તમારા બાળકોનું રાખજો ધ્યાન, ગીરસોમનાથમાં અપહૃત બાળકી મળી, ભિક્ષાવૃતિ માટે અપહરણ થયાનો પર્દાફાશ
મળતી માહિતી પ્રમાણે ગુજરાત રાજ્યમાં 2007થી 2020 સુધી 46,400 બાળકોનું ગુમ અને અપહરણ થયેલા હતા. અને જેમાંથી 43,783ને શોધી લેવામાં આવ્યા છે.
ગીરસોમનાથ પોલીસની સતર્કતાએ એક બાળકીનું જીવન નર્કાગાર બનતા અટકાવ્યું છે. જીહા, ગીરસોમનાથમાં દોઢ વર્ષની બાળકી સાથે શંકાસ્પદ હાલતમાં યુવક દેખાતા પોલીસે તપાસ કરી હતી. પોલીસ તપાસમાં ખુલાસો થયો કે આરોપીએ ભિક્ષાવૃતિ માટે બાળકીનું 22 ઓક્ટોબરના રોજ નાગપુર રેલવે સ્ટેશન નજીકથી અપહરણ કર્યું હતું. અને અપહરણ કર્યા બાદ ગુજરાતના ધાર્મિક સ્થળોએ ફરતો હતો. જે દરમિયાન પ્રભાસ પાટણ પોલીસે તેને શંકાના આધારે ઝડપ્યો હતો. પોલીસ તપાસમાં આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોવાનો પણ ખુલાસો થયો છે. ત્યારે પોલીસે બાળકીના માતા-પિતા સહિત નાગપુર પોલીસનો સંપર્ક કર્યો છે.
દેશમાં બાળકો ગુમ થવાની ઘટનામાં વધારો
નોંધનીય છેકે છેલ્લા કેટલાક સમયથી રાજયમાં ગુમ થયેલા બાળકોની સંખ્યામાં વધારો નોંધાઇ રહ્યો છે. જે વાલીઓ માટે ચેતવણીરૂપ બાબત છે. મળતી માહિતી પ્રમાણે ગુજરાત રાજ્યમાં 2007થી 2020 સુધી 46,400 બાળકોનું ગુમ અને અપહરણ થયેલા હતા. અને જેમાંથી 43,783ને શોધી લેવામાં આવ્યા છે. પરંતુ હાલ પણ 2617 બાળકો હાલ પણ ગુમ છે અને જેમને હજું પોલીસ વિભાગ સહિતનું તંત્ર શોધી રહી છે. આંકડા પ્રમાણે, અમદાવાદ શહેર, ભરૂચ, સુરત શહેર, દાહોદ,મહેસાણા,ગોધરામાંથી વધુ બાળકો ગુમ થાય છે. આવા બાળકોનો મોટાભાગે ભીખ માંગવામાં ઉપયોગ કરવામાં આવે છે. તો થોડા સમય પહેલા તામિલનાડુંમાં બાળકોના શરીરના આંતરિક અંગો કાઢી નાંખવાનો કિસ્સો પણ પ્રકાશમાં આવ્યો હતો.
આ પણ વાંચો : Ahmedabad: કોરોનાને લઈ શહેરનું પોલીસ તંત્ર એક્શનમાં, કોરોનાની ગાઈડલાઈન નહીં અનુસરો તો પડી શકે છે ભારે