જામનગરની(Jamnagar)સાઈબર સેલની(Cyber Cell) ટીમે ઓછા વ્યાજે લોનના નામે છેતરપીંડી(Fraud)કરનાર ગેંગને ઝડપી છે. જેમાં સોશિયલ મીડીયામાં ઓછા સીબી લસ્કોર છતાય સસ્તા વ્યાજ દરે લોનની લાલચ આપી પ્રોસેસીંગ ફીના નામે રૂપિયા મેળવતી ગેંગના બે સભ્યોની પોલીસે ધરપકડ કરી છે. આ સમગ્ર ઘટનાની વિગત મુજબ ઓછા સીબીલ સ્કોર હોય તેવા લોકોને પણ લોન મળી શકે તેવી લોભામણી જાહેરાતો આપીને રૂપિયા કમાતા ગેંગના બે સભ્યો જામનગરની પોલિસે પકડી પાડેલ છે. જેમાં જામનગર પોલિસને થોડા સમય પૂર્વે ફરીયાદ મળી હતી કે ઓછા વ્યાજની લોનની લાલચ આપીને 19,850 રૂપિયા મેળવી લીધા બાદ લોન ના આપીને છેતરપીંડી કરી છે. જેની તપાસ કરતા સાઈબર ક્રાઈમની ટીમને ગેંગે બે સભ્યો પકડયા છે. જે ઓનલાઈન ઓછા સીબીલ સ્કોર હોય તો પણ ઓછા વ્યાજે લોન આપવાની જાહેરાત સોશિયલ મીડીયામાં આપતા અને બાદમાં લોકો પાસેથી માહિતી, મેળવીને તેમની પાસેથી પ્રોસેસીંગ ફીના નામે પૈસા મેળવી લેતા બાદ કોઈ સંપર્ક ના કરતા અને ના લોન આપતા હતા.
જેમાં સુરતના વિરલ જગદીશ સિધ્ધપુરાને રાજકોટથી અને જામનગરના ફલ્લા ગામના જાનકી ધણસાણીયાને ફલ્લામાંથી પકડી પાડેલ છે. પોલિસે ગેંગના બે સભ્યોને પકડી પાડેલ છે જ્યારે અન્ય બે સભ્યો ફરાર છે. જેને શોધવા તપાસ આરંભી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યુ કે જામનગરના એક વ્યકિત સાથે આ રીતે પૈસા મેળવ્યા હતા. તેવી રીતે અન્ય શહેરમાં અનેક લોકોને ભોગ બન્યા છે. વલસાડ, રાજકોટના અન્ય ચાર લોકો સાથે પણ છેતરપીંડી કર્યાનુ ખૂલ્યું છે અને હજુ વધુ લોકો ફરીયાદ કરવા માટે સામે આવે તેવી શકયતા છે. આ આરોપીઓ દ્રારા સોશીયલ મીડીયામાં ફેક લોન કંપની પેજના નામ રાખ્યા હતા. જેમાં જયપુર બેન્ક લી. પ્રગતિ ફાઈનાન્સ, આર્ય સ્મોલ ફાઈનાન્સ, રાજ ફાઈનાન્સ, વિકાસ ફાઈનાન્સ નામે ફેંક કંપનીઓના નામ બતાવીને છેતરપીંડી કરતા હતા.
વીઓ -3 પોલિસના હાથે આરોપીઓ આવતા પોલિસ ઉડાણપુર્વકની તપાસ આંરભી છે. જેમાં કેટલા લોકો ભોગ બન્યા છે અને કુલ કેટલા રૂપિયાની છેતરપીંડી કરી છે તેની તપાસ આરંભી છે. તેમજ આ ગુનામાં કેટલા લોકો સંડોવાયેલા છે અને કેટલા સમયથી આ પ્રવૃત્તિ ગેંગ દ્રારા કરવામાં આવે છે. તમામ સવાલોનો જવાબ મેળવવા માટે પોલીસે પુછપરછ શરૂ કરી છે.
Published On - 11:01 pm, Sat, 24 September 22