Vadodara: સોની પરિવારનો સામૂહિક આપઘાતનો કેસ, સમા પોલીસે રાજસ્થાનના બે જ્યોતિષીઓને ઝડપ્યા

વડોદરાના સામૂહિક આપઘાત પ્રકરણમાં સમા પોલીસે રાજસ્થાનના બે જ્યોતિષની ધરપકડ કરી છે. સાહીલ ભાર્ગવ ઉર્ફે સીતારામ અને ગજેન્દ્ર ભાર્ગવ નામના આ બંને જ્યોતિષીઓની સોની પરિવારને બરબાદ કરવામાં મહત્વની ભૂમિકા હતી.

| Updated on: Mar 12, 2021 | 9:28 PM

વડોદરાના સામૂહિક આપઘાત પ્રકરણમાં સમા પોલીસે રાજસ્થાનના બે જ્યોતિષની ધરપકડ કરી છે. સાહીલ ભાર્ગવ ઉર્ફે સીતારામ અને ગજેન્દ્ર ભાર્ગવ નામના આ બંને જ્યોતિષીઓની સોની પરિવારને બરબાદ કરવામાં મહત્વની ભૂમિકા હતી. મહત્વપૂર્ણ છે કે પુત્ર ભાવિન સોનીના મોત અગાઉના પોલીસ નિવેદનમાં આ બંને જ્યોતિષીઓના નામ ખુલ્યા હતા. જે બાદ સમા પોલીસે અલગ અલગ ટીમો રાજસ્થાન તરફ રવાના કરીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જે દરમિયાન આ બંને જ્યોતિષીઓની પોલીસે ધરપકડ કરી છે.

સાહીલ વોરા ઉર્ફે સીતારામની ભૂમિકાની જો વાત કરીએ તો, સીતારામે સોની પરિવારના ઘરમાં 1920 જેટલા ચાંદીના સિક્કા કાઢ્યા હતા અને સોની પરિવારને પોતાની ચૂંગલમાં ફસાવીને 3.50 લાખ રૂપિયા પડાવ્યા હતા. તો ગજેન્દ્ર ભાર્ગવે ચરૂ કાઢવાના નામે સોની પરિવાર પાસેથી 4 લાખ પડાવ્યા હતા અને રૂપિયા પરત આપવા ન પડે તે માટે હેમંત જોશીએ ગજેન્દ્રનું મોત થયું હોવાની કહાની ઉભી કરી હતી. જોકે આરોપીઓનો આ પેંતરો કામ ન લાગ્યો. મૃત જાહેર કરાયેલા જ્યોતિષ ગજેન્દ્રને પોલીસે જીવતો પકડીને જેલ હવાલે કર્યો છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">