્ષ સુધીની ઉંમરના છે તેઓ સોયલ ટેસ્ટિંગ લેબ સ્થાપિત કરી શકે છે અને નમૂના પરીક્ષણ કરી શકે છે. લેબની સ્થાપના માટે રૂ. 5 લાખ સુધીનો ખર્ચ થાય છે, જેમાંથી 75 ટકા કેન્દ્ર અને રાજ્ય સરકારો ભોગવે છે.
આ પણ વાંચો: Technology: Google એ કહ્યું Chrome બ્રાઉઝરમાં છે 11 સિક્યોરિટી બગ્સ, જાણો તેને કઈ રીતે દૂર કરવા
આ પણ વાંચો: Viral: નાના ડોગીએ સૂંવરને ચાલવા કર્યું મજબૂર, વીડિયો જોઈ હસવું નહીં રોકી શકો