Panchmahal : મોબાઈલ ટાવરના ભાડાના નામે છેતરપિંડી કરતી ગેંગ ઝડપાઇ, સાયબર ક્રાઇમે દિલ્હીથી પાંચ સભ્યોની ધરપકડ કરી

જેમાં પ્રોસેસિંગ ફી પેટે ખેડૂત પાસે અલગ અલગ બેન્ક ખાતાઓમાં રૂ. 6.45 લાખ ટ્રાન્સફર કરાવ્યા હતા. ખેડૂતે આ બાબતે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેના પગલે પોલીસે તપાસ હાથ ધરી દિલ્લીથી ગેંગના 5 સભ્યોની ધરપકડ કરી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 16, 2021 | 7:21 PM

ખેતરમાં મોબાઈલ કંપનીના ટાવર લગાવવા ઉંચુ ભાડું આપવાની લાલચ આપી નાણાં ખંખેરતી ગેંગ ઝડપાઈ છે. પંચમહાલ સાયબર ક્રાઈમ પોલીસે દિલ્લીથી આ ચીટર ગેંગને ઝડપી પાડી છે. ગેંગના સભ્યો મહીસાગર જિલ્લાના ચારણ ગામના ખેડૂત સાથે છેતરપિંડી આચરી હતી. ખેડૂતને જીઓ કંપનીનો ટાવર ખેતરમાં લગાવવા વધું ભાડાની લાલચ આપી રૂ. 6.45 લાખની છેતરપિંડી કરી હતી.

જેમાં પ્રોસેસિંગ ફી પેટે ખેડૂત પાસે અલગ અલગ બેન્ક ખાતાઓમાં રૂ. 6.45 લાખ ટ્રાન્સફર કરાવ્યા હતા. ખેડૂતે આ બાબતે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેના પગલે પોલીસે તપાસ હાથ ધરી દિલ્લીથી ગેંગના 5 સભ્યોની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી રૂ.6.45 લાખ પૈકી રૂ. 4.45 લાખ રિકવર કરાયા છે.

આ આરોપીઓના રિમાન્ડ મેળવી તપાસ કરતા અન્ય એક ગુનાનો ભેદ ખુલ્યો છે. પંચમહાલના દામાવાવ ખાતે પણ આ જ પ્રકારે અન્ય એક ખેડૂત સાથે રૂ. 2 લાખની છેતરપિંડી થઈ હતી.

આ પણ વાંચો : LifeStyle: લો બોલો ! હવે સફેદ ચા પણ આવી ગઈ? આ ચા વિશે ક્યારેય સાંભળ્યું છે ? જાણો શું છે તેના ફાયદા

આ પણ વાંચો :  રસ્તા પર ખતરનાક સ્ટંટ દેખાડી રહ્યા હતા બાઈક સવાર, મુંબઈ પોલીસે આ રીતે ભણાવ્યો પાઠ

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">