કોરોના બેકાબૂ : અમદાવાદમાં સ્વામિનારાયણ મંદિરના આઠ સંતો કોરોના ગ્રસ્ત

અમદાવાદ શહેરમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. જેમાં હવે સામાન્ય લોકોની સાથે સાથે સ્વામિનારાયણ સંતો પણ કોરોનાની ચપેટમાં આવ્યા છે. જેમાં અમદાવાદના હાથીજણ વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ ગુરુકુળના આઠ સંતોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.

કોરોના બેકાબૂ : અમદાવાદમાં સ્વામિનારાયણ મંદિરના આઠ સંતો કોરોના ગ્રસ્ત
Corona uncontrollable Eight saints of Swaminarayan temple in Ahmedabad also suffer from corona
Follow Us:
Chandrakant Kanoja
| Edited By: | Updated on: Mar 20, 2021 | 7:48 PM

અમદાવાદ શહેરમાં Corona ના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. જેમાં હવે સામાન્ય લોકોની સાથે સાથે સ્વામિનારાયણ સંતો પણ કોરોનાની ચપેટમાં આવ્યા છે. જેમાં અમદાવાદના હાથીજણ વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ ગુરુકુળના આઠ સંતોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જેના પગલે આ સંતોની કોરોનાની સારવાર શરૂ કરવામાં આવી છે.

અમદાવાદ શહેરમાં Corona ની સ્થિતિ જોઇએ તો દિન પ્રતિદિન ખરાબ થતી જોવા મળી રહી છે . તેમાં લોકડાઉન ખૂલ્યા બાદ  લોકોએ કોરોના ગાઈડલાઇનના કરેલા ભંગના પગલે કોરોનાએ ફરી એક વાર માથું ઉચક્યું છે. જો કે તેમ છતાં પણ ગત અઠવાડિયામાં કોરોના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે,. તેમજ તેના લીધે લોકોમાં એક પ્રકારનો  ભય જોવા મળી રહ્યો છે .

તેમજ લોકડાઉન બાદ લોકોની મંદિરમાં પણ અવર જવર વધી હતી. જેના લીધે સ્વામિનારાયણ મંદિરના સંતોને પણ કોરોનાના ચેપ લાગ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

શહેરમાં સુપર સ્પ્રેડરના ફરીથી એન્ટીજન ટેસ્ટ શરૂ

અમદાવાદ શહેરમાં સતત વધી રહેલા Coronaના કેસને ડામવા માટે કોર્પોરેશને મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં શહેરમાં સુપર સ્પ્રેડરના ફરીથી એન્ટીજન ટેસ્ટ શરૂ કરવામાં આવશે. જેમાં શાકભાજી, કરિયાણા વિક્રેતાઓના ફરીથી ટેસ્ટ કરવામાં આવશે. આ નિર્ણય વિવિધ ઝોનલ અધિકારીઓ સાથેની બેઠક બાદ લેવામાં આવ્યો છે. રાજ્ય સરકાર OSD રાજીવ ગુપ્તાના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત ફૂડ ડિલિવરી અને હોમ ડિલિવરી બોયના RTPCR ટેસ્ટ ફરજિયાત કરવામાં આવશે. આ ઉપરાંત 15થી વધુ સ્થળો પર ટેસ્ટીંગ કરવામાં આવશે. તેમજ ટેસ્ટીંગ બાદ તમામને ટેસ્ટીંગ પ્રમાણપત્ર આપવામાં અપાશે, તેમજ જો કોઈ સોસાયટીમાં કેસ વધશે તો માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવશે.

હાલમાં ગુજરાત સહિત અમદાવાદ શહેરમાં કોવિડ -19 મહામારીને પહોંચી વળવા તથા લોકોને આ રોગથી રક્ષણ મળે તે માટે સરકાર તરફથી કોવિડ -19 વેક્સિન પૂરી પાડવામાં આવેલ છે. આ કોવિડ -19 વેક્સિન નાગરિકોને મળી રહે તે માટે મોટી સંખ્યામાં સેશન સાઈટ કાર્યરત કરવામાં આવેલ છે. તેમજ આગામી સમયમાં તેને વધુ સઘન બનાવવામાં આવશે.

અમદાવાદમાં Corona ના ડામવા રાત્રિ કર્ફ્યૂના સમયગાળામાં વધારો

અમદાવાદ શહેરમાં કોરોનાનો ફેલાવવો ઘટાડવા માટે રાત્રિ કર્ફ્યૂના સમયગાળામાં વધારો કરવામાં આવ્યો છે . તેમજ સીટી બસ અને બીઆરટીએસ સેવાને પણ બંધ કરી દેવામાં આવી છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">