VADODARA : દહેજમાંથી મળેલા હાડકાનો રીપોર્ટ બતાવશે પી.આઈ.ની ગુમ થયેલી પત્નીનું શું થયું હતું

પોલીસને જે નિર્માણાધીન હોટલની પાછળના ભાગથી હાડકાં મળી આવ્યા હતા એ જ દિવસે 5 જૂનની સાંજે પી.આઇ. અજય દેસાઇનું લોકેશન દહેજ હોવાનું જાણવા મળ્યું હતું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 11, 2021 | 11:26 PM

VADODARA : વડોદરા ગ્રામ્ય પોલીસ (Vadodara Rural Police)ના પી.આઈ. અજય દેસાઈ (PI Ajay Desai) ની પત્ની સ્વીટી પટેલ (Sweety Patel) ગુમ થવાના કેસમાં પોલીસ વિભાગે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. દહેજના વાગરા નજીક અવાવરું બિલ્ડીંગ નજીકથી મળેલ હાડકા સુરત FSL ખાતે મોકલવામાં આવ્યા છે.જેનો રિપોર્ટ અવાવથી આ હાડકા માનવીના છે કે કેમ તે સ્પષ્ટ થશે અને ત્યારબાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. જો હાડકા માનવીના હોવાનું સ્પષ્ટ થશે તો DNA ટેસ્ટ માટેની પ્રકિયા થઇ શકે છે.

વડોદરા ગ્રામ્યના પોલીસ (Vadodara Rural Police) ઇન્સ્પેક્ટર અજય દેસાઈ (PI Ajay Desai) ની પત્ની સ્વીટીના ગુમ થવાની પોલીસ તપાસ કરી રહી છે . જો કે આ દરમ્યાન પોલીસને દહેજ વિસ્તારમાંથી શંકાસ્પદ હાડકા મળી આવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર આ હાડકા બળેલી હાલતમાં મળી આવ્યા હતા. પોલીસને જે નિર્માણાધીન હોટલની પાછળના ભાગથી હાડકાં મળી આવ્યા હતા એ જ દિવસે 5 જૂનની સાંજે પી.આઇ. અજય દેસાઇનું લોકેશન દહેજ હોવાનું જાણવા મળ્યું હતું.

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">