AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SURAT : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા યાર્ન એક્ષ્પો-2021નું ત્રિદિવસીય પ્રદર્શન, દેશભરમાંથી 75થી વધુ એકઝીબીટર્સ ભાગ લેશે

Yarn Expo 2021 : યાર્ન પ્રદર્શનમાં બનાના ફાયબર તથા તેમાંથી બનેલા વિવિધ કાપક તથા અન્ય પ્રોડકટનું પ્રદર્શન કરવામાં આવશે . આ ઉપરાંત રિસાયકલીંગ યાર્નના મેન્યુફેકચરર્સ પણ પ્રદર્શનમાં તેમની પ્રોડકટ રજૂ કરશે.

SURAT : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા યાર્ન એક્ષ્પો-2021નું ત્રિદિવસીય  પ્રદર્શન, દેશભરમાંથી 75થી વધુ એકઝીબીટર્સ ભાગ લેશે
Yarn Expo in Surat
Parul Mahadik
| Edited By: | Updated on: Dec 03, 2021 | 6:00 PM
Share

SURAT : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સુરત શહેરમાં સુરત ઇન્ટરનેશનલ એક્ઝીબીશન એન્ડ કોન્વોકેશન સેન્ટર, સરસાણા ખાતે તારીખ 5-6-7 ડીસેમ્બર યાર્ન એક્ષ્પો (Yarn Expo 2021)નું ત્રિદિવસીય પ્રદર્શન યોજાવા જઈ રહ્યું છે. સુરત સહિત દેશભ૨ માંથી 75 થી વધુ એકઝીબીટર્સ પ્રદર્શનમાં ભાગ લઈ રહયા છે. દેશભરના યાર્ન ઉત્પાદકો એક મંચ પર આવશે તથા યાર્નની બધી જ વેરાયટીઓ જેવી કે પોલિએસ્ટર, નાયલોન, વિસ્કોસ, કોટન અને કેટોનિક વગેરે પ્રદર્શિત થશે.

નવસારી કૃષી યુનિવર્સિટી દ્વારા રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ થકી કેળા અને મકાઇના ફાયબરમાંથી બનાવવામાં આવેલા યાર્નને પણ આ પ્રદર્શનમાં પ્રદર્શિત કરવામાં આવનાર છે, ખાસ કરીને રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટની પ્રવૃત્તિને વેગ આપવા માટે આ પ્રોડ્કટને પ્રદર્શિત ક૨વા માટે ચેમ્બર દ્વારા સ્ટોલ ફાળવવામાં આવ્યો છે.

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખ આશીષ ગુજરાતીએ જણાવ્યું હતું કે, ચેમ્બરની સ્થાપનાને 80 વર્ષ પૂર્ણ થયા છે અને જોગાનુજોગ સિન્થેટીક યાર્નના ઉત્પાદનને પણ 80 વર્ષ પૂર્ણ થયા છે. એવામાં સુરતના ટેક્ષ્ટાઈલ ઉદ્યોગનો વિકાસ ઝડપભેર થઈ શકે અને ઉદ્યોગકારોને યાર્ન પ્રોડકશન વિશેની અદ્યતન ટેકનોલોજીની જાણકારી મળી શકે આશયથી ચેમ્બર દ્વારા આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યુ છે. ચેમ્બર દ્વારા આ વર્ષે યાર્ન એક્ષ્પોનું થર્ડ એડીશન રજૂ કરવામાં આવી રહયું છે.

આ પ્રદર્શનમાં દેશભરના યાર્ન ઉત્પાદકો એક મંચ પર આવશે અને તેને કારણે દરેક વેરાયટીના યાર્ન જેવા કે પોલિએસ્ટર, નાયલોન, વિસ્કોસ, કોટન અને કેટોનિક વિગેરેનું એકજ સ્થળે પ્રદર્શન કરાશે.જેમાં મુખ્ય અતિથિ તથા ઉદ્ઘાટક તરીકે ઉપસ્થિત રહેનારા ભારતના ટેકસટાઇલ અને રેલ્વે રાજ્યમંત્રી દર્શના જરદોશના હસ્તે યાર્ન એમ્પોનું ઉદ્ઘાટન કરવામાં આવશે . ઉદ્ઘાટન સમારોહમાં ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ તેમજ નવસારીના સાંસદ સી.આર. પાટીલ વિશેષ અતિથિ તરીકે હાજર રહેશે.

યાર્ન એક્સપો 2021ના મુખ્ય આકર્ષણ

1)નવસારી કૃષી યુનિવર્સિટી દ્વારા રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ થકી કેળા અને મકાઇના ફાઈબરમાંથી બનાવવામાં આવેલા યાર્નને પણ આ પ્રદર્શનમાં પ્રદર્શિત કરવામાં આવનાર છે.

2)ખાસ કરીને રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટની પ્રવૃત્તિને વેગ આપવા માટે આ પ્રોડકટને ડિસ્પ્લે કરવા માટે ચેમ્બર દ્વારા સ્ટોલ ફાળવવામાં આવ્યો છે.

3)આ એક્સપોમાં એમાં 75 થી વધુ એકઝીબીટર્સ ભાગ લઈ રહ્યા છે. સુરત ઉપરાંત મુંબઇ , અમદાવાદ , દાદરાનગર હવેલી , નવસારી , કોઇમ્બતુર , ફરીદાબાદ , તામિલનાડુના પોલાચી અને ઇરોકે , સિકંદરાબાદ , ચેન્નાઇ અને પાણીપતના એકઝીબીટર્સોએ પ્રદર્શનમાં ભાગ લીધો છે.

4)આશરે 15 હજારથી વધુ બાયર્સ પ્રદર્શનની મુલાકાત લેશે તેવી આશા છે.

5) યાર્ન એક્ષ્પોમાં ટેનસેલ લકસ યાર્ન ( અહિંસક સિલ્ક , વિગન સિલ્ક ), બનાના યાર્ન ( કેળાનો કાંતો ), બામ્બુ યાર્ન ( વાંસનો કાંતો ), પ્લાસ્ટીકની બોટલમાંથી બનાવવામાં આવેલું 100 ટકા રિસાયકલ પોલિએસ્ટર યાર્ન વગેરે વિશિષ્ટ યાર્ન પ્રદર્શિત ક૨વામાં આવશે

6) યાર્ન પ્રદર્શનમાં બનાના ફાયબર તથા તેમાંથી બનેલા વિવિધ કાપક તથા અન્ય પ્રોડકટનું પ્રદર્શન કરવામાં આવશે . આ ઉપરાંત રિસાયકલીંગ યાર્નના મેન્યુફેકચરર્સ પણ પ્રદર્શનમાં તેમની પ્રોડકટ રજૂ કરશે.

પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">