કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું છે કે ભારતીય કૃષિ સંશોધન પરિષદ (ICAR) એ છેલ્લા 7 વર્ષમાં 1,656 નવી પાક-જાતો વિકસાવી છે, જે કૃષિ ક્ષેત્રને ફાયદો પહોંચાડી રહી છે.
ICAR દ્વારા વિકસિત ટેકનોલોજી, સુધારેલા બિયારણ, ખાતર, જંતુનાશકો વગેરેનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે દેશના ખેડૂતો ચોક્કસપણે તેનો લાભ મેળવી રહ્યા છે. તોમરે નેશનલ એકેડમી ઓફ એગ્રીકલ્ચરલ સાયન્સ (NAAS) કેમ્પસમાં યોજાયેલી દેશભરની કૃષિ યુનિવર્સિટીઓના વાઇસ ચાન્સેલરોની વાર્ષિક પરિષદને સંબોધિત કરી રહ્યા હતા.
વર્ચ્યુઅલ રીતે જોડાયેલા તોમરે કહ્યું કે કૃષિ શિક્ષણ (Agriculture Education) દેશની પ્રગતિ માટે બહુ-શિસ્ત, બહુ-પરિમાણીય અને વ્યાપક હોવાથી ખૂબ મહત્વનું છે. કૃષિ ક્ષેત્રને અદ્યતન અને રોજગારલક્ષી બનાવવાની જરૂર છે. નવી શિક્ષણ નીતિની તેમાં મહત્વની ભૂમિકા રહેશે. તોમરે કૃષિ શિક્ષણ મેળવનારાઓને શિક્ષણ અને સંશોધન સાથે કૃષિ ક્ષેત્રના વિકાસમાં યોગદાન આપવા વિનંતી કરી. તેમણે યુનિવર્સિટીઓની પ્રગતિ અને સફળતામાં કુલપતિઓના અનુભવ અને યોગદાનની પ્રશંસા કરી.
ઓછા પાણીની જરૂરિયાત વાળા પાક પર ભાર
તોમરે ઓછા પાણી અને સમયસર ઉત્પાદન માટે સક્ષમ બીજ વિકસાવવા પર ભાર મૂક્યો. તેમણે કહ્યું કે કૃષિની પ્રગતિ માટે પ્રદેશ અને આબોહવા માટે યોગ્ય બીજ વિકસાવવું જરૂરી છે. તેમણે કહ્યું કે સરકારની કૃષિ-મૈત્રીપૂર્ણ યોજનાઓ, ખેડૂતોની મહેનત અને વૈજ્ઞાનિકો દ્વારા વિકસિત અદ્યતન ટેકનોલોજીએ યોગદાન આપ્યું કે આજે ભારત વિશ્વની ખાદ્ય જરૂરિયાતોને પૂર્ણ કરવામાં મોખરે છે. તેમણે કહ્યું કે સરકાર ઉત્પાદન અને ઉત્પાદકતા વધારીને કૃષિના પ્રગતિ દરને વેગ આપવાની દિશામાં કામ કરી રહી છે.
કુલપતિઓને કરી અપીલ
કેન્દ્રીય કૃષિ મંત્રીએ કુલપતિઓને તેમના ગ્રીન કેમ્પસને વધુ સારા બનાવવા અને તેમને વિશ્વના નકશા પર લાવવા વિનંતી કરી. આ દરમિયાન, આઈસીએઆર પ્રકાશનોના વિમોચનની સાથે, ચાર કેટેગરીમાં ઈનામોનું વિતરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે, કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્ય મંત્રી કૈલાશ ચૌધરી, શોભા કરંદલાજે, ICAR ના મહાનિદેશક ડો. ત્રિલોચન મહાપાત્રા, સચિવ સંજય ગર્ગ, નાયબ મહાનિદેશક (શિક્ષણ) ડો. આર.સી. અગ્રવાલે કૃષિ શિક્ષણ અને સંશોધન ક્ષેત્રમાં થઈ રહેલા કામ પર પ્રકાશ પાડ્યો હતો.
આ પણ વાંચો : ખેડૂત માટે ચેતવણી : ઘણા જિલ્લાઓમાં ભયંકર વરસાદની સંભાવના, ખેડૂતો આ બાબતોનું રાખે ધ્યાન