SURAT : સલમાન ખાનની ગળું દબાવીને હત્યા કરાઈ, પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

Murder in Surat : સરદાર માર્કેટની પાછળ નવા કમેલા સંજયનગરમાં ઘર પાસેથી થોડા દિવસ પહેલા એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. તે સમયે પુણા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

SURAT : સલમાન ખાનની ગળું દબાવીને હત્યા કરાઈ, પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
Murder in Surat
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 03, 2021 | 7:53 PM

SURAT : સુરત શહેરમાં હત્યાનો વધુ એક બનાવ સામે આવ્યો છે. સુરતમાં રહેતા સલમાન ખાન નામના યુવાનની ગળું દબાવીને હત્યા કરી નાંખવામાં આવ્યું હોવાનું પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલ્યું છે.બનાવની હકીકત એવી છે કે સરદાર માર્કેટની પાછળ નવા કમેલા સંજયનગરમાં ઘર પાસેથી થોડા દિવસ પહેલા એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. તે સમયે પુણા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

પુણા પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે સરદાર માર્કેટની પાછળ નવા કમલા સંજયનગરમાં રહેતા મૃતક યુવક મહેમુદ ખાન બિસ્મિલ્લા ખાન પઠાણ મૂળ મહારાષ્ટ્રના બુલડાણા જિલ્લાના જલગાંવના વતની છે તેમનો 26 વર્ષીય દીકરો સલમાન છે. છૂટક કામ કરતા મેમુદ ખાન પઠાણનો દીકરો સલમાન ગુરુવારની મોડી રાત્રિએ ઘર નજીકથી મૃત હાલતમાં રહસ્યમય સંજોગોમાં મળી આવ્યો હતો.

મૃતક સલમાનના સબંધીએ જણાવ્યું હતું કે સલમાનનો બે ત્રણ દિવસ પહેલા જ કોઈ અજાણ્યા શખ્સો સાથે ઝઘડો થયો હતો. અને તે બાદ રહસ્યમય સંજોગોમાં સલમાનનો મૃતદેહ મળી આવ્યો હતો.પુણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે તેના મૃતદેહનો કબજો લઇ પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. તે દરમિયાન પોસ્ટમોર્ટમમાં સલમાન ખાનની ગળુ દબાવી હત્યા કરી દેવામાં આવી હોવાનું ખુલ્યું હતું. પુણા પોલીસે ગઇકાલે મોડી રાત્રે હત્યાનો ગુનો નોંધી હત્યારાઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

ઉલ્લેખનીય છે કે સુરતમાં ત્રણ દિવસમાં હત્યાનો આ વધુ એક બનાવ સામે આવ્યો છે. થોડા દિવસ પહેલા સુરતના રાંદેર ઉગત વિસ્તારમાં એક મહિલાએ તેના ત્રણ વર્ષના પુત્રનું ગળું દબાવી દઈને પોતે પણ આત્મહત્યા કરી હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. આ બનાવમાં પોલીસને એક સ્યુસાઇડ નોટ પણ હાથે લાગી હતી. જેમાં ઉલ્લેખ કર્યો હતો કે તેણીએ પતિના આડા સબંધ અને સાસુના ત્રાસથી કંટાળીને આ હિચકારી કૃત્ય ભર્યું છે. આ કેસમાં પોલીસે હવે પતિ સામે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો છે.

ઉગત વિસ્તારમાં માતાપિતાના ઘરે રહેતી પરિણીતાએ પતિના સગી ભાભી સાથે જ અનૈતિક સબંધ અને સાસુના ત્રાસથી કંટાળીને પોતાના દિલના ટુકડા એવા સાડા ત્રણ વર્ષના પુત્રનું ધ્રુજતા હાથે ગળુ દબાવી દઈને હત્યા કરીને ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. રાંદેર પોલીસે પતિ, સાસુ અને જેઠાણી વિરુદ્ધ આપઘાતનો ગુનો દાખલ કરીને ધરપકડ કરી છે.

આ પણ વાંચો : SURAT : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા યાર્ન એક્ષ્પો-2021નું ત્રિદિવસીય પ્રદર્શન, દેશભરમાંથી 75થી વધુ એકઝીબીટર્સ ભાગ લેશે

Latest News Updates

રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું
બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું
નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો
નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો
સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો
સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો
g clip-path="url(#clip0_868_265)">